GPSC Class 1& 2 Recruitment 2026: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ક્લાસ વન અને ક્લાસ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ ટુની કુલ 71 જગ્યાઓ માટે સત્તાવાર ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. યોગ્ય લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે, ઉમેદવારોએ 16 એપ્રિલ 2026 રાત્રિના 13:59 કલાક સુધી જીપીએસસીની સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી અધિકારીને આ ભરતીની તમામ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત ખાલી જગ્યાઓની પોસ્ટવાઇઝ માહિતી પગાર ધોરણ ઉંમર મર્યાદા અરજી ફી તેમ જ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી આ આર્ટિકલમાં મૂકવામાં આવેલી છે.

GPSC Class 1& 2 Recruitment 2026
| ઓર્ગેનાઈઝેશન | ગુજરાત જાહેર સેવા આયોગ |
| જાહેરાત ક્રમાંક | 5/2026-27 |
| પોસ્ટ | ક્લાસ ૧ અને ક્લાસ ૨ |
| ખાલી જગ્યા | 71 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 16/04/2026 11:59 |
| વેબસાઈટ | https://gpsc.gujarat.gov.in/ |
ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી

અગત્યની તારીખો
- નોટિફિકેશન જાહેર થયા તારીખ 02 એપ્રિલ 2026
- ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ 02 એપ્રિલ 2026
- અરજી કરવાની છેલ્લી તારીખ 16 એપ્રિલ 2026
- પ્રિલિમ્સ પરીક્ષાની તારીખ 07 જુન 2026
- મેન્સ પરીક્ષાની તારીખ 05 થી 10 ઓક્ટોબર 2026
શૈક્ષણિક લાયકાત
- આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ.
- શૈક્ષણિક લાયકાતની અને શારીરિક માપદંડની વિગતવાર માહિતી વાંચવા માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી વાંચવું.
ઉમર મર્યાદા
- આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારની લઘુત્તમ ઉંમર મર્યાદા 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ અનુસાર મળતી છૂટછાટ મળવાપાત્ર રહેશે.
અરજી ફી
- બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ ₹100 અરજી ફી ભરવાની રહેશે
- અનામત કેટેગરીના ઉમેદવારોને અરજી ફી ભરવાની રહેશે નહીં.
અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ જીપીએસસીની સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર જવું
- કરંટ એડવર્ટાઈઝમેન્ટ પર ક્લિક કરવું
- હાલ જીપીએસસી દ્વારા ઓનલાઇન અરજી શરૂ હોય તેવી તમામ ભરતીઓ ન લિસ્ટ દેખાશે
- તેમાં જાહેરાત ક્રમાંક 5 /2026 -27 જીપીએસસી ક્લાસ વન ટુ ભરતી શોધવી
- વિગતવાર માહિતી વાંચવા માટે બાજુમાં આપેલ ડિટેલ્સ પર ક્લિક કરવું
- ઓનલાઇન અરજી કરવા માટે બાજુમાં આપેલ apply પર ક્લિક કરવું
- તમારે તમામ માહિતી ભરવી
- શૈક્ષણિક લાયકાત લાગત પ્રમાણપત્રો અપલોડ કરવા
- જો બિન અનામત કેટેગરી ના હોવ તો અરજીથી ઓનલાઇન મોર થ ભરવી
- સંપૂર્ણ ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરવું.
અગત્યની લિંક
સત્તાવાર નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
અન્ય ભરતીઓની માહિતી માટે અહીં ક્લિક કરો
અગત્યની તારીખ
જે ઉમેદવારો જીપીએસસી ક્લાસ વન ટુ ભરતીની રાહ જોતા હોય અને અધિકારી તરીકે ઉચા પગારમાં નોકરી કરવા ઈચ્છતા હોય તેવા તમામ ઉમેદવારોએ 16 એપ્રિલ 2026 રાત્રિના 11:59 વાગ્યા પહેલા જીપીએસસીની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.