WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GPSC Recruitment 2026 – Assistant Conservator of Forest and Range Forest Officer, Class-2

GPSC Recruitment 2026 – Assistant Conservator of Forest and Range Forest Officer, Class-2

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ હપ્તકની મદદની સંરક્ષણ વર્ગ-૨ અને પરિક્ષેત વન અધિકારી વર્ગ-૨ ની કુલ 26 જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી માટે ઓનલાઇન પ્રક્રિયા 01 એપ્રિલ 2026 ના રોજથી શરૂ થયેલ છે જે તારીખ 15 એપ્રિલ 2026 રાત્રિના 11:59 કલાક સુધી કરી શકાશે. ઉમેદવારોએ જીપીએસસી ઓજસ ની સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે, આ ઉપરાંત ઓનલાઇન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે તમે અહીંથી પણ ઓનલાઇન અરજી કરી શકશો.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરાયેલ આ ભરતી લગત તમામ અન્ય માહિતી જેમકે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી નીચે મૂકવામાં આવેલી છે.

કુલ ખાલી જગ્યાઓ

મદદનીશ વન સંરક્ષણની 01 જગ્યા માટે તેમજ પરીક્ષત્ર વન અધિકારીની કુલ 25 જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે.

અરજી કરવાની છેલ્લી તારીખ

આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો 15 એપ્રિલ 2026 રાત્રિના 11 59 કલાક સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

ઉમર મર્યાદા

આ ભરતી માં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 35 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ. ઉંમરની ગણતરી 15 એપ્રિલ 2026 મુજબ કરવામાં આવશે. સરકારશ્રીના નિયમ અનુસાર અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પાસ કરેલો હોવો જરૂરી છે, આ ઉપરાંત ઉમેદવાર કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતો હોવો જોઈએ.

અરજી ફી

બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ₹100 ભરવાની રહેશે, આ સિવાય અનામત કેટેગરીના કોઈપણ ઉમેદવારે અરજી ફી ભરવાની રહેતી નથી.

અરજી કેવી રીતે કરવી

  1. સૌપ્રથમ જીપીએસસી ઓજસ ની સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર જવું
  2. ત્યારબાદ ફોરેસ્ટ ભરતી સામે આપેલ અપલાય બટન પર ક્લિક કરવું
  3. અરજી ફોર્મ માં તમારી તમામ માહિતી ભરવી
  4. તમામ માહિતી ભરાઈ ગયા બાદ અરજી ફોર્મ ને સબમિટ કરવું
  5. ઓનલાઇન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે.

અગત્યની લીંક

ઉમેદવારોને ભલામણ છે કે ઓનલાઈન અરજી કરતાં પહેલાં અહીં આપેલો ઓફિશિયલ નોટિફિકેશનને ડાઉનલોડ કરી જરૂરથી વાંચવું. તેમાં આપેલ તમામ વિગતને ધ્યાનપૂર્વક વાંચી અને ત્યારબાદ ઓનલાઇન અરજી કરવી.

સરકારી ભરતીની લેટેસ્ટ તમામ માહિતી વાંચવા માટે અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લેવી.

Leave a Comment