રેલ વિભાગ દ્વારા 11,127 આસિસ્ટન્ટ લોકો પાયલેટની બમ્પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, જાણો કેટલો મળશે પગાર અને કેવી મળશે સુવિધાઓ.
RRB ALP Bharti 2026: ભારતીય રેલવે ભાગ દ્વારા સરકારી નોકરી કરવા ઈચ્છતા યુવાનો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. રેલવે ભરતી બોર્ડ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલેટ એ એલપી ની ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી છે. આર આર બી દ્વારા જાહેર કરાયેલા શોર્ટ નોટિફિકેશન મુજબ આ ભરતી દ્વારા કુલ 11 હજારથી વધુ ખાલી જગ્યાઓ માટે લોકો પાયલેટ ની ભરતી કરવામાં આવશે. તાજેતરના વર્ષોની આ સૌથી મોટી ટેકનિકલ ભરતી માનવામાં આવી રહી છે. રસ ધરાવતા ઉમેદવારો 15 મે 2026 થી ઓનલાઈન અરજી કરી શકશે.

ક્યારે શરૂ થશે અરજી?
આ ભરતી માટે અરજી પ્રક્રિયા 15 મે 2026 ના રોજ શરૂ થશે જે 14 જુન 2026 રાત્રિના 11 :59 વાગ્યા સુધી ચાલશે. અરજી કરવા માટે ઉમેદવારોએ રેલવે ભરતી બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ rrbapply.gov.in ની મુલાકાત લેવાની રહેશે. નોંધનીય છે કે આસિસ્ટન્ટ લોકો પાયલેટ ની નોકરી રેલવેની સૌથી પ્રતિષ્ઠિત નોકરીઓ માની એક ગણવામાં આવે છે તેથી ધારી સરકારી નોકરી મેળવવા એ છતાં યુવાનો માટે આ એક ગોલ્ડન તક છે.
કેટલો મળશે પગાર ?
રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાઇલેટ નો પદ સાતમા પગાર પંચના પે લેવલ-2 હેઠળ આવે છે જેના લીધે પસંદગી પામેલ ઉમેદવારોનો બેઝિક પગાર 19,900 થ 35,000 સુધી હોઈ શકે છે. આ ઉપરાંત આસિસ્ટન્ટ લોકો પાયલેટને મોંઘવારી ભથ્થું ઘરભાડું અને અન્ય રેલવેના ભથ્થાઓ તેમજ ઓવર ટાઈમ જેવી બીજી અનેક સુવિધાઓ પણ મળતી હોય છે. જેના લીધે ઉમેદવારનો કુલ માસિક પગાર વધુ ઊંચો જઇ શકે છે.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલો હોવો જોઈએ. તેની સાથે સંબંધ રીતે ટ્રેડ જેમકે ફીટર ઇલેક્ટ્રિશિયન ડીઝલ મિકેનિક વગેરેમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ. એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો પણ અરજી કરવા પાત્ર છે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર લઘુતમ 18 વર્ષ અને મહત્તમ 30 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી ધારાધોરણો મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.
ભરતી પ્રક્રિયા કેટલા તબક્કામાં યોજાશે?
રેલવે લોકો પાયલોટ ની આ ભરતી નોટિફિકેશન માં જણાવ્યા અનુસાર કુલ ચાર તબક્કામાં વહેંચાયેલી છે. ઉમેદવારોની પસંદગી માટે સૌથી પહેલા કમ્પ્યુટર આધારિત પરીક્ષા CBT 1 : પ્રારંભિક સ્ક્રિનિંગ ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ CBT 2 : ટેકનિકલ અને સામાન્ય વિષયોની મુખ્ય પરીક્ષા લેવાશે. આ બે પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોએ ફરજિયાત કમ્પ્યુટર બેજ એપટીટ્યુડ ટેસ્ટ આપવી પડશે. આ તમામ તબક્કામાં પાસ થયા હોય તેવા ઉમેદવારોને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.
આ પરીક્ષામાં આધાર વેરીફીકેશન ફરજિયાત રહેશે
રેલવેની આ વખતે ભરતી પ્રક્રિયા પારદર્શિતા લાવવા માટે આધાર બેસ્ટ વેરિફિકેશન ફરજિયાત કર્યું છે. ઉમેદવારોના આધારકાર્ડમાં રહેલું નામ અને જન્મ તારીખ તેના 10 મા ધોરણના પ્રમાણપત્ર સાથે મેચ થવું જરૂરી છે.
🔗 Important Links [MUST]
| Link Description | Direct Link |
|---|---|
| Download RRB ALP Indicative Notice PDF | Click Here |
| Apply Online (RRB Portal) | Link Active on 15/05/2026 |
| RRB Official Website | Click Here |
| હોમ પજ | Click Here |
સરકારી ભરતી ની નવીનતમ તમામ માહિતી સૌથી પહેલા મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અથવા નિયમિત અમારી વેબસાઈટની મુલાકાત લો.
આભાર