ચાફકટર સહાય યોજના : કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અનેક યોજનાઓ અમલમાં લાવેલ છે. હાલ આઇ ખેડુત પોર્ટલ ઉપર ખેતીવાડીની કુલ 28 જેટલી યોજનાઓના ફોર્મ ભરવાના અત્યારે શરૂ થઈ ગયેલ છે. જેમાં ટ્રેક્ટર સહાય યોજના, ગોડાઉન લોન સહાય યોજના, તાલપત્રી સહાય યોજના, કલ્ટીવેટર સહાય યોજના, સાફ કટર સહાય યોજના વગેરે… સરકારશ્રી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે પશુપાલનની યોજનાઓ ખેતીવાડીની યોજનાઓ મધ્ય પાલનની યોજનાઓ અને બાગાયતીની યોજનાઓ જેવા વિવિધ વિભાગોની અનેક યોજનાઓના ફોર્મ ભરવાના ઓનલાઈન અત્યારે શરૂ થઈ ગયેલ છે. તમારે જે પણ યોજનાનો લાભ લેવો હોય તેના માટે સત્તાવાર પોર્ટલ આઇ ખેડૂત પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અગાઉ અમે આઇ ખેડુતો પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેના વિશે વિગતવાર માહિતી આપેલી હતી અને અહીં નીચે લિંક મૂકવામાં આવેલી છે જેના દ્વારા તમે જાણી શકશો કે આઇ ખેડુત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવા માટેના પાત્રતાના નિયમો શું છે? તમારે અરજી કરવા માટે કેટલા ડોક્યુમેન્ટ ને સાથે રાખવા જરૂરી છે? તેમજ કઈ યોજના માટે કેટલા રૂપિયાની સબસીડી સહાય મળશે વગેરેને તમામ માહિતી તમે આ આર્ટીકલ દ્વારા જાણી શકશો. અહીં ચાપ કટર સહાય યોજના વિશેની વિગતવાર માહિતી તમે આ આર્ટીકલ દ્વારા જાણી શકશો, તેમજ અન્ય યોજનાઓની વિગતવાર માહિતી નીચે લિંક દ્વારા મૂકવામાં આવેલી છે.
ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનોની મદદ લેવી પડે છે જેથી સમય અને શક્તિની બચત થાય આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન હોય છે પરંતુ આવા કીમતી સાધનોની ખરીદી ઉપર ગુજરાત સરકાર દ્વારા સબસીડી આપવામાં આવી રહી છે. ખેડૂતોને ઇલેક્ટ્રીક મોટર ઓપરેટેડ ચાફ કટર અને એન્જિન આધારિત ચાલતા ચાફ કટરની ખરીદી ઉપર સબસીડી આપવામાં આવી રહી છે અને તેના ઓનલાઈન ફોર્મ અત્યારે શરૂ થઈ ગયેલ છે.
આને પણ વાંચો ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાના 18 માં હપ્તાના નાણા આ તારીખે જમા થશે માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
યોજનાનો મુખ્ય હેતુ.
ખેતી અને પશુપાલન એકબીજા સાથે સંકળાયેલા વ્યવસાયો છે ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરતા હોય છે ખેતીમાં જુવાર બાજરી મકાઈ કે અન્ય પાકોના ઘાસચારા દુધાળા પશુઓને આપવામાં આવે છે પરંતુ ઘાસચારો કાપવામાં ઘણો બધો સમય વપરાય છે છતાં પણ મશીન જેવા ટુકડા થતા નથી તેથી ખેડૂતોને ચાપ કટરની ખરીદી કરવા માટેની સબસીડી આપવામાં આવી રહી છે.
ચાફકટર સહાય યોજના નો લાભ મેળવવા માટે પાત્રતાના નિયમો.
ચાફ કટર સહાય યોજના નો લાભ મેળવવા માટે નીચે મુજબની પાછળ.
- અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
- નાના, સીમાત, તથા મોટા ખેડૂત પ્રકારના અરજદાર હોવા જોઈએ.
- પોતાની જમીન હોવી જોઈએ.
- જંગલ વિસ્તારના ખેડૂતો હોય તો ટ્રાયબલ વન અધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
- અનામત કેટેગરીનો હોય તો જાતિ અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
- સહકારી મંડળીના સભ્ય હોય તો તે અંગેની વિગતો.
- દૂધ ઉત્પાદન મંડળીના સભ્ય હોય તો તે અંગેની વિગતો.
- અરજદાર વિકલાંગ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર.
સહાય ની રકમ
ચાફકટર ની ખરીદી ઉપર 75% સબસીડી અથવા 18000 રૂપિયા બેમાંથી જે ઓછો હોય તે મળવા પાત્ર રહેશે.
જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી.
- ખેતીના 7 12 8 અ ના દાખલા.
- રાશનકાર્ડ નકલ.
- આધાર કાર્ડ ની નકલ.
- જાતિના દાખલા નું પ્રમાણપત્ર. ( અનામત કેટેગરીના હોય તો ).
- લાભાર્થી વિકલાંગ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર.
- સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતોના સંમતિ પત્રક.
આને પણ વાંચો ઘરે બેઠા 7 12 8અ ના ઉતારા ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ચાફ કટર સહાય યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ ઓપન કરવું.
- તેમાં યોજના બટન ઉપર ક્લિક કરો.
- પશુપાલનની યોજનાઓ પર ક્લિક કરો.
- પશુપાલન ની યોજનાઓમાં ક્રમ નંબર છ ઉપર આવેલ પાવર ડ્રિવન ચાફકટર ખરીદી સહાય યોજના ઉપર ક્લિક કરો.
- તેની સામે આપેલ અપ્લાયનાવ બટન ઉપર ક્લિક કરો.
- હવે અરજી ફોર્મ માં ખુલશે જેમાં તમામ માહિતી ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો અને તેની પ્રિન્ટ મેળવો.
ઓનલાઇન અરજી કરવાની અગત્યની તારીખ.
ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે જેની તારીખ 21 સપ્ટેમ્બર 2024 થી 30 સપ્ટેમ્બર 2024 સુધી છે. એટલે કે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 છે. હવે માત્ર બે જ દિવસ બાકી હોય માટે તમામ ખેડૂતોએ તાત્કાલિક ઓનલાઈન અરજી કરી દેવી.
આઇ ખેડુત પોર્ટલ પરથી અન્ય યોજનાઓનો લાભ લેવા માટેની લીંક