WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Samaras hostel Admission Notification Out 2025-26

Samaras Hostel Admission 2025 : સમરસ હોસ્ટેલ એડમિશન જાહેરાત વર્ષ 2025-26. કોલેજમાં અભ્યાસ કરતા તમામ યુવા યુવતીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે, જો તમે કોલેજમાં અભ્યાસ કરતા હોવ અને તમારે રહેવા અને જમવાનો મોટો ખર્ચ કરવો પડતો હોય અને તમે એવું વિચારતા હોય કે રહેવા અને જમવાનું સારી વ્યવસ્થા બિલકુલ ફ્રીમાં મળી રહે તો કેટલો આર્થિક ખર્ચ ઘટી જાય? તો ગુજરાત સરકાર તમારા માટે આવી જ એક યોજના લઈને આવી છે જે છે સમરસ હોસ્ટેલ એડમિશન. આ અંતર્ગત ગુજરાત સરકાર લાખો યુવા યુવતીઓને બિલકુલ ફ્રી માં રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડે છે. હાલ વર્ષ 2025 – 26 માટે સમરસ હોસ્ટેલ એડમિશન ની જાહેરાત 23 મે 2025 ના રોજ સમરસ હોસ્ટેલ ગુજરાતની સત્તાવાર વેબસાઈટ પર બહાર પાડવામાં આવેલી છે. આ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર સમરસ હોસ્ટેલમાં એડમિશન માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે, અને ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 30 જુન 2025 છે.

  • સમરસ હોસ્ટેલ એડમિશન માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?
  • ઓનલાઇન અરજી કરવા માટે પાત્રતાના ધારાધોરણો શું છે?
  • ઓનલાઇન અરજી કોણ કરી શકે?
  • ઓનલાઇન અરજી કરવા માટે આગલા વર્ષમાં કેટલા ટકા હોવા જોઈએ?
  • કઈ કઈ સિટીમાં સમરસ હોસ્ટેલ આવેલી છે?
  • કયા કયા અભ્યાસક્રમ માટે એડમિશન મળી શકે?

આવા તમામ પ્રશ્નોના જવાબ તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે.

સમરસ હોસ્ટેલ એડમિશન 2025

આર્ટિકલ સમરસ હોસ્ટેલ એડમિશન વર્ષ 2025-26
લાભાર્થી કોલેજમાં અભ્યાસ કરતા યુવા યુવતીઓ
લાભહોસ્ટેલ માં રહેવા અને જમવાનું બિલકુલ ફ્રી
અરજી પ્રક્રિયા ઓનલાઇન
ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ 23 મેં 2025
અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2025
અરજી કરવાની વેબસાઈટ https://samras.gujarat.gov.in/

સમરસ હોસ્ટેલ માં કોને એડમિશન મળી શકે?

  • કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ 2025 26 ના શૈક્ષણિક વર્ષ માટે સમ્રાટ કુમાર અને કન્યા છાત્રાલયમાં એડમિશન મળી શકે છે

સમરસ હોસ્ટેલ કયા કયા સિટીમાં આવેલી છે?

  • અમદાવાદ ભુજ વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર આણંદ હિંમતનગર પાટણ મોડાસા ખાતે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય આવેલી છે.
  • ગાંધીનગર ખાતે સમરસ કુમાર છાત્રાલય આવેલી છે.

સમરસ હોસ્ટેલ એડમિશન માટે પાત્રતાના ધારા ધોરણો

  • સમરસ હોસ્ટેલમાં એડમિશન કરવા ઈચ્છતા ઉમેદવારો માટે અગાઉના વર્ષમાં 50 ટકા ગુણ મેળવેલા હોવા જરૂરી છે.
  • એટલે કે જો કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન મેળવવું હોય તો ધોરણ 12 માં 50% ગુણ મેળવેલા હોવા જોઈએ અને જો.
  • કોલેજના કોઈપણ વર્ષમાં એડમિશન મેળવવું હોય તો તેના આગળના વર્ષમાં ૫૦ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ.

ઓનલાઇન અરજી કરવાની અગત્યની તારીખ

  • પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ https://samras.gujarat.gov.in/ પરથી ગ્રુપ 1 ( મેડિકલ સિવાય ) તથા ગ્રુપ 2 માટે તારીખ 23.5.2025 થી 30.6.2025 સુધી અને ગ્રુપ 3 માટે તારીખ 23.5.2025 થી 20.6.2025 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સમરસ હોસ્ટેલ માં એડમિશન કરવા ઈચ્છતા ઉમેદવારો એ નિયત તારીખ માં સત્તાવાર વેબસાઈટ https://samras.gujarat.gov.in/ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

અગત્ય લિંક

સમરસ હોસ્ટેલ એડમિશન વર્ષ 2025- 26 નોટિફિકેશન
સત્તાવાર વેબસાઈટ https://samras.gujarat.gov.in/
અન્ય માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment