આઇ ખેડૂત પોર્ટલ : ખેતીવાડી કિસાન પરિવાર યોજના તથા ટ્રેક્ટર ટ્રેલર ઘટક યોજના માટે અને બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે આઇ ખેડુતો પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.
ખેડૂત મિત્રોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે સરળતા થી મળી રહે તે ઉમદા હેતુથી સરકારશ્રી દ્વારા આઇ ખેડુત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in તૈયાર કરવામાં આવ્યું છે. જેના માધ્યમ દ્વારા ખેડૂતો સરળતાથી ઓનલાઇન અરજી કરી શકે છે.
બાગાયતી ખેતી કરતાં ખેડૂતો માટે વર્ષ 2024 25 અનવાય સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના અંતર્ગત બાગાયત ખાતાની ચાલુ તથા નવી વિવિધ સહાય લક્ષી યોજનાઓ મંજૂર થયા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો આઇ ખેડુત હોટલમાં ઓનલાઇન અરજી કરી વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકે તે હેતુથી આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2024 25 માટે ખેતીવાડી ખાતા ની કિસાન પરિવહન યોજના તથા ટ્રેક્ટર ટ્રેલર ઘટક યોજના અન્વયે તારીખ 2 ડિસેમ્બર 2024 થી આઇ ખેડુત પોર્ટલ ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખુલ્લુ મુકવામાં આવનાર છે. આ યોજના નો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો ને અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. અરજી કરવા માટે બેંક ખાતાની પાસબુક ની વિગત, આધાર કાર્ડ ની વિગત અને 8 a વિગત સાથે રાખવાની રહેશે.
બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ 2024 25 માં ક્રોપ કવરના ઉપયોગથી ફળ પાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેના કાર્યક્રમ અન્વયે ક્રોપ કવર (શાકભાજી પાકો માટે ), ક્રોપ કવર ( કેળ /પપૈયા પાક માટે ), દાડમ ક્રોપ કવર / ખારેક બંચ કવર, ફ્રુટ કવર આંબા, દાડમ, જામફળ, સીતાફળ, કમલમ ( ડ્રેગન ફ્રુટ) ઘટક માટે તેમજ ચાલુ બાબતના દરિયાઈ માર્ગે ફળ શાકભાજી ફૂલ તથા છોડના નિકાસ માટે વાહક ખર્ચ, હવાઈ માર્ગે બાગાયત પેદાસને નિકાસ માટેના નુર માં સહાય, નિકાસકારોને બાગાયતી પાકોની રેડીકેસન પ્રક્રિયા માટે સહાય જેવા વિવિધ ઘટકોમાં સરકાર ની સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવા માટે આઇ ખેડુત વેબ પોર્ટલ www.ikhedut.gujarat.gov.in તારીખ 20 ડિસેમ્બર 2024 સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે.
આ ઘટકો હેઠળ સરકારની સહાયનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતોએ સમય મર્યાદા દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે અને ત્યારબાદ તેને પ્રિન્ટ આઉટ મેળવી નિયત જગ્યાએ ખેડૂતે સહી અથવા અંગૂઠાનુ નિશાન કરી જરૂરી ડોક્યુમેન્ટ જોડી નિયત સમય મર્યાદામાં કચેરીના કામકાજના દિવસે જમા કરાવવાનુ રહેશે.
આટલા ડોક્યુમેન્ટ જમા કરાવવાના થશે.
- સહાય યોજના માટે કરેલ ઓનલાઇન અરજીની પ્રિન્ટ.
- 7 -12, 8a ના અધ્યતન ઉતારા.
- SC કોડ વાળી રાષ્ટ્રીય કૃત બેંક પાસબુક ની નકલ.
- કેન્સલ ચેક
- આધાર કાર્ડ ની નકલ
- અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના ખેડૂતો હોય તો જાતે અંગેનું પ્રમાણપત્ર.
આને પણ વાંચો ખેડૂતોના 7-12, 8 અ ઉતારા હવે ઓનલાઇન ડાઉનલોડ કરો તમારા મોબાઇલ દ્વારા અહીં ક્લિક કરો
આ કચેરીએ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.
બાગાયત નિયામકશ્રીની કચેરી, 207-08, બ્લોક-સી, બહુમાળી ભવન, ખેરાડી રોડ – સુરેન્દ્રનગર.
ઓનલાઇન અરજી કરવાની અગત્યની તારીખ
- અરજી શરૂ થયા તારીખ : 2 ડિસેમ્બર 2024
- અરજી કરવાની છેલ્લી તારીખ : 20 ડિસેમ્બર 2024
અગત્યની લિંક
ikhedut પોર્ટલ | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |