WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ચૂંટણી કાર્ડ લગત સંપૂર્ણ માહિતી: ઘરે બેઠા નવું ચૂંટણી કાર્ડ બનાવો કલર કોપી ડાઉનલોડ કરો તેમજ ચૂંટણી કાર્ડમાં ફોટો બદલવાની પ્રોસેસ સમજો

ઘરે બેઠા બનાવો નવું ચૂંટણી કાર્ડ: અત્યાર સુધી ચૂંટણી કાર્ડ બનાવવા માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો અને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હતું, પરંતુ હવે આ કામ ખૂબ જ સરળ થઈ ગયું છે. તમે ઘરે બેઠા તમારા મોબાઇલ દ્વારા અથવા તો તમારા કમ્પ્યુટર દ્વારા તમારું નવું ચૂંટણી કાર્ડ ઓનલાઇન બનાવી શકો છો, અને આ ચૂંટણી કાર્ડ માત્ર 10 દિવસમાં તમારા ઘરે આવી જશે. જાણો ચૂંટણી કાર્ડ ઓનલાઇન કેવી રીતે બનાવવું તેની સ્ટેપ વાઇઝ માહિતી

Make voter id at home

પોસ્ટ ટાઈટલઘરે બેઠા બનાવો નવું ચૂંટણી કાર્ડ
ઉપયોગ ઇલેક્શનમાં વોટ આપવા માટે
ઉંમર મર્યાદા18 વર્ષ પૂરા થયાં બાદ
પ્રોસેસઓનલાઈન
વેબસાઈટhttps://voters.eci.gov.in/

વોટર આઇડી કાર્ડ શા માટે જરૂરી

વોટર આઇડી કાર્ડ એ દરેક નાગરિકનો એક મહત્વપૂર્ણ ઓળખનો દસ્તાવેજ છે, વધુમાં 18 વર્ષની ઉંમર પૂર્ણ થઈ થયા બાદ મત આપવાનો અધિકાર દરેક નાગરિકનો હોય છે, પરંતુ મત આપવા માટે વોટર આઇડી કાર્ડ આવશ્યક દસ્તાવેજ છે. જો તમારી પાસે વોટર આઇડી કાર્ડ નહીં હોય તો તમે ક્યારેય કોઈપણ ચૂંટણીમાં મત આપી શકશો નહીં, દરેક નાગરિકે મત આપવું એ તેમનો જન્મ સિદ્ધ અધિકાર છે અને તેમણે પોતાના પાંચ વરસના કાર્યકર નેતાને ચૂંટવા માટે મત આપવો એ ખૂબ જ જરૂરી બની રહે છે., માટે દરેક યુવાને કે જેમણે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરેલી હોય તે દરેકે વોટર આઇડી કાર્ડ અવશ્ય બનાવવું જોઈએ. અહીં તમે ઘરે બેઠા ચૂંટણી પંચની ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકો છો અને તમારું ચૂંટણી કાર્ડ સરળતાથી ઘરે બેઠા બનાવી શકો છો, જેના સરળ પગલાં નીચે મુજબ છે.

આ રીતે ઓનલાઇન નવું ચૂંટણી કાર્ડ બનાવો

તમારે તમારું કે તમારા ઘરના કોઈપણ સભ્યનું નવું ચૂંટણી કાર્ડ બનાવવા માટે નીચે મુજબના સ્ટેપને અનુસરવાના થશે

  1. સૌપ્રથમ ચૂંટણી પંચની ઓફિસિયલ વેબસાઈટ https://voters.eci.gov.in/ પર જાઓ
  2. હોમ પેજ પર નેશનલ વોટર સર્વિસ પોર્ટલ પર ક્લિક કરો
  3. ત્યારબાદ અપ્લાય ઓનલાઈન વિભાગમાં નવા મતદારની નોંધણી પર ક્લિક કરો
  4. અહીં ફોર્મ 6 ડાઉનલોડ કર્યા બાદ તેમાં માંગવામાં આવેલ તમામ માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  5. ભરેલા ફોર્મ માં દાખલ કરેલ તમામ માહિતીઓને ચેક કરો અને દરેક માહિતી સાચી ભરાયેલ હોય તો સબમેટ બટન પર ક્લિક કરો..
  6. ત્યારબાદ તમારા દ્વારા દાખલ કરેલ ઇમેલ આઇડી પર એક લિંક આવશે
  7. આ લીંક દ્વારા તમે વોટર આઇડી કાર્ડ એપ્લિકેશન સ્ટેટસને સરળતાથી ટ્રેક કરી શકશો

ઓનલાઇન અરજી કર્યા બાદ તમારૂ ચૂંટણી કાર્ડ 10 દિવસની અંદર તમારા ઘરે પોસ્ટ દ્વારા પહોંચાડવામાં આવશે

ચૂંટણી કાર્ડની પ્રિન્ટ મોબાઈલથી ડાઉનલોડ કેવી રીતે કરવી

તમારે ફક્ત ચૂંટણી પંચની વેબસાઇટની મુલાકાત લેવાની છે. ઓનલાઈન અરજી કર્યા પછી, તમારું મતદાર આઈડી કાર્ડ અઠવાડિયાથી 10 દિવસમાં તમારા ઘરે પહોંચાડવામાં આવશે.

કલર ચુંટણી કાર્ડને આ રીતે કરો ડાઉનલોડ

  • તમારા નવા ચૂંટણી કાર્ડ ની ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ થોડા દિવસો પછી તમે ચૂંટણી કાર્ડની ઓફિસિયલ વેબસાઈટ https://voters.eci.gov.in/ પર તમારા ચૂંટણી કાર્ડ નું સ્ટેટસ જાણી શકો છો
  • અને તમારો ચૂંટણી કાર્ડ ઓનલાઇન બની ગયા બાદ તમે તેને તમારા મોબાઇલ દ્વારા ડાઉનલોડ કરી શકો છો
  • તમારો ચૂંટણી કાર્ડ મોબાઈલ દ્વારા ડાઉનલોડ કરવા માટે ચૂંટણી પંચની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવી
  • અહીં ડાઉનલોડ કલર વોટર આઇડી પર ક્લિક કરો
  • તમારું ચૂંટણી કાર્ડ પીડીએફ તમારા મોબાઇલમાં ડાઉનલોડ થશે.

ચૂંટણી કાર્ડમાં ફોટો બદલવાની પ્રોસેસ.

મહત્વની લીંક

નવું ચૂંટણી કાર્ડ બનાવવા માટેઅહીં ક્લિક કરો
કલર ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment