સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન : લખપતિ બનવાના દિવસો ગયા હવે દરેક વ્યક્તિ કરોડપતિ બનવા ઈચ્છે છે. ખાસ કરીને નોકરી કરતા અને સામાન્ય માણસ હંમેશા પગારમાંથી થોડા રૂપિયા બચાવીને ભવિષ્ય માટે સારું ફંડ એકત્રિત કરવાની ઈચ્છા રાખે છે. શું તમે એ વાત પર વિશ્વાસ મૂકશો કે માત્ર દસ વર્ષમાં તમે કરોડપતિ બની શકો છો? તેના માટે તમારે થોડા થોડા રૂપિયા બચાવીને ખાસ જગ્યાએ રોકાણ કરવું પડશે, અહીંથી વાંચો એવી કઈ ખાસ જગ્યા છે અને ચાલો જાણીએ રોકાણનું પૂરું કેલ્ક્યુલેશન.
દસ વર્ષમાં કરોડપતિ બનવા માટે તમારે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન સહારો લેવો પડશે. મ્યુચ્યુઅલ ફંડ વિશે તો સાંભળ્યું જ હશે, બસ અહીં એસઆઈપી કરીને તમે કરોડપતિ બનવાની દિશામાં પહેલો પગલું મૂકી શકો છો.
તમે કોઈ સારા મ્યુચ્યુઅલ ફંડમાં 30,000 રૂપિયા મહિનાની એસઆઈપી કરો., જોકે આ રકમ કેટલાક લોકો માટે વધારે હોઈ શકે છે પરંતુ ₹100 રોજની બચત તરીકે જોઈએ તો થોડું ઓછું મુશ્કેલ લાગે છે.
બજાજ ફિનસર્વ ની વેબસાઈટ પર એસઆઇપી કેલ્ક્યુલેશન ના અનુસાર જો તમે દર મહિને કોઈ મ્યુચલફંડમાં 30,000 રૂપિયા મહિનાની એસઆઈપી કરો છો તો દસ વર્ષમાં કરોડપતિ બની શકો છો.
30000 રૂપિયા મહિનાના હિસાબથી તમે દસ વર્ષના 36 લાખ રૂપિયા જમા કરો છો આ રકમ પર તમને વાર્ષિક 18 ટકાનું સરેરાશ રિટર્ન મળે તો 10 વર્ષના ગાળામાં તમારું કુલ રોકાણ 1 કરોડ રૂપિયાથી વધારે થઈ જાય છે.
માર્કેટમાં ઘણા એવા મ્યુચ્યુઅલ ફંડ્સ છે જેમણે સરેરાશ 12 થી 18 ટકાનું વાર્ષિક રિટર્ન આપ્યું છે. જોકે રિટર્નના દરમાં ફેરફાર થઈ શકે છે. એટલા માટે મેથ્યોરીટી પર મળનારી રકમ વધી ઘટી શકે છે. જો કે તમે ગણતરી સાથે ચાલો અને એસઆઈપી કરો છો તો તમે કરોડપતિ બની શકો છો અથવા તેની આસપાસ પહોંચી શકો છો.
(ડિસ્ક્લેમર : અહીં આપવામાં આવેલી રોકાણને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી માટે મૂકવામાં આવેલી છે, અમારી ટીમ તેના માટે જવાબદાર નથી. કોઈ પણ રોકાણ કરતા પહેલા આપના ફાઇનાન્સિયલ એડવાઈઝર ની સલાહ ચોક્કસથી લેવી જોઈએ.)