WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GSEB HSC Science result 2023:

GSEB HSC Science result 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ની અખબારી યાદી જણાવે છે, કે માર્ચ 2023 માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org પર તારીખ 02 મે 2023 ના રોજ સવારના 9:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો નંબર ક્રમાંક / સીટ નંબર ભરીને મેળવી શકશે.

ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ 2023

વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે, વિદ્યાર્થીઓના ગુણો પત્રક પ્રમાણપત્ર અને એસઆર શાળા વાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી દફતર ચકાસણી નામ સુધારા ગ્રુપ સુધારા ગુણ તુટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂના ના નિયત ફોર્મ ગુણક પત્ર અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.જેની શાળાઓના આચાર્યશ્રીઓ વાલીઓ વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધીતો એ નોંધ લેવી.

GSEB HSC Science result 2023

પોસ્ટનું નામ GSEB HSC Science result 2023
બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષાનું નામધોરણ 12 સાયન્સ
ધોરણ 12 સાયન્સ ના કુલ વિદ્યાર્થીઓ1.26 લાખ
રીઝલ્ટ ની તારીખ 02/05/2023
વેબસાઈટwww.gseb.org

આવતીકાલે જાહેર થશે 12 સાયન્સનું પરિણામ

બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે, આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે વિદ્યાર્થીઓ જોઈ શકશે. સવારે 9:00 વાગ્યે વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ જોઈ શકાશે. તો સાથે જ ગુજકેટ નું પરિણામ પણ આવતીકાલે જાહેર થશે.

બોર્ડ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ મુજબ વિદ્યાર્થીઓ ઓફિસિયલ વેબસાઈટ પરથી સવારે 10 વાગ્યાથી બેઠક ક્રમાંક એન્ટર કરી અને પરિણામ મેળવી શકશે. આ પરિણામ ઓનલાઇન જ હશે.

પરિણામ ચેક કરવાની રીત

ધોરણ 12 સાયન્સનું પરિણામ બે રીતે ચેક કરી શકાશે

રીત 01 : પરિણામ ઓનલાઇન જોવાની રીત

  • ધોરણ 12 સાયન્સનું પરિણામ આવતીકાલે તારીખ 02 /05 / 2023 ના રોજ સવારે 9:00 કલાકે જાહેર થશે
  • પરિણામ જોવા માટે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org ઓપન કરો
  • તેમાં તમારા ધોરણ 12 સાયન્સ નો પરીક્ષા નંબર / સીટ નંબર દાખલ કરો એટલે તમારું રિઝલ્ટ જોઈ શકાશે

રીત 02: whatsapp દ્વારા તમારું રિઝલ્ટ જોઈ શકાશે

  • GSEB SCIENCE RESULT whatsapp number 6357300971 તમારા મોબાઇલમાં સેવ કરો
  • ત્યારબાદ આ નંબર પર તમારો 12 સાયન્સ નો સીટ નંબર મેસેજ કરો
  • બસ માત્ર આ નંબર પર તમારો 12 સાયન્સ નો સીટ નંબર મેસેજ કરતા ની સાથે જો તમને whatsapp પર તમારું બાળક સાયન્સનું પરિણામ મોકલવામાં આવશે અને તમે જોઈ શકશો

ધો.12 સાયન્સનું રિઝલ્ટ જોવાની અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઈટ પરથી તમારું પરિણામ જોવા માટેઅહીં ક્લિક કરો
💥 દરેક માહિતી નિયમિત મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment