WhatsApp ગ્રૂપમાં જોડાવો!

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા, અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ, PM મોદી ના હસ્તે પ્રથમ આરતી.

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા, અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ, PM મોદી ના હસ્તે પ્રથમ આરતી.

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ થશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સ્થાપના સમારંભ દરમિયાન લગભગ 10,000 લોકોને મંદિર પરિસર ની અંદર જવાની અનુમતિ આપવામાં આવશે જ્યારે દેશભરના તમામ મુખ્ય મંદિરમાં સમારંભ આયોજિત કરવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના ભવ્ય શ્રી રામ મંદિરમાં આયોજિત રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં સામેલ થશે આ કાર્યક્રમ બપોરે 12:30 કલાકે યોજાશે. પીએમ મોદીએ બુધવારે રામ જન્મભૂમિ નિર્માણ સમિતિના સભ્યો મળ્યા જે મુલાકાત દરમિયાન સભ્યોએ પીએમ મોદીને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવા માટે અનુરોધ કર્યો હતો જેનો પીએમ મોદીજીએ સ્વીકાર કર્યો છે.

એક્સ પૂર્વ ટ્વીટર પર પીએમ મોદીએ કહ્યું કે આ તેમનું સૌભાગ્ય છે કે તેઓ આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનશે. પીએમ મોદીજી એ ટ્રસ્ટના સભ્યો સાથે મુલાકાત નો ફોટો પણ આ સાથે શેર કર્યો છે, અહીં ઉલ્લેખનીય છે કે પ્રાણ પ્રતિષ્ઠા ના એક ભવ્ય સમારંભમાં ભગવાન શ્રીરામની મૂર્તિ સ્થાપના કરવામાં આવશે. ટ્રસ્ટના સૂત્રોનું કહેવું છે કે સ્થાપના સમારંભ દરમિયાન લગભગ 10,000 લોકોને મંદિર પરિસરની અંદર જવાની અનુમતિ આપવામાં આવશે, જ્યારે દેશભરના તમામ મુખ્ય મંદિરમાં સમારંભ આયોજિત કરવામાં આવશે.

હોમ પેજઅહીં ક્લિક કરો
અન્ય તમામ ન્યુઝ વાંચવા માટેઅહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment