WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આધાર કાર્ડ માં સુધારો કરો હવે બિલકુલ ફ્રીમાં, જાણો છેલ્લી તારીખ.

આધારકાર્ડ અપડેટ ન્યુઝ : આધારકાર્ડ એ એક ખૂબ જ અગત્યનુ દસ્તાવેજ છે. અને તેને અપડેટ કરવા માટે નજીકના આધાર કેન્દ્ર પર જઈ તેની નિયત ફી ચૂકવી ઓનલાઇન તેમાં સુધારો કરી શકાય છે. આધારકાર્ડને દર 10 વર્ષે અપડેટ કરવો જરૂરી છે. જેથી તેની માહિતી સચવાઈ રહે અને સેવાઓ સતત ચાલુ રહે. આધારકાર્ડને સમયસર અપડેટ કરવું એ અત્યંત ફાયદાકારક છે.

સરકારશ્રી દ્વારા તમામ આધાર કાર્ડ ધારકોને દર 10 વર્ષે આધાર દસ્તાવેજો ને અપડેટ કરવા માટે જરૂરી સૂચનાઓ આપેલી છે. જેથી તમામ જરૂરી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. આધાર ડેટાબેઝને યોગ્ય રાખવું ખૂબ જ જરૂરી છે, તેનાથી સરકારી કે ખાનગી સેવાઓમાં કોઈ અડચણ ઊભી થતી નથી.

આને પણ વાંચો સરકાર દ્વારા નવા પાનકાર્ડ 2.0 ને મંજૂરી મળી. જાણો શું હશે નવા પાનકાર્ડમાં : માહિતી વાંચવાની ક્લિક કરો

આધાર કાર્ડ ને અપડેટ કેવી રીતે કરવું?

આધારકાર્ડને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરવું ખૂબ જ સરળ છે. જો તમે હજી સુધી તમારી માહિતી અપડેટ કરેલ નથી તો શક્ય તેટલી વહેલી તકે આધારકાર્ડને અપડેટ કરાવો.

ફ્રી માં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ.

આધાર કાર્ડ ને બિલકુલ ફ્રીમાં અપડેટ કરાવવા માટે સરકારશ્રી દ્વારા 14 ડિસેમ્બર 2024 સુધીનો સમય આપવામાં આવેલો છે. આ તારીખ સુધીમાં તમે MyAadhar પોર્ટલ પર તમારી માહિતી મફતમાં અપડેટ કરાવી શકો છો. જો તમે 14 ડિસેમ્બર પછી આધાર અપડેટ કરો છો તો તમારે આધાર કેન્દ્ર પર જવું પડશે અને ત્યાં ₹50 ની ફી ઓનલાઈન ચૂકવીને સુધારો કરાવી શકાશે. હાલ કોઈપણ જાતની ફી ચૂકવ્યા વિના તમે ઓનલાઇન MyAadhar પોર્ટલ મારફતે તમારા આધારકાર્ડને લગત કોઈપણ સુધારો બિલકુલ ફ્રીમાં ઓનલાઇન કરાવી શકો છો.

આધારકાર્ડને અપડેટ કરવાની ઓનલાઈન પ્રોસેસ

આધારકાર્ડને અપડેટ કરવાની ઓનલાઈન પ્રક્રિયા ખૂબ જ સરળ છે, તમારે મોબાઈલ દ્વારા કે કમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા તમારા આધાર કાર્ડ નહી ઓનલાઈન અપડેટ કરવું હોય તો નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે.

  1. સૌથી પહેલા myaadhaar.uidai.gov.in પોર્ટલ પર જાઓ.
  2. લોગીન કરવા માટે આધાર નંબર અને ઓટીપી દાખલ કરો.
  3. ત્યારબાદ દસ્તાવેજ અપડેટ પર ક્લિક કરો.
  4. હવે જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
  5. સંપૂર્ણ માહિતી ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો.
  6. છેલ્લે તમને SRN નંબર મળશે જેના દ્વારા તમે તમારા અપડેટ નુ સ્ટેટસ ટ્રેક કરી શકો છો.

કેન્દ્ર પર જઈને કેવી રીતે અપડેટ કરવું?

જો તમે ઓનલાઈન સુવિધા નો ઉપયોગ કરી શકતા નથી તો નજીકના આધાર કેન્દ્ર પર જાઓ. ભુવન આધાર પોર્ટલ પર જાઓ અને પીનકોડ દાખલ કરો અને કેન્દ્ર વિશે માહિતી મેળવો. તમે કેન્દ્રની મુલાકાત લઇ અને ₹50 ની ફી ભરીને નામ, સરનામું, જન્મ તારીખ વગેરે જેવી માહિતી અપડેટ કરાવી શકો છો. તમારી સાથે ઓરીજનલ દસ્તાવેજો રાખવાનુ ભૂલશો નહીં.

આને પણ વાંચો તમારા મોબાઇલ દ્વારા આયુષ્માન કાર્ડ ની પ્રિન્ટ ડાઉનલોડ કરો જાણો સંપૂર્ણ પ્રોસેસ અહીં ક્લિક કરો

નામ, સરનામું, જન્મ તારીખ મોબાઈલ નંબર અપડેટ કરો.

જો તમારો સરનામું જૂનું છે અથવા માહિતી બદલવાની જરૂર છે તમારા આધાર કાર્ડ માં નામ અટક મોબાઈલ નંબર બદલવાની જરૂર છે તો માય આધાર પોર્ટલ અથવા નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઇ તેને સરળતાથી અપડેટ કરાવી શકાય છે. સરનામું બદલવા અથવા નામ અને જન્મ તારીખ જેવી વિગતના સુધારા માટે ઓરીજનલ દસ્તાવેજો સાથે રાખવા ખૂબ જ જરૂરી છે. સરકાર શ્રી દ્વારા ઓનલાઇન પોર્ટલ મારફતે તમામ માહિતી અપડેટ કરવા માટે આધાર ધારકો પાસેથી હાલ કોઈપણ જાતની ફી લેવામાં આવી રહી નથી. તમે 14 ડિસેમ્બર 2024 સુધી ઓનલાઇન પોર્ટલ મારફતે તમામ માહિતી ફ્રીમાં અપડેટ કરાવી શકો છો. સરકારશ્રીની આ પહેલ આધાર ડેટા બેલેન્સને સચોટ અને અપડેટ રાખવા માટે છે. જેથી દરેક વ્યક્તિ સરળતાથી સેવાઓનો લાભ લઈ શકે અને તેને કોઈપણ જાતની અડચણ ભવિષ્યમાં આવે નહીં.

જો માહિતી સારી લાગી હોય તો તમારા દરેક ગ્રુપમાં અને દરેક મિત્ર મંડળમાં આ મેસેજ વધુને વધુ આગળ શેર કરો.

અગત્યની લિંક

આધારકાર્ડ અપડેટ કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

👍આવી જ અવનવી અને ઉપયોગી માહિતી નિયમિત મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો.

👉નિયમિત નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ www.edutarst.xyz ની daily મુલાકાત લેવી.

વારંવાર પૂછાતા પ્રશ્નો

આધાર કાર્ડ અને અપડેટ કરવા માટે કેટલીક ફી ચૂકવવી પડે?

₹50

ફ્રી માં આધાર કાર્ડ અપડેટ કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે?

14 ડિસેમ્બર 2024.

આધારકાર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

https://myaadhaar.uidai.gov.in

Leave a Comment