મહા કુંભ 2025, Maha kumbh 2025, મહાકુંભ, પ્રયાગરાજ, કુંભ મેળો :
મહા કુંભનો મેળો જીવનમાં એક જ વાર કેમ થઈ શકે? આ પહેલા ક્યારે આવ્યો હતો મહા કુંભનો મેળો, જાણો મહા કુંભ ની મહાગાથા.
Mahakumbh 2025: સંગમ નગરી એટલે કે ઉત્તર પ્રદેશનો પ્રયાગરાજ જિલ્લો જ્યાં આ વખતે મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહા કુંભ 2025 13 જાન્યુઆરીથી શરૂ થયેલ આ મેળો 26 ફેબ્રુઆરી 2025 સુધી એટલે કે કુલ 45 દિવસ ચાલશે. અહીં ભારત અને દેશ-વિદેશમાંથી કુલ 40 થી 45 કરોડ ભક્તો આવવાનો અંદાજ છે. જોકે આટલી મોટી જનમેદની આવવા પાછળનું કારણ શું છે? શા માટે કહેવામાં આવી રહ્યો છે કે આ મહા કુંભ જીવનમાં એક જ વાર જોવા મળશે? આ વખતના મહાકુંભમાં એવી તે શું વિશેષતા છે? કુંભ અને મહાકુંભ વચ્ચેનું અંતર શું છે? તેની ઉત્પત્તિ પાછળ ની કથા શું છે? તમામ માહિતી વાંચવા માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
મહાકુંભ 2025 પહેલા મહા કુંભ મેળો 144 વર્ષ આવ્યો હતો એટલે કે આ નક્ષત્રો પહેલા 144 વર્ષ પૂર્વે 1881 માં બન્યા હતા, પણ આવું કેમ ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી.

કુંભ અને મહા કુંભમાં શું તફાવત છે?
- કુંભના ચાર પ્રકાર છે કુંભ, અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભ
- અર્ધ કુંભ દર છ છ વર્ષે થાય છે તે હરિદ્વાર અને પ્રયાગરાજ માં જ યોજાય છે.
- પૂર્ણ કુંભ ની વાત કરીએ તો તે દર 12 વર્ષે યોજાય છે. દર બાર વર્ષે દેશના ચાર માંથી એક સ્થાન પર કુંભનું આયોજન થાય છે જે હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈનમાં યોજાય છે.
- અને જો મહાકુંભ ની વાત કરવામાં આવે તો મહાકુંભ કુલ 144 વર્ષ પછી યોજાય છે. જે એક ખાસ પ્રકારના નક્ષત્રમાં યોજાય છે અને તે 1881 માં આજથી 144 વર્ષ પહેલાં યોજાયો હતો, જે હાલ પ્રયાગરાજમાં યોજાયો છે. તેથી જ આ વખતે પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળાને મહાકુંભ નામ આપવામાં આવ્યું છે.
શું છે કુંભમેળાની મહાન કથા :
પૌરાણિક કથા અનુસાર કુંભની કથા એ સમુદ્ર મંથન સાથે જોડાયેલ છે. સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા અમૃતને મેળવવા માટે યુદ્ધ થયેલું હતું. કહેવાય છે કે વર્ષો પહેલા અમૃતની શોધમાં સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું જેમાંથી અમૃત નીકળ્યું હતું. અને આ અમૃતને પામવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું.
આ યુદ્ધ દરમ્યાન અમૃત ઘણી વખત ગળામાંથી છલકાયું અને તેના ચાર ટીપા પૃથ્વીની ચાર જુદી જુદી જગ્યા પર પડ્યા હતા. આ ચાર જગ્યાઓ એટલે હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિક છે. અમૃતના ટીપા અહીં પડવાથી આ જગ્યા ત્યારથી જ પવિત્ર થઈ ગઈ અને ત્યાં કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે.
