WhatsApp ગ્રૂપમાં જોડાવો!

હોળી પર કલર થી બચાવો તમારી સ્કીનને…..ગમે તેવો પાકો કલર બે મિનિટમાં નીકળી જશે

હોળી પર કલર થી બચાવો તમારી સ્કીનને: હોળી એ રંગોનો ઉત્સવ છે, અને હિન્દુ ધર્મમાં હોળીનું ખૂબ જ મહત્વ રહેલું છે, હોળીની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે, હોળી પર લોકો ધૂળેટીને દિવસે રંગ ઉડાડે છે. અને આ રીતે હોળીની ઉજવણી કરે છે, પરંતુ આજકાલ બજારમાં કેમિકલ વાળા અને પાક્કા કલર મળી રહ્યા છે, જે આપણી સ્કિન પર અને વાળ પર ઉડવાથી આસાનીથી નીકળતા નથી, આ પોસ્ટમાં આપણે પાકા કલરથી સ્કીનને સલામત રાખવાની ટીપ્સ ની માહિતી મેળવીશું.

Holi skin Tips

  • તમે જ્યારે પણ હોળી પર રંગથી રમવા જાવ ત્યારે ખાસ કરીને તમારી સ્કિન પર કોપરેલ તેમજ બીજા કોઈ પણ પ્રકારનું બોડી લોશન લગાવવું જોઈએ, આવું કરવાથી સ્કીન પર સીધી કલરની કોઈ અસર નહીં થાય, આ એક ઘરેલુ ટીપ્સ છે, જે સરળતાથી ઉપલબ્ધ છે, અને જરાય ખર્ચા નથી, દરેક લોકો માટે બેસ્ટ છે.
  • જો બપોરે હોળી રમવાનો પ્લાન કરી રહ્યા છો, તો ખાસ કરીને ઘરની બહાર નીકળો એના અડધા કલાક પહેલા સન સ્ક્રીન લોશન લગાવવું જોઈએ, અને પછી બહાર નીકળવું… આમ કરવાથી સ્કીમને તડકાની અને સાથે સાથે કલરની પણ કોઈ અસર થશે નહીં, સન સ્ક્રીન લોશન સ્કીનને ઘણી રીતે નુકસાન થતી બચાવે છે.
  • તમારી સ્કિન પર કોઈ પાકો કલર લગાવી દીધો છે, અને સરળતાથી તે ન નીકળે તો તમે ખાસ કરીને ટામેટાનો ઉપયોગ કરવો જોઈએ, ટામેટાની પેસ્ટથી તમે સરળતાથી સ્કિન પર લાગેલો કલર કાઢી શકો છો, આ માટે એક ટામેટું લઈ અને એની લાંબી ચીર કરી લો, પછી આ ચીરને હળવા હાથે સ્કીન પર ઘસવી…. આમ કરવાથી પાકો કલર તરત જ નીકળી જશે, ખાસ ધ્યાન એ રાખો કે આવી વખતે ટમેટું વજન આપીને ઘસવાનું નથી.
  • પાકા કલરને સરળતાથી કાઢવા માટે તમે મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો. આ મલાઈ હોળી રમવા જતા પહેલા અને પછી લગાવી શકાય છે, આ માટે તમે થોડી મલાઈ લો અને બે હથેળીમાં ઘસી લો. પછી આનાથી ચહેરા પર મસાજ કરો… આમ કરવાથી કલર નીકળી જશે, હોળી રમવા જતાં પહેલા તમે આ મલાઈ લગાવો તો કોઈ કલર સ્કીન પર વધારે અસર કરતો નથી.

હોળીના રંગોથી વાળ સલામત રાખવાની ટીપ્સ

  • હોળી રંગોનો તહેવાર છે, આ તહેવારોમાં રંગોથી રમવાની દરેકને મજા આવે છે. ધુળેટીના તહેવારમાં વાળનું અનેક રીતે ધ્યાન રાખવું પડે છે, આ દિવસે તમે હેર કેર સારી રીતે કરતા નથી તો તમારા વાળને અનેક ગણું નુકસાન થાય છે. આ સાથે જ વાળમાં કલર જાય છે અને વાળની રફનેસમાં વધારો થાય છે…. તો જાણો હોળીના કેમિકલ વાળા કલરથી વાળને કેવી રીતે બચાવવા.
  • હોળીના રંગોથી વાળને બચાવવા માટે સૌપ્રથમ…. પહેલી બાબત એ ધ્યાનમાં રાખો કે તમારા વાળ કોરા ના હોય… કોરા વાળમાં રંગ લાગે છે તો સરળતાથી રંગ નીકળતો નથી અને અનેક ગણું નુકસાન થાય છે
  • હોળીના રંગોથી વાળને બચાવવા માટે હેર ઓઇલ કરવું જોઈએ અને પછી રંગોથી રમવું જોઈએ.. તમને એક વાત જણાવી દઈએ કે હોળીના રંગોથી આપણા વાળને અનેક ગણું નુકસાન થાય છે તેથી તમે વાળમાં તેલ નાખો છો તો વાળ શેફ રહે છે.. આ સાથે જ હેર ઓઇલ કરવાથી વાળમાં લાગેલો કલર પણ જલ્દીથી નીકળી જાય છે, કલર તેલ પર લાગે છે જેના કારણે વાળ ડેમેજ થતા નથી અને વાળ સારા રહે છે.
  • હોળી રમવા જાઓ ત્યારે ક્યારેય પણ વાળ ખુલા રાખીને જવાની ભૂલ કરશો નહીં, વાળ ખુલા રાખવાથી તમારી સ્કિન અને વાળ બંનેને ઘણું નુકસાન થાય છે.

અગત્યની લીંક

વધુ માહિતી માટે અહિં ક્લિક કરો
અન્ય હેલ્થ ટિપ્સ માટેઅહીં ક્લિક કરો

ધુળેટી કઈ તારીખે છે?

✔️ 8 માર્ચ 2023

Leave a Comment