WhatsApp ગ્રૂપમાં જોડાવો!

વિશ્વની મોસ્ટ હોન્ટેડ હોટલ બે ભૂત ગેટ પર ઉભા રહીને લોકોને પૂછે છે પ્રશ્ન, જાણો આ હોટલ વિશે.

મોસ્ટ હોન્ટેડ હોટલ : વિશ્વમાં ભાગ્યે જ એવું કોઈ શહેર હશે કે જ્યાં ભૂત પ્રેત કે પેરા નોર્મલ એક્ટિવિટી વિશે ચર્ચા થતી ન હોય આ અંગે લોકોના અલગ અલગ મંતવ્યો રહેલા છે કેટલાક લોકો એવું માને છે કે ભૂત જેવી કંઈક વસ્તુ હોય છે અને અમુક લોકોનું કહેવું છે કે આવું કાંઈ હોતું નથી એ માત્રને માત્ર મનનો એક ભ્રમ છે.

એક્ટર્સ રાઈટર સિંગર ડોક્ટર વગેરેની જેમ પેરા નોર્મલ ઇન્વેસ્ટિકેટર્સ કરીને એક પ્રોફેશન હોય છે. જેમાં લોકો આવી વોન્ટેડ જગ્યાઓ પર જઈ અને ત્યાં ભૂત છે કે નહીં તેની તપાસ કરતા હોય છે અને આવી તપાસ કરવા માટે તેમની પાસે ખાસ પ્રકારના ડિવાઇસ પણ હોય છે અને બાદમાં એમનો અનુભવ કેમેરામાં રેકોર્ડ કરીને સમગ્ર દુનિયાને તેઓ બતાવે છે કે આ જગ્યા હોન્ટેડ છે કે નહીં.

તમે ઘણા વોન્ટેડ ઘરો વિશે તો સાંભળ્યું હશે પણ શું તમે ક્યારેય એવી કોઈ હોટેલ વિશે સાંભળ્યું છે કે જ્યાં ભૂત હોટેલ ના ગેટ પાસે ઊભા રહીને ચોકીદારી કરતા હોય અને ત્યાં અંદર આવતા દરેક લોકોને એક પ્રશ્ન પૂછતા હોય. ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં આવી જ એક હોટેલ આવેલી છે જેનું નામ છે “કેસલ બ્રોમવિચ હોલ”. આ હોટેલનું બાંધકામ 1557 થી 1585 વચ્ચે થયું હતું. અને આ હોટેલમાં બે આત્માઓ રહે છે.

થોડા દિવસો પહેલા આ હોટેલમાં પેરા નોર્મલ ઇન્વેસ્ટિગેટર્સની એક ટીમ ત્યાં પહોંચી હતી અને એમને એવો દાવો કર્યો છે કે અહીં ઘણી આત્માઓ છે અને તે હોટેલના દરવાજા પાસે ઊભા રહીને હોટેલમાં આવતા લોકોને એક પ્રશ્ન પૂછે છે. મેરા નોર્મલ ઇન્વેસ્ટિગેટર્સ આ હોટેલમાં પહોંચ્યા ત્યારે હોટેલની બહાર આ ભૂતોએ એમને પૂછ્યું કે શું તેઓ તેમના મિત્ર છે એમણે હા પાડી એ બાદ જ તેઓને અંદર જવા દીધા હતા અને એ બાદ તેમણે હોટેલની અંદર ઘણી એવી એક્ટિવિટી રેકોર્ડ કરી જે સામાન્ય ન હતી.

મેરા નોર્મલ ઇન્વેસ્ટની ટીમ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે અહીં બે આત્માઓ છે અને તે કોઈને નુકસાન પહોંચાડવા માગતી નથી તે બસ આ જગ્યા પર શાંતિથી રહેવા માંગે છે અને આ જગ્યાની રખેવાળી કરે છે તમે પણ આ હોટેલ વિશે વધુ જાણવા ઈચ્છતા હોવ તો તમે google પર કેસલ બ્રોમ વિચ હોલ હોટેલ પેરા નોર્મલ એક્ટિવિટી વિડીયો સર્ચ કરી શકો છો.

આ સિવાય અમેરિકાના કેલિફોર્નિયામાં પણ “સેસિલ” કરીને આવી જ એક હોટેલ આવેલી છે જે હોન્ટેડ હોટલો માની એક ગણાય છે આ હોટેલમાં ઘણા રહસ્યમય મૃત્યુ થયાની ઘટનાઓ સામે આવી છે.

અગત્યની લિંક

આવી જ અન્ય માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment