WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સોનાના ભાવના રેકોર્ડ સતત તૂટી રહ્યા છો, આટલા મહિનામાં 10 ગ્રામ ની કિંમત 1 લાખને પાર જશે!

gold rate: છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, જ્યારે ચાંદી પ્રતિ કિલો 2000 રૂપિયા જેટલી મોંઘી થઈ છે. આનાથી ગ્રાહકો અને વેપારીઓની ચિંતા વધી ગઈ છે. સોનાના ભાવ આસમાને પહોંચવાના કારણે બજારે આકર્ષણ ગુમાવી દીધું છે.

અમદાવાદ: છેલ્લા દસ દિવસથી સોનુ સતત ટોચના ભાવે જઈ રહ્યું છે, રોજ ભાવમાં થઈ રહેલા વધારાને કારણે માત્ર ગ્રાહકો જ નહીં પરંતુ વેપારીઓની ઊંઘ પણ ઉડી ગઈ છે. આજ સુધી સોનુ ક્યારેય આટલું મોંઘું નહોતું થયું. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, લગ્નની સિઝનમાં લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઊંચા દરે સોનુ ખરીદવા થી લગ્નનું બજેટ વધી રહ્યું છે. એવું પણ થાય છે કે સોનાના ભાવમાં કોઈ વધારો ન હોય પરંતુ ઘટાડો પણ નોંધાયો નથી. સોનુ ઉચ્ચતમ સ્તરને સતત તોડી રહ્યું છે.

છેલ્લા એક અઠવાડિયામાં સોનું પ્રતિ 10 ગ્રામ એટલે કે એક તોલા એ 1600 રૂપિયા જેટલું મોંઘું થયું છે, જ્યારે ચાંદી પ્રતિ કિલો 2000 રૂપિયા મોંઘી થઈ છે. આનાથી ગ્રાહકો અને વેપારીઓની ચિંતા વધી છે. આત્માને પહોંચેલા ભાવોને કારણે બજારે તેનું આકર્ષણ ગુમાવી દીધું છે. દુકાનદારો ગ્રાહકોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

એક તરફ લગ્નની સિઝન ચાલી રહી છે અને તહેવારોની તૈયારીઓ થવાની છે ત્યારે સોના અને ચાંદીના ભાવમાં થઈ રહેલા વધારા એ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આવી સ્થિતિમાં હવે તેના ભાવમાં ક્યારે ઘટાડો થશે તે અંગે પણ સવાલો થઈ રહ્યા છે.

જુના સોનાના દાગીના નો વિનિમય દર પણ પહેલા જેવો જ છે . આજે 22 કેરેટ ના જુના સોનાના દાગીના નો વિનિમય દર પ્રતિ 10 ગ્રામ રૂપિયા 78,000 છે. જ્યારે 18 કેરેટના જુના સોનાના દાગીના નો વિનિમયદર પ્રતિ 10 ગ્રામ રૂપિયા 65 હજાર 700 પર યથાવત છે.

પટના બુલિયન બજાર ના નિષ્ણાંતો કહે છે કે હાલમાં સોનાના ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. કિંમતો આ રીતે વધતી રહેશે. ટૂંક સમયમાં સોનું 90 હજાર રૂપિયાનો આંકડો પાર કરે તેવી શક્યતા છે. આ વર્ષે દરેકને ચિંતા છે કે દિવાળી આવે ત્યાં સુધીમાં તે એક લાખનો આંકડો પહોંચી જશે.

જાણો આજના લેટેસ્ટ સોના ચાંદીના ભાવ.

દરરોજ સોના ચાંદીના અપડેટ ભાવ જોવા માટે ઉપરની લીંક સેવ રાખો.

Leave a Comment