WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GPSC Recruitment 2026

GPSC Recruitment 2026 GPSC| accountant officer class 2 recruitment 2026 | accountant officer| હિસાબી અધિકારી ભરતી 2026: ગુજરાત સરકારના જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા ગુજરાત સરકારના નાણા વિભાગમાં હિસાબી અધિકારી ક્લાસ 2 ની નવી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. યોગ્ય લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 21 એપ્રિલ 2026 છે.

હિસાબી અધિકારીની આ ભરતી લાગત તમામ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, અરજી ફી, સિલેક્શન પ્રોસેસ, અરજી કરવાની અગત્યની તારીખ તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે લગત તમામ માહિતી આ આર્ટિકલમાં મૂકવામાં આવેલી છે, જેથી જે લોકોને હિસાબી અધિકારીની આ ભરતીમાં રસ હોય તેવા તમામ ઉમેદવારોએ આ આર્ટીકલ ન અંત સુધી અવશ્ય વાંચવું.

Accountant officer requirement 2026

ઓર્ગેનાઈઝેશનજીપીએસસી
ક્રમાંકGPSC 202627/06
પોસ્ટહિસાબી અધિકારી ક્લાસ ટુ
ખાલી જગ્યા20
એપ્લિકેશન મોડઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ21 એપ્રિલ 2026
વેબસાઈટઅહીં ક્લિક કરો

ખાલી જગ્યાઓ

જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી હિસાબી અધિકારી ક્લાસ ટુ ની આ ભરતીમાં કુલ 20 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે.

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતી માટે કોમર્સ ગ્રેજ્યુએટ અને CA/CS કરેલ ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે.
  • આ પદ માટે ઉમેદવાર પાસે બીકોમ , ચાર્ટર્ડ એકાઉન્ટ, ઇન્ડિયન કાઉન્સિલ વર્લ્ડ અફેર્સ , સર્ટિફાઇડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરી ની ડિગ્રી હોવી અનિવાર્ય છે.
  • આ ઉપરાંત ઉમેદવાર પાસે કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી અને ગુજરાતી હિન્દી ભાષા નું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.

વય મર્યાદા

  • આ ભરતી માટે વહી મર્યાદા ની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ
  • અનામત વર્ગ અને મહિલા ઉમેદવારોને નિયમ અનુસારની ઉંમર મર્યાદામાં પાંચથી દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે.

અરજી કરવાની અગત્યની તારીખ

  • આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો 7 એપ્રિલ 2026 થી 21 એપ્રિલ 2026 રાત્રે 11 :59 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

પરીક્ષા ની તારીખ

  • પ્રાથમિક પરીક્ષા બે તબક્કામાં યોજાશે જેમાં પેપર એક સામાન્ય જ્ઞાન 07 જૂન અને બીજું પેપર સંબંધિત વિષય લગત 28 જૂન 2026 ના રોજ યોજાશે
  • મુખ્ય લેખિત પરીક્ષા ડિસેમ્બર મહિનામાં 13 થી 16 તારીખ દરમિયાન યોજાશે.

પગાર ધોરણ

  • આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને પે મેટ્રિક્સ લેવલ 8 મુજબ ₹44,900 થી 1,42,400 સુધી પગાર મળવાપાત્ર રહેશે.
  • આ ઉપરાંત અન્ય સરકારી ભથ્થાઓ પણ મળવાપાત્ર રહેશે.

પરીક્ષા ફી

  • બિન અનામત વર્ગના ઉમેદવારોએ ₹100 + ચાર્જ (પરીક્ષા ફી ચૂકવવાની રહેશે)
  • જ્યારે અનામત વર્ગ એસસી, એસટી, એસઈબીસી , ઇ ડબલ્યુ એસ , દિવ્યાંગ અને પૂર્વ સૈનિકોને ફી ભરવાની થતી નથી.

કેટેગરી વાઈસ ભરતી ની વિગત

  • જનરલ કેટેગરી : 08
  • Ews : 01
  • SEBC : 06
  • SC : 02
  • ST : 03
  • કુલ : 20
  • આ પૈકી કુલ 06 જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે અનામત છે.

પરીક્ષા પેટર્ન

આ પરીક્ષા કુલ ત્રણ તબક્કામાં યોજાશે

  • પ્રિલીમ્સ પરીક્ષા: કુલ 400 માર્ક્સ પેપર એક 200 માર્કસનું તેમજ પેપર બે 200 માર્કસનું હશે અને સમય બંને પેપરમાં ત્રણ ત્રણ કલાક રહેશે.
  • મુખ્ય લેખિત પરીક્ષા: જેમાં કુલ પાંચ પેપર હશે અને કુલ 900 ગુણ હશે
  • ઇન્ટરવ્યૂ: 100 માર્ક.
  • આખરી પસંદગી મુખ્ય પરીક્ષા ના 900 ગુણ અને ઇન્ટરવ્યૂના 100 ગુણ એમ કુલ 1000 ગુણ માંથી મેળવેલા માપના આધારે કરવામાં આવશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

  1. સૌપ્રથમ જીપીએસસીની સત્તાવાર વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in પર જવું
  2. હિસાબી અધિકારીની ભરતી સામે અપ્લાય ઓનલાઇન પર ક્લિક કરવું
  3. તમારી તમામ માહિતી ભરવી
  4. ઓનલાઇન ફી ભરવી
  5. તમામ માહિતી અને ફી ભરાઈ ગયા બાદ ફોર્મ સબમીટ કરવું અને તેની પ્રિન્ટ મેળવવી.

અગત્યની લીંક

ઓફિસિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો

હોમ પજ પર જવા માટે અહીં ક્લિક કરો

અગત્યની તારીખ

  • ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ: 7 એપ્રિલ 2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 21 એપ્રિલ 2026

Leave a Comment