GPSSB Letest Job 2026: Additional Assistant Engineer AAE , એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ભરતી 2026, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી 2026, ઓજસ ભરતી 2026, ઈલેક્ટ્રીકલ એન્જિનિયર ભરતી 2026
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવાની અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ-3 ( એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની) કુલ 200 જગ્યાઓ માટે સીધી ભરતીથી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓજસ ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે. ઓજસ પર 11 એપ્રિલ 2026 ના રોજ થી ઓનલાઇન પ્રક્રિયા અરજી શરૂ થઈ ગયેલ છે તેમજ 02 મે 2026 રાત્રિના 11:59 કલાક સુધી ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે.
એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ-3 ની આ ભરતી લગત અન્ય તમામ માહિતી જેમકે ઉમર મર્યાદા,અરજીની ફી, સિલેક્શન પ્રોસેસ, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે લગત તમામ માહિતી આ આર્ટિકલમાં મૂકવામાં આવેલી છે.

અધિક મદદનીશ ઇજનેર ભરતી 2026
| ઓર્ગેનાઇઝેશન | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
| પોસ્ટ | એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ( ઇલેક્ટ્રિકલ) |
| કુલ જગ્યા | 200 |
| અરજી શરૂ થયા તારીખ | 11 /04/ 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 02/05/2026 (સમય રાત્રિના 11:59 કલાક સુધી) |
| વેબસાઈટ | Click Here |
જિલ્લા વાઇસ જગ્યાઓની માહિતી
| ક્રમ | જિલ્લા પંચાયત | ભરવાપાત્ર કુલ જગ્યાઓની સંખ્યા |
| 1 | અમદાવાદ | 7 |
| 2 | અમરેલી | 8 |
| 3 | આણંદ | 6 |
| 4 | અરવલ્લી | 6 |
| 5 | બનાસકાંઠા | 8 |
| 6 | ભરૂચ | 7 |
| 7 | ભાવનગર | 8 |
| 8 | બોટાદ | 3 |
| 9 | છોટાઉદેપુર | 5 |
| 10 | દાહોદ | 8 |
| 11 | દેવભૂમિ દ્વારકા | 2 |
| 12 | ડાંગ | 3 |
| 13 | ગાંધીનગર | 3 |
| 14 | ગીર સોમનાથ | 5 |
| 15 | જામનગર | 5 |
| 16 | જુનાગઢ | 7 |
| 17 | કચ્છ | 8 |
| 18 | ખેડા | 8 |
| 19 | મહીસાગર | 5 |
| 20 | મહેસાણા | 8 |
| 21 | મોરબી | 4 |
| 22 | નર્મદા | 4 |
| 23 | નવસારી | 4 |
| 24 | પંચમહાલ | 6 |
| 25 | પાટણ | 7 |
| 26 | પોરબંદર | 2 |
| 27 | રાજકોટ | 8 |
| 28 | સાબરકાંઠા | 6 |
| 29 | સુરત | 8 |
| 30 | સુરેન્દ્રનગર | 8 |
| 31 | તાપી | 6 |
| 32 | વડોદરા | 6 |
| 33 | વલસાડ | 5 |
| 34 | વાવ થરાદ | 6 |
| – | કુલ | 200 |
શૈક્ષણિક લાયકાત
- આ ભરતી માં અરજી કરવા માટે ઉમેદવાર ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલ હોવો જોઈએ. તેમજ
- ઉમેદવાર કોમ્પ્યુટર કોર્સ કરેલ હોવો જોઈએ. તેમજ
- ઉમેદવાર પાસે ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.
- શૈક્ષણિક લાયકાત લગત વિગતવાર માહિતી વાંચવા માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન પીડીએફ ને ડાઉનલોડ કરી શૈક્ષણિક લાયકાત વાંચવું.
અરજી ફી
- જનરલ કેટેગરી ₹100
- જનરલ કેટેગરીના ઉમેદવારોએ SBI E pay માધ્યમથી અરજી ફી ભરવાની રહેશે.
- જનરલ કેટેગરી સિવાયના અન્ય કોઈપણ ઉમેદવારને અરજી ફી ભરવાની રહેશે નહીં ( SC,ST,OBC,EWS,EX SERVICEMAN, PWD)
ઉંમર મર્યાદા
- આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની ઉંમર 33 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં.
- તમામ મહિલા ઉમેદવારો તેમજ અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.
- વય મર્યાદામાં છૂટછાટ ના નિયમો વાંચવા માટે નીચે આપેલા નોટિફિકેશનને ડાઉનલોડ કરી જરૂરથી વાંચી લેવું
પગાર ધોરણ
- આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોને સરકારશ્રીના નિયમ અનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ₹49,600/- માસિક પગાર મળવાપાત્ર રહેશે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
- ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારોએ સૌપ્રથમ ઓજસની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જવું
- એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ભરતી પસંદ કરવી
- સામે આપેલ અપ્લાય બટન પર ક્લિક કરવું
- અરજી ફોર્મ માં તમારે તમામ માહિતી ભરવી
- અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમથી અરજી ફી ભરવી
- તમામ માહિતી ભરાઈ ગયા બાદ ફોર્મ સબમીટ કરવું
- ઓનલાઇન અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન ને ડાઉનલોડ કરી તમામ માહિતી વાંચવી
અગત્યની લીંક
અગત્યની તારીખ
- ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ : 11 એપ્રિલ 2026
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 2 મે 2026 રાત્રે ના 11:59 કલાક સુધી