ભારતમાં રાશનકાર્ડ એક અતિ મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવતા આ કાર્ડ નાગરિકની ઓળખ અને રહેઠાણનો પુરાવો આપે છે વધુમાં તે ઘઉં ચોખા ખાંડ અને કેરોસીન જેવી સબસીડી વાળી ખાદ્ય ચીજોની ખરીદી માટે પણ જરૂરી છે.
રાશનકાર્ડ ના ફાયદા
ઓળખ અને રહેઠાણનો પુરાવો
- રાશન કાર્ડ માનનીય ઓળખ પત્ર અને રહેઠાણ નું પ્રમાણપત્ર છે તેનો ઉપયોગ બેંક ખાતુ ખોલવા માટે પાસપોર્ટ ની અરજી કરવા માટે અને અન્ય સરકારી સેવાઓ મેળવવા માટે થઈ શકે છે.
સબસીડી વાળી પ્રોડક્ટોની ખરીદી
- રાશનકાર્ડ ધારકોને ઘઉં ચોખા ખાંડ અને કેરોસીન જેવી સબસીડી વાળી ખાદ્ય ચીજ વસ્તુઓની ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે આનાથી ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ભોજનની પહોંચ સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે.
સરકારી યોજનાઓના લાભ માટે
- કેટલીક સરકારી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માત્ર રાશન કાર્ડ ધારકો માટે જ ઉપલબ્ધ છે.
રાશન કાર્ડ માટે અરજી કરવાની નીચેના દસ્તાવેજો સબમીટ કરવાની જરૂર પડશે
- આધાર કાર્ડ
- રહેઠાણ નું પ્રમાણપત્ર
- પરિવારના વડા ની ઓળખ નો પુરાવો
- કુટુંબની આવકનો દાખલો
રાશન કાર્ડની માન્યતા સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે તેને રીન્યુ કરવા માટે તમારે તમારા રાજ્યના ખાદ્ય વિભાગને અરજી કરવી પડશે
જો તમારી પાસે રાશન કાર્ડ નથી તો તમે તમારા રાજ્યના ખાદ્ય વિભાગની વેબસાઈટ પર જઈને અથવા નજીકના ખાદ્ય વિભાગની ઓફિસની મુલાકાત લઈને તેના માટે અરજી કરી શકો છો
બાળકનું નામ ઓનલાઇન કેવી રીતે ઉમેરવું
હવે રાતના કાર્ડમાં બાળકનું નામ ઉમેરવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે આ સુવિધા ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા પંજાબ દિલ્હી મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તેલંગણા કેરળ કર્ણાટક તમિલનાડુ પશ્ચિમ બંગાળ ઓડીસા ઝારખંડ છત્તીસગઢ ગોવા, ગુજરાત આસામ માં ઉપલબ્ધ છે મેઘાલય ત્રિપુરા સિક્કિમ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ મિશન અને મણીપુર જેવા રાજ્યોમાં ઉપલબ્ધ છે
ઓનલાઇન અરજી કરવા માટે નીચેના સ્ટેપ અનુસરવાના રહેશે.
- સૌપ્રથમ તમારા રાજ્યના ખાદ્ય વિભાગની વેબસાઈટ https://fcsca.gujarat.gov.in/ પર જવું
- તેમાં એડ મેમ્બર ટુ રાશનકાર્ડ અથવા એડ નેમ ટુ રાશન કાર્ડ જેવી લિંક શોધો
- લિંક પર ક્લિક કરો અને અરજી ફોર્મ ખોલો
- ફોર્મમાં જરૂરી માહિતી ભરો જેમ કે તમારું નામ રાશનકાર્ડ નંબર બાળકનું નામ જન્મ તારીખ રહેઠાણનો પુરાવો આધાર કાર્ડ નંબર વગેરે
- તમારી અરજી સાથે જરૂરી દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરો
- અરજી ફી ચૂકવો
- અરજી સબમીટ કરો.
અરજી સબમેટ કર્યા પછી તમને એક એપ્લિકેશન નંબર પ્રાપ્ત થશે તમે તમારી એપ્લિકેશન નો સ્ટેટસ ચકાસવા માટે આ એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરી શકો છો.
એકવાર એપ્લિકેશનની ચકાસણી થઈ જાય પછી બાળકનું નામ તમારા રાશનકાર્ડમાં ઉમેરવામાં આવશે આ પ્રક્રિયામાં સામાન્ય રીતે 10 થી 15 દિવસ લાગે છે.
રાશન કાર્ડમાં બાળકનું નામ ઉમેરવા માટે જરૂરી દસ્તાવેજો
- રાશન કાર્ડ
- બાળકનો જન્મ પ્રમાણપત્ર
- પરિવારના વડા નું આધારકાર્ડ
રાશન કાર્ડમાં બાળકનું નામ ઉમેરવા માટે ની અરજી ફી કેટલી છે
ઉપરોક્ત નામ ઉમેરવાની ઓનલાઇન સર્વિસ આપતા મોટાભાગના રાજ્યો માં બાળકનું નામ ઉમેરવા માટેની ₹50 અડધી ફી લે છે અત્રે નોંધવું અગત્યનું છે કે રાશનકાર્ડમાં બાળકનું નામ ઉમેરવા માટે બાળકની ઉંમર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ જો બાળકની ઉંમર 18 વર્ષથી વધુ હોય તો તેણે અલગ રાશન કાર્ડ માટે અરજી કરવી પડશે.
મહત્વની લીંક
રાશનકાર્ડમાં પત્ની કે બાળકનું નામ ઉમેરવા માટે ઓનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |