Leptop Sahay Yojna 2026: ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ અગત્યની યોજના ચલાવવામાં આવે છે , આ યોજના એટલે લેપટોપ સહાય યોજના. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને 25000 રૂપિયા સુધીની લેપટોપની ખરીદી કરવા માટેની સહાય ચૂકવવામાં આવે છે. અહીં આપણે લેપટોપ સહાય યોજના 2026 વિશે સંપૂર્ણ માહિતી મેળવશું.

Leptop Sahay Yojna 2026
ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગી ના જે બાળકો છે તેમના માટે આ યોજના ચલાવવામાં આવી રહી છે. આ આર્ટીકલ દ્વારા આપણે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આ યોજનાનો લાભ મેળવવા માટે ની શરતો કઈ કઈ છે? તેમજ આ યોજનાનો લાભ લેવો હોય તો કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે વગેરે વિશે સંપૂર્ણ માહિતી જોઈએ.
લેપટોપ સહાય યોજના 2026: મુખ્ય ઉદ્દેશ્ય
- શ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને ભણતર પાછળનો આર્થિક ખર્ચ ઘટે તે માટે લેપટોપની ખરીદી માટે સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે છે.
આને પણ વાંચો:
PM સ્વનિધિ યોજના 2026: આ યોજના દ્વારા મળશે 50,000 રૂપિયાની લોન. જાણો સંપૂર્ણ માહિતી, અહીં ક્લિક કરો.
યોજનાનો લાભ મેળવવા માટેના ધારાધોરણો:
- ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને ઓલ ઓવર 70 કે તેથી વધુ પર્સન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળશે.
- પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને લેપટોપ ની કિંમત મર્યાદા 50000 ધ્યાને લઈ તેના 50% રકમ અથવા રૂપિયા 25,000 આ બેમાંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે.
- જે વિદ્યાર્થી ઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના સંસ્થા વગેરેમાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલી નો છેલ્લા એક વર્ષથી લેબર વેલ્ફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
- લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદ કરેલ હોવું જોઈએ.
- જે વિદ્યાર્થી ઓએ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં.
- જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપ ખરીદવાનું રહેશે. અને ખરીદ કર્યાના છ માસમાં અરજી કરવાની રહેશે.
આને પણ વાંચો:
ઓનલાઇન અરજી શરૂ 2026:
હાલ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ શરૂ છે. ઓનલાઇન અરજી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ચાલતું સન્માન પોર્ટલ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
👉લેપટોપ સહાય યોજના 2026 અરજી ફોર્મ: અરજી ફોર્મ
👉ઓનલાઇન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ: https://sanman.gujarat.gov.in/
અગત્યની લીંક:
🔗સરકારી ભરતી ની માહિતી માટે: અહીં ક્લિક કરો
🔗સરકારી યોજના ની માહિતી માટે : અહીં ક્લિક કરો
નિષ્કર્ષ
અત્રે શ્રમયોગીઓના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા ચાલતી ખૂબ જ અગત્યની એવી યોજના એટલે કે શ્રમયોગી લેપટોપ સહાય યોજના વિશે અગત્યની માહિતી મેળવી. હાલ આ યોજનાના ઓનલાઈન ફોર્મ શરૂ હોય જેથી ઉપર આપેલ ઓફિસિયલ વેબસાઈટ પર જઈ આજે જ ઓનલાઇન અરજી કરવી. અત્રે લેપટોપ સહાય યોજના નું ફોર્મ પણ મૂકવામાં આવેલું છે. આશા છે અહીં મૂકવામાં આવેલી માહિતી તમને ઉપયોગી થશે.
આવી જ ઉપયોગી સરકારી યોજના અને સરકારી ભરતીની નવીનતમ માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લેવી. આભાર.