કુંભમેળા માટે સ્થાન કેવી રીતે પસંદ કરવામાં આવે છે :
કુંભ મેળા નું સ્થાન નક્કી કરવામાં ગ્રહોની સ્થિતિ મહત્વની ભૂમિકા ભજવે છે, જેમાં સૂર્ય ચંદ્ર અને ગુરુ ગ્રહોની સ્થિતિ મહત્વપૂર્ણ છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં અને ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં હોય છે ત્યારે કુંભ મેળો પ્રયાગરાજમાં થાય છે.
તે જ સમયે જ્યારે સૂર્ય મેષ રાશિમાં અને ગુરુ કુંભ રાશિમાં હોય છે ત્યારે હરિદ્વારમાં કુંભમેળાનું આયોજન થાય છે.
જ્યારે સૂર્ય સિંહ રાશિમાં હોય છે અને ગુરુ ગ્રહ પણ સિંહ રાશિમાં હોય છે ત્યારે કુંભમેળાનું આયોજનમાં કરવામાં આવે છે.
આ સિવાય જ્યારે સૂર્ય સિંહ રાશિમાં હોય છે અને ગુરુ સિંહ રાશિમાં હોય કે કર્ક રાશિમાં હોય ત્યારે નાસિકમાં કુંભમેળાનું આયોજન થાય છે.
શા માટે દર 12 વર્ષે જ કુંભ મેળો યોજાય છે?
કુંભ મેળા નું આયોજન દરબાર વર્ષે જ થાય છે તેનો આધાર માત્ર જ્યોતિષીય ગણતરી ઉપર જ નથી પરંતુ પૌરાણિક કથાઓ નું પણ તેમાં મહત્વ છે.. જ્યોતિષની ગણતરી મુજબ જ્યારે ગુરુ ગ્રહ મેષ અથવા સિંહ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય ચંદ્રની સ્થિતિ વિશેષ યોગ બનાવે છે ત્યારે કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગ્રહોની આ સ્થિતિ દરબાર વર્ષે આવે છે એટલે કુંભમેળાનું આયોજન પણ દરબાર વર્ષે જ કરવામાં આવે છે.
જ્યારે પૌરાણિક કથા અનુસાર સાગર મંથનમાં અમૃતના ગળા માટે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે ઇન્દ્રનો પુત્ર જયંત રાક્ષસ સ્વર ભાનુ પાસેથી અમૃતનો ઘડો છીનવીને ભાગી ગયો. આ પછી જયંત 12 દિવસમાં સ્વર્ગમાં પહોંચી શક્યા. એવું માનવામાં આવે છે કે દેવતાઓનો એક દિવસ મનુષ્યના એક વર્ષ બરાબર છે. તેથી દર 12 વર્ષે કુંભનું આયોજન કરવામાં આવે છે.
ચાલુ વર્ષે પ્રયાગરાજમાં યોજાયેલ મહાકુંભ મેળો આ પહેલા 1881માં યોજાયો હતો આનાથી સ્પષ્ટ થાય છે કે કોઈપણ વ્યક્તિ જીવનમાં માત્ર એક જ વાર મહા કુંભમાં સ્નાન કરવાનો પુણ્ય મેળવી શકે છે. જ્યારે અમુક પેઢીઓ તો મહા કુંભને જોઈ પણ નહીં શકે.
મહાકુંભ 2025 ઓફિસિયલ વેબસાઈટ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ દ્વારા મહાકુંભ મેળા 2025 લગત સત્તાવાર વેબસાઈટ જાહેર કરવામાં આવેલી છે, આ વેબસાઈટ પરથી તમે મહાકુંભ 2025 લગત તમામ માહિતી મેળવી શકો છો.
મહા કુંભ 2025 વિશે વધુ માહિતી માટે નીચે આપેલ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
મહા કુંભ 2025 સત્તાવાર વેબસાઈટ : https://kumbh.gov.in/
