PM Kisan yojna: પીએમ કિસાન યોજના નો 14 મો હપ્તો તમારા એકાઉન્ટમાં આવ્યો કે નહીં આ રીતે ચેક કરો

PM Kisan yojna : પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકારશ્રી દ્વારા 2019 માં શરૂ કરવામાં આવેલ છે કેન્દ્ર સરકાર ખેડૂતોની આર્થિક મદદ કરવા માટે વાર્ષિક ₹6,000 ની નાણાકીય સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં પૂરી પાડે છે આ સહાય કુલ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે પીએમ કિસાન સન્માન નિધિ નો હાલ 14 મો હપ્તો જાહેર કરવામાં આવેલો છે તમારા ખાતામાં આ હપ્તો જમા થયો કે નહીં તે તમે અહીંથી ચેક કરી શકો છો

PM Kisan yojna 14 મો હપ્તો જાહેર

2019 ના વર્ષથી શરૂ કરાયેલી પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે કુલ ત્રણ હપ્તા માં વાર્ષિક ₹6,000 દરેક ખેડૂતોના ખાતામાં સહાયરૂપે આપવામાં આવે છે હાલ પીએમ મોદી દ્વારા 14 માં હપ્તાને જાહેર કરવામાં આવેલ છે મોટાભાગના ખેડૂતોના એકાઉન્ટમાં આ હપ્તો જમા કરવામાં આવેલ હતો તમારા એકાઉન્ટમાં આ હપ્તો જમા થયો કે નહીં તે તમે બેલેન્સ ચેક કરી અને જાણી શકો છો અહીં નીચે સંપૂર્ણ વિગત આપવામાં આવેલી છે તમે ત્યારથી તમારા ખાતામાં 2019 થી અત્યાર સુધી કેટલા હપ્તા કઈ તારીખે જમા થયેલ છે તેની વિગતવાર માહિતી જાણી શકો છો તેમ જ હાલ જાહેર થયેલ ચૌદમાં હપ્તાની રાશિ તમારા ખાતામાં જમા થઈ છે કે નહીં તે તપાસી શકો છો.

PM Kisan yojna નો હપ્તો તમારા ખાતામાં નથી આવ્યો તો સૌપ્રથમ તમારે કરવું પડશે આ કામ

મોટાભાગના ખેડૂતોને તેમની બેંકમાંથી એસએમએસ દ્વારા ₹2,000 ની રાશિ ટ્રાન્સફર થયાની જાણ કરવામાં આવે છે જો તમને આ એસએમએસ મળ્યો નથી તો તમે ફરિયાદ નોંધાવી શકો છો અને તુરંત તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે પરંતુ જો તમારું એકાઉન્ટ ચેક કરતા 14 મો હપ્તો તમારા ખાતામાં જમા ન થયો હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેટલાક સરળ સ્ટેપ વડે તમે જાણી શકો છો કે તમને 14માં હપ્તાના નાણા કેમ નથી મળ્યા.

તમારા એકાઉન્ટમાં પૈસા જમા થયા કે નહીં તે આ રીતે ચેક કરો

  1. સૌપ્રથમ પીએમ કિસાન યોજનાની અધિકૃત વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ
  2. હોમપેજ પર પૂર્વ ખૂણા હેઠળ લાભાર્થી સ્થિતિ પર ક્લિક કરો
  3. એક નવું પેજ ઓપન થશે અહીં તમારો રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર એન્ટર કરો
  4. નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરો
  5. ગેટ ડેટા પર ક્લિક કરો
  6. તમારું સ્ટેટસ તમારી સામે દેખાશે અહીં તમને ખબર પડશે કે તમારા પૈસા જમા થયા છે કે નહીં

પૈસા જમા ન થતા હોય તો શું કરવું જાણો માહિતી

જો તમને પીએમ કિસાન સન્માન નિધિના 14માં હપ્તાના પૈસા હજુ સુધી મળ્યા નથી તો ચિંતા કરવાની જરૂર નથી તમે તમારી ફરિયાદ પીએમ કિસાન યોજના ની સત્તાવાર ઈમેલ આઇડી pmkisan-ict@gov.in પર નોંધાવી શકો છો આ ઉપરાંત તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન ના નંબર 155261, 1800115526 અથવા 011-23381092 પર કોલ પણ કરી શકો છો અને તમારા એકાઉન્ટ વિશેની પૂછપરછ કરી શકો.

પીએમ કિસાન યોજના ની લેટેસ્ટ યાદી ચેક કરો.

પીએમ કિસાન યોજના અંતર્ગત અમુક સમયાંતરે ગામની યાદીને અપડેટ કરવામાં આવતી હોય છે જેમાં બોગસ નોંધાયેલ ખેડૂતોને આ લિસ્ટમાંથી બહાર કાઢવામાં આવતા હોય છે તેમજ નવા રજીસ્ટર થયેલ ખેડૂતોને આ યાદીમાં સમાવવામાં આવતા હોય છે અહીં નીચે તમામ ગામ વાઈઝ પીએમ કિસાન યોજના ની નવી અપડેટ કરેલ યાદી આપવામાં આવેલી છે તમારું રાજ્ય જીલ્લો અને ગામ સિલેક્ટ કરતા આખા ગામની યાદી તમે ચેક કરી શકો છો જેના દ્વારા તમે જાણી શકશો કે તમારા ગામમાં પીએમ કિસાન યોજના અંતર્ગત નોંધાયેલા ખેડૂતો કેટલા છે અને તેમાં તમારું નામ છે કે નહીં જો આ યાદીમાં તમારું નામ નહીં હોય તો આવનાર પીએમ કિસાન યોજના નો હપ્તો તમને મળવાપાત્ર થશે નહીં માટે આ યોજનાનો લાભ લેવા માટે આ યાદીમાં તમારું નામ હોવું આવશ્યક છે જો તમારું નામ આ યાદીમાં જોવા ન મળે તો તમારા ગામના તલાટી મંત્રી નો સંપર્ક કરવો અને ખૂટતી માહિતી પૂરી કરી આ યોજના અંતર્ગત તમારુ નામ રજીસ્ટર કરાવવું.

અગત્યની લિંક

PM Kisan yojna ગામ વાઇઝ યાદીચેક કરો
તમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા કે નહીંચેક કરો
e-KYC કરવા માટેઅહીં ક્લિક કરો
નવુ રજિસ્ટ્રેશન કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

Leave a Comment