WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ikhedut portal: ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર: કૃષિ વિભાગની એક ડઝન કરતાં વધુ યોજનાઓનો લાભ ખેડૂતોને મળશે.

ikhedut portal :ગુજરાતની વર્તમાન સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે અનેક યોજનાઓ બનાવવામાં આવેલી છે. ખેડૂતો વિવિધ લાભ સંપૂર્ણ પારદર્શક રીતે આપવા માટે આઇ ખેડુત પોર્ટલ સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે. આ poratal ઉપર ખેડૂત યોજનાઓના લાભ આપવામાં આવે છે. તાજેતરમાં કૃષિ વિભાગ દ્વારા એક પ્રેસનોટ જાહેર કરીને નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા છે તે મુજબ યોજનાઓ માટે આઇ ખેડુત પોર્ટલ ત્રણ તબક્કાઓમાં ખુલ્લુ મુકવામાં આવશે. ખેડૂતો આ સમયગાળા દરમિયાન આઇ ખેડુત પોર્ટલ પર જઈ ઓનલાઇન અરજી કરી યોજનાઓનો લાભ મેળવી શકશે. આ પોર્ટલ ઉપર ખોડો ખેડૂતોના હિત માટે કઈ કઈ યોજનાઓનો લાભ આપવામાં આવશે અને ખેડૂતે કઈ તારીખે કઈ યોજના માટે ઓનલાઈન અરજી કરવી અને ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ વગેરે સંપૂર્ણ માહિતી અહીં મૂકવામાં આવેલી છે.

ikhedut portal લેટેસ્ટ યોજનાઓ

ગુજરાત રાજ્યમાં 26 વિભાગ કામ કરી રહ્યા છે જેમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ પણ એક વિભાગ છે આ વિભાગ 21 થી 30 સપ્ટેમ્બરે ગુજરાતમાં ખેડૂતલક્ષી યોજનાઓ માટે ઝોન પ્રમાણે ત્રણ તબક્કાઓમાં ખેડૂતોને લાભ આપવા માટે પોર્ટલ ઓનલાઈન ખુલ્લું મુકશે. જે સમય દરમિયાન ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવશે. આઇ ખેડુતો પોર્ટલ ત્રણ તબક્કામાં ખુલ્લુ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઝોન પ્રમાણે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે

રાજ્યના ચારેય ઝોનના જિલ્લાઓ માટે 21 થી 30 સપ્ટેમ્બર સુધી ઝોન પ્રમાણે સતત 7 દિવસ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવશે. જેમાં નાણાકીય વર્ષ 202425 માટે સરકાર આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવશે. ખેડૂતોએ યોજનાઓનો લાભ લેવા માટે આ સમયગાળા દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. રાજ્યના ખેતી નિયામકની કચેરી એ જિલ્લા વાર સાત દિવસ માટે આઇ ખેડુત તાલ ખુલ્લુ મુકવામાં આવશે.

કઈ કઈ યોજનાઓનો લાભ મળશે?

આઇ ખેડુત પોર્ટલ પર 21 થી 30 સપ્ટેમ્બર સુધી ખેડૂતો નીચે મુજબની યોજનાઓનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકશે.

  1. ખેડૂતો ખેત ઓજાર
  2. એગ્રો સર્વિસ પ્રોવાઇડર
  3. પાક મૂલ્યવૃદ્ધિ
  4. ફાર્મ મશીનરી બેંક
  5. મિલેટ પ્રોસેસિંગ યુનિટ
  6. તાડપત્રી
  7. પાક સંરક્ષણ સાધનો
  8. પાવર સંચાલિત પંપ સેટ
  9. સોલાર પાવર યુનિટ
  10. વોટર કેરિંગ પાઇપલાઇન
  11. રાઈડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટી પર્પઝ ટૂલબર

21 થી 27 સપ્ટેમ્બર સુધી કયા કયા જિલ્લાઓમાં ઓનલાઈન અરજી કરી શકાશે?

  • રાજકોટ
  • મોરબી
  • જામનગર
  • દેવભૂમિ દ્વારકા
  • સુરેન્દ્રનગર
  • કચ્છ
  • સુરત
  • તાપી
  • નવસારી
  • વલસાડ
  • ડાંગ

23 સપ્ટેમ્બર થી 29 સપ્ટેમ્બર સુધી કયા કયા જિલ્લાઓમાં અરજી કરી શકાશે?

  • અમદાવાદ
  • ખેડા
  • આણંદ
  • ગાંધીનગર
  • જુનાગઢ
  • ગીર સોમનાથ
  • પોરબંદર
  • અમરેલી
  • ભાવનગર
  • બોટાદ

24 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી કયા કયા જિલ્લાઓમાં અરજી કરી શકાશે?

  • મહેસાણા
  • પાટણ
  • બનાસકાંઠા
  • સાબરકાંઠા
  • અરવલ્લી
  • વડોદરા
  • છોટાઉદેપુર
  • પંચમહાલ
  • મહીસાગર
  • દાહોદ
  • ભરૂચ
  • અને નર્મદા.

અગત્યની લીંક

ikhedut portal ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment