નમો લક્ષ્મી યોજના | Namo Laxmi Yojna | દીકરીઓને ભણવામાં મદદ કરતી નમો લક્ષ્મી યોજનામાં આવ્યા મોટા ફેરફાર.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ધાર મૂકવામાં આવે છે. રાજ્યની વધુને વધુ દીકરીઓને પ્રાથમિક શિક્ષણ સુલભ બને તે માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમણે કન્યા કેળવણી રથયાત્રા જેવી અસરકારક શૈક્ષણિક પહેલ શરૂ કરી હતી. જેના પરિણામે રાજ્યની લાખો દીકરીઓ પ્રાથમિક શિક્ષણ મેળવી રહી છે. આજ દિશામાં આગળ વધીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દીકરીઓના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પર ભાર મૂક્યો છે.
પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ આર્થિક અસક્ષમતાઓને કારણે દીકરીઓને શિક્ષણ છોડી દેવું ન પડે અને વધુને વધુ દીકરીઓ પોતાનું સંપૂર્ણ શાળા કે શિક્ષણ પૂરું કરે તેવા ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ વર્ષે નમો લક્ષ્મી યોજના નો શુભારંભ કરાવ્યો હતો. આ વર્ષના બજેટમાં આ યોજના માટે ₹1,250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીનીઓને આ ચાર વર્ષ દરમિયાન કુલ રૂપિયા 50,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે યોજના અમલી થઈએથી અત્યાર સુધીમાં રાજ્યની લગભગ દસ લાખ વિદ્યાર્થીનીઓને કુલ રૂપિયા 138 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.
આને પણ વાંચો અંગ્રેજી શીખવા માટેની બેસ્ટ એપ્લિકેશન અહીં ક્લિક કરો
નમો લક્ષ્મી યોજના હેઠળ લાભાર્થીઓની પાત્રતાના નિયમો.
પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે રાજ્યની દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ સહાય મળવાપાત્ર છે.
નમો લક્ષ્મી યોજના હેઠળ સહાય મેળવવા માટેની પાત્રતા નીચે મુજબ છે.
- રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ આઠ નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવ માં પ્રવેશ મેળવેલ હોય, અથવા
- રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં RTE અંતર્ગત પ્રવેશ મેળવીને ધોરણ 1 થી 8 નો અભ્યાસ પૂર્ણ કરીને ધોરણ નવ માં પ્રવેશ મેળવેલ હોય, અથવા
- ઉપરના બંને પોઇન્ટ સિવાયની વિદ્યાર્થીનીઓને ધોરણ આઠ પૂર્ણ કર્યા બાદ ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય અને જેમના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ કે તેથી ઓછી હોય.
નમો લક્ષ્મી યોજના હેઠળ મળવાપાત્ર આર્થિક સહાય
નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરવા પર પાત્રતા ધરાવતા દરેક વિદ્યાર્થીનીઓને કુલ રૂપિયા 50,000 સુધીની સહાય નીચે મુજબ મળવા પાત્ર રહેશે.
- ધોરણ નવ અને 10 ની મળીને કુલ ₹20,000 ની આર્થિક સહાય ચૂકવવામાં આવશે.
- આ સહાય પૈકી ધોરણ નવ અને 10 માં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 મહિના માટે માસિક રૂપિયા 500 મુજબ વાર્ષિક ₹5,000 પ્રમાણે બંને વર્ષના મળીને કુલ 10000 રૂપિયા ચૂકવવામાં આવશે
- જ્યારે બાકીના 10000 રૂપિયા ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી મળવા પાત્ર રહેશે.
- ધોરણ 11 અને 12 ની મળીને કુલ રૂપિયા 30,000 ની આર્થિક સહાય ચૂકવવામાં આવશે.
- આ સહાય પૈકી ધોરણ 11 અને 12 માં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 મહિના માટે રૂપિયા 750 મુજબ વાર્ષિક ₹7500 પ્રમાણે બંને વર્ષના મળીને કુલ 15000 રૂપિયા ચૂકવવામાં આવશે.
- જ્યારે બાકીના રૂપિયા ૧૫ હજાર ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ મળવા પાત્ર રહેશે.
નમો લક્ષ્મી યોજના ના શું ચારુ સંચાલન માટે “નમો લક્ષ્મી પોર્ટલ” અમલી.
રાજ્યની વિવિધ શાળાઓ દ્વારા આ યોજનામાં શું ચાલુ સંચાલન માટે અલાયદું નમો લક્ષ્મી પોર્ટલ અમલી કરવામાં આવ્યું છે. ધોરણ નવ થી 12 માં ભણતી તમામ વિદ્યાર્થીનીઓની નોંધણી ‘ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટ’ માં થતી હોય છે. તેની સમગ્ર વિગતોને નમો લક્ષ્મી પોર્ટલ પર લઈ જવામાં આવે છે. સંબંધીત શાળાઓના વર્ગ શિક્ષકો જ્યારે પોતાના વર્ગની વિગતો પોર્ટલ પર સિલેક્ટ કરે એટલે તેમને વર્ગમાં ભણતી તમામ વિદ્યાર્થીનીઓનો ડેટા તેમાં જોવા મળે છે. જેમાં વર્ગ શિક્ષકો વિદ્યાર્થીનીઓના આધાર કાર્ડ, શાળાનું આઇડી કાર્ડ, માર્કશીટ, આવકનો દાખલો, બેન્ક ખાતાની પાસબુક ની નકલ, જન્મ તારીખ નો દાખલો અને મોબાઈલ નંબર સહિતના દસ્તાવેજવણી વિગતો દાખલ કરે છે. આ વિગતો વર્ગ શિક્ષકે વિદ્યાર્થીનીના માતા-પિતા પાસેથી મેળવવાની રહે છે.
આને પણ વાંચો : મહિલા અને પુરુષો બંને માટે સરકાર દ્વારા જાહેર 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો સંપૂર્ણ પ્રોસેસ અને ડોક્યુમેન્ટ લિસ્ટ અહી ક્લિક કરો
પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી વહેલામાં વહેલી તકે ચકાસણી પૂરી કરીને જુલાઈ માસમાં જૂન અને જુલાઈની સહાયની રકમ એક સાથે વિદ્યાર્થીની ની માતા અથવા વિદ્યાર્થીનીના સંબંધિત બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની 10 તારીખ સુધીમાં સંબંધિત બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
વિદ્યાર્થીનીઓને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશીપ નો લાભ મળતો હોય તો પણ આ યોજના નો લાભ વધારાના લાભ તરીકે મળવા પાત્ર છે.
આ યોજના આ વય જૂથની દીકરીઓની ઉંમર મુજબની સ્વાસ્થ્ય અને પોષણ સંબંધિત જરૂરિયાતોને પણ પૂર્ણ કરે છે, જેથી તેમના માનસિક અને શારીરિક વિકાસમાં કોઈ પણ પ્રકારની ખામી ન રહે. આ યોજના દીકરીઓના સમગ્ર વિકાસને ધ્યાનમાં રાખીને શિક્ષણ, આરોગ્ય અને પોષણના ક્ષેત્રમાં વ્યાપક સમર્થન પ્રદાન કરે છે. જેથી તેમને આત્મન નિર્ભર અને સશક્ત બનાવી શકાય.
અગત્યની લિંક
ઓફિસિયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |