આગાહી: રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. કામ વગર ઘરની બહાર કોઈએ નીકળવું નહીં! ઉત્તર ભારત પ્રદેશમાંથી પવન આવતા ઠંડી વધી છે. મોટાભાગના શહેરોમાં 10 થી 14 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. હજુ પણ ઠંડી યથાવત રહેશે. છ ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ ગાર બન્યું હતું. 12.5 ડિગ્રી અમદાવાદનું તાપમાન, 10 ડિગ્રી વડોદરા નુ તાપમાન, 11.2 ડિગ્રી ભુજ નુ તાપમાન, 7.5 ડિગ્રી દાહોદ નું તાપમાન, અને 10.6 ડિગ્રી રાજકોટનું તાપમાન નોંધાયું હતું. તેમજ માઉન્ટ આબુમાં -3 ડીગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની અને પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવનો ફૂંકાવાની આગાહી કરાવી છે. જેને લઈને ઠંડીનો ચમકારો હજી યથાવત રહેશે.
ગુજરાતમાં ઠંડી ની આગાહીને લઈ હવામાં નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી એ જાહેરાત કરી છે.
અંબાલાલ પટેલ ની આગાહી.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા અગામી 16 તારીખથી 22 ડિસેમ્બર દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહી શકે છે. અગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે.
પરેશ ગૌસ્વામી ની આગાહી.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ હવામાન અંગે આગાહી કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં હજી આકરી ઠંડી પડવાની શક્યતા રહેલી છે. જેમાં ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં રેકોર્ડ તોડ ઠંડી પડશે. આ ઉપરાંત તેઓના જણાવ્યા પ્રમાણે ઠંડીમાં આગામી સમયમાં વધારો થશે.
આને પણ વાંચો
હોમ પેજ | અહીં ક્લિક કરો |
ઠંડી અંગેનો આગાહી નો વિડીયો જુઓ | અહીં ક્લિક કરો |