Staff Nurse (Ayurveda) Bharti 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સ્ટાફ નર્સ આયુર્વેદ વર્ગ ૩ ની ભરતી અંગેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 13 એપ્રિલ 2026 સમય રાત્રે ના 11: 59 કલાક સુધી ઓનલાઇન અરજી કરી શકશે.
સ્ટાફ નર્સ ભરતી 2026 લગત અન્ય તમામ માહિતી જેમકે પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, સિલેક્શન પ્રોસેસ, અરજી ફી, અરજી કેવી રીતે કરવી તેમ જ અન્ય તમામ માહિતી આ આર્ટિકલમાં મૂકવામાં આવેલી છે. ઉમેદવારોએ અરજી સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in પર જઈ ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે, તેના માટે સત્તાવાર વેબસાઈટ ની ડાયરેક્ટ લિંક પણ નીચે મૂકવામાં આવેલી છે, ઉમેદવારો અહીંથી પણ ડાયરેક્ટ ઓનલાઇન અરજી કરી શકશે.

Staff Nurse (Ayurveda) Bharti 2026
| ઓર્ગેનાઈઝેશન | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
| પોસ્ટ | સ્ટાફ નર્સ (આયુર્વેદ) વર્ગ ૩ |
| જાહેરાત ક્રમાંક | 377/202526 |
| જગ્યા | 90 |
| અરજી મોડ | ઓનલાઇન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 13/4/2026 (11:59 pm) |
| વેબસાઈટ | Click Here |
સ્ટાફ નર્સ ભરતી 2026: ખાલી જગ્યાઓની માહિતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સત્તાવાર જાહેરાત માં જણાવ્યા અનુસાર સ્ટાફ નર્સ વર્ગ ત્રણ આયુર્વેદની આ ભરતીમાં કુલ 90 જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, રસ ધરાવતા ઉમેદવારોએ સમય મર્યાદામાં ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
કેટેગરી વાઈઝ જગ્યાઓ
| કેટેગરી | ખાલી જગ્યા |
| જનરલ | 47 |
| EWS | 09 |
| OBC | 15 |
| SC | 00 |
| ST | 19 |
| કુલ | 90 |
અગત્યની તારીખો
સ્ટાફ નર્સ ભરતી 2026 ની સત્તાવાર જાહેરાત થયા બાદ 30 માર્ચ 2026 ના રોજ થી ઓનલાઈન અરજી શરૂ થઈ ગયેલ છે જ્યારે આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો એપ્રિલ મહિનાની 13 તારીખ સુધી ઉમેદવારો અરજી કરી શકશે.
ઉમર મર્યાદા
- ઉમર મર્યાદા ની વાત કરવામાં આવે તો તારીખ 13 એપ્રિલ 2026 ના રોજ અરજી કરવા માંગતા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી નીચે નહીં અને 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- ઉમર મર્યાદામાં સરકારશ્રીના નિયમ અનુસાર અનામત વર્ગ કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર રહેશે.
પગાર ધોરણ
- આ ભરતીમાં પસંદગી પામેલો ઉમેદવારોને સરકારશ્રીના નિયમ અનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે જેમાં માસિક પગાર ₹40,800 (અંકે રૂપિયા ચાલીસ હજાર આઠસો) પગાર મળવા પાત્ર રહેશે.
- ત્યારબાદ સરકારશ્રીના નિયમ અનુસાર સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ ૫ મુજબ 29200-92300 મળવા પાત્ર રહેશે.
શૈક્ષણિક લાયકાત
- આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ગુજરાત આયુર્વેદિક નર્સિંગ ફેકલ્ટી માંથી ડિપ્લોમા ઓફ આયુર્વેદ નર્સિંગ કોર્સ કરેલ હોવા જરૂરી છે.
- શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી માટે નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશનને ડાઉનલોડ કરી જરૂરથી વાંચવું.
How to apply for staff nurse Ayurveda : ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ ઓજસ ની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જવું
- ત્યાં એપ્લાય ઓનલાઈન સેક્શનમાં આપેલ જીએસએસબી સ્ટાફ નર્સ આયુર્વેદની ભરતી સામે આપેલ અપ્લાય ઓનલાઇન પર ક્લિક કરવું
- ત્યારબાદ અરજી ફોર્મ માં ખુલશે જેમાં તમારે તમામ માહિતી ભરવી
- શૈક્ષણિક લાયકાત લગત તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવા
- અરજી ફી ઓનલાઇન માધ્યમથી ભરવી
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ એક વખત વાંચી વેરીફાઈ કરી અને ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવું
- અરજી ફોર્મસ સબમિટ કર્યા બાદ તેને પ્રિન્ટ મેળવી લેવી.
અગત્યની લીંક
ઓફિસિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો
અગત્યની તારીખ
- ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ : 30 માર્ચ 2026
- અરજી કરવાની છેલ્લી તારીખ : 13 એપ્રિલ 2026 (રાત્રી 11:59 કલાક સુધી)