WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મહાશિવરાત્રીમાં રાશિ મુજબ ભોળાનાથને પ્રસન્ન કરવાના ઉપાયો જાણો

મહાશિવરાત્રીમાં રાશિ મુજબ ભોળાનાથને પ્રસન્ન કરવાના ઉપાયો જાણો: મહાશિવરાત્રીએ હિન્દુ ધર્મનો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજી અને માતા પાર્વતી ની વિધિ અનુસાર પૂજા કરવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી આઠ માર્ચના દિવસે છે. પૌરાણિક કથા અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજી અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. અને આ જ દિવસે ભગવાન શિવજી દિવ્ય જ્યોતિર્લિંગ તરીકે પ્રગટ થયા હતા. મહાશિવરાત્રીને દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે શિવ ભક્તો શિવજીને પ્રસન્ન કરવાના અને ભોળાનાથના આશીર્વાદ મેળવવાના અનેક ઉપાયો કરતા હોય છે અને શિવની ભક્તિ કરતા હોય છે. અહીં રાશિ અનુસાર શિવજીને રીઝવવા માટે કરવાના ઉપાયો વિશેની વિગતવાર માહિતી આપેલી છે.

રાશિ અનુસાર કરો શિવજીની પૂજા.

આ મહાશિવરાત્રીના પર્વ પર રાશિ પ્રમાણે શિવજીની પૂજા અર્ચના કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થશે. તમારી રાશિ મુજબ ભોળાનાથની કેવી રીતે પૂજા કરવી તેની માહિતી અહીં મૂકવામાં આવેલી છે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ગંગાજળ અને ગાયના દૂધથી અભિષેક કરવો હિતાવહ છે. મધ અને મીઠા ભાત નો ભોગ ધરાવવો.

મિથુન રાશિ

મહાશિવરાત્રીના દિવસે મિથુન રાશિના જાતકોએ ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે દહીં અને દૂધથી અભિષેક કરવો. ઘરમાં નાણાકીય સમસ્યા ઉભે નહીં થાય. દરેક આર્થિક સમસ્યા દૂર થશે.

કર્ક રાશિ

વૈદિક જ્યોતિષ અનુસાર કર્ક રાશી ના જાતકોએ મહાશિવરાત્રીના પર્વે શિવલિંગ પર દૂધથી અભિષેક કરવો. સફેદ ચંદન, સફેદ કપડા, સફેદ ફૂલ, ખીર, અથવા સફેદ મીઠાઈ નો ભોગ ધરવો.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર જળાભિષેક કરવો. શિવલિંગ પર મધની સાથે બીલીપત્ર અર્પણ કરવું.

કુંભ રાશિ

મહાશિવરાત્રીના દિવસે કુંભ રાશી ના જાતકોએ ભગવાન શિવજીને ખુશ કરવા માટે મધ અને બોર નો પ્રસાદ ચઢાવવો. માનવામાં આવે છે કે આ પ્રકારે કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન શિવના અપાર આશીર્વાદ મળે છે

મહત્વની લીંક

વધુ માહિતી વાંચવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો

મહાશિવરાત્રી કઈ તારીખે છે?

8 માર્ચ 2024

Leave a Comment