Gram Sevak Recruitment 2026, ગ્રામસેવક ભરતી 2026, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી 2026, GSSSB Recruitment 2026
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામસેવક સંવર્ગની કુલ 500 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. રસ ધરાવતા ઉમેદવારો ઓજસને સત્તાવાર વેબસાઈટ પરથી 16 એપ્રિલ 2026 થી 7 મે 2026 દરમિયાન ઓનલાઇન અરજી કરી શકશે. ઓનલાઇન અરજી કરવાની ઓજસ ની સત્તાવાર વેબસાઈટ ની ડાયરેક્ટ લિંક નીચે મુકવામાં આવેલી છે ઉમેદવારો અહીંથી પણ ઓનલાઇન અરજી કરી શકશે.
ગ્રામ સેવક ભરતી 2026 લગત અન્ય તમામ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત ઉમર મર્યાદા અરજી ફી અરજી કરવાની અગત્યની તારીખ સિલેક્શન પ્રોસેસ કેવી રીતે થશે તેમજ કેટલો પગાર મળશે તેની તમામ માહિતી અહીં આર્ટીકલમા મૂકવામાં આવેલી છે.

Gram Sevak Recruitment 2026 : ગ્રામ સેવક ભરતી 2026
| ભરતી સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
| પોસ્ટ | ગ્રામ સેવક (વર્ગ -3) |
| કુલ ખાલી જગ્યાઓ | 500 |
| અરજી શરૂ થયા તારીખ | 16 એપ્રિલ 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 07 મે 2026 |
| વેબસાઈટ | Click Here |
કેટેગરી વાઇઝ જગ્યાઓ ની માહિતી
| કેટેગરી | ભરવા પાત્ર ખાલી જગ્યાઓની સંખ્યા |
| જનરલ | 264 |
| EWS | 47 |
| SEBC | 70 |
| SC | 18 |
| ST | 101 |
| કુલ | 500 |
Gram Sevak Recruitment 2026: જિલ્લા વાઇસ જગ્યાઓની માહિતી
| ક્રમ | જિલ્લા પંચાયત | ભરવાપાત્ર કુલ જગ્યાઓની સંખ્યા |
| 1 | અમદાવાદ | 15 |
| 2 | અમરેલી | 24 |
| 3 | આણંદ | 41 |
| 4 | અરવલ્લી | 21 |
| 5 | બનાસકાંઠા | 6 |
| 6 | ભરૂચ | 30 |
| 7 | ભાવનગર | 0 |
| 8 | બોટાદ | 0 |
| 9 | છોટાઉદેપુર | 43 |
| 10 | દાહોદ | 50 |
| 11 | દેવભૂમિ દ્વારકા | 2 |
| 12 | ડાંગ | 4 |
| 13 | ગાંધીનગર | 0 |
| 14 | ગીર સોમનાથ | 0 |
| 15 | જામનગર | 1 |
| 16 | જુનાગઢ | 0 |
| 17 | કચ્છ | 28 |
| 18 | ખેડા | 24 |
| 19 | મહીસાગર | 33 |
| 20 | મહેસાણા | 0 |
| 21 | મોરબી | 0 |
| 22 | નર્મદા | 36 |
| 23 | નવસારી | 1 |
| 24 | પંચમહાલ | 10 |
| 25 | પાટણ | 0 |
| 26 | પોરબંદર | 0 |
| 27 | રાજકોટ | 0 |
| 28 | સાબરકાંઠા | 23 |
| 29 | સુરત | 70 |
| 30 | સુરેન્દ્રનગર | 6 |
| 31 | તાપી | 0 |
| 32 | વડોદરા | 16 |
| 33 | વલસાડ | 16 |
| 34 | વાવ થરાદ | 0 |
| – | કુલ | 500 |
અરજી ફી
- જનરલ કેટેગરી ના ઉમેદવારોને અરજી ફી ભરવાની રહેશે
- આ સિવાયના કોઈપણ કેટેગરીના ઉમેદવારોને અરજી ફી ભરવાની રહેશે નહીં.
- અરજી ફી કેટલી ભરવાની રહેશે તે લગત માહિતી ઓફિસિયલ નોટિફિકેશનમાં મૂકવામાં આવેલી નથી.
વય મર્યાદા
- ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને
- વધુમાં વધુ ઉંમર 35 વર્ષ નક્કી કરવામાં આવેલી છે.
- અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે
શૈક્ષણિક લાયકાત : ગ્રામ સેવક ભરતી 2026
આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવાર પાસે નીચે મુજબની ડિગ્રી હોવી જરૂરી છે.
- bachelor of rural study in Home science
- શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી વાંચવા માટે નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશનને ડાઉનલોડ કરી તેમાં આપેલ શૈક્ષણિક લાયકાત ની માહિતી વિગતવાર મેળવવી.
પગાર
- આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર 26,000 ચૂકવવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી: how to apply for gramsevak recruitment 2026
ઉમેદવાર ઓજસની સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે આ ઉપરાંત નીચે આપેલ ડાયરેક્ટ લિંક દ્વારા પણ ઓનલાઇન અરજી કરી શકે છે
- ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારે સૌ પ્રથમ ઓજસની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જવું અથવા
- નીચે આપેલ ઓનલાઈન અરજી કરો લિંક પર ક્લિક કરવું
- અરજી ફોર્મ માં તમામ માહિતી ભરવી
- જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓનલાઇન ફી ભરવી
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ ફોર્મ ને સબમીટ કરવું
- ભવિષ્યમાં જરૂર પડે તો ઉપયોગમાં લઈ શકાય તે માટે અરજી ફોર્મ ની પ્રિન્ટ મેળવવી.
અગત્યની લીંક
અગત્યની તારીખ
- ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ : 16/04/2026
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 07/05/2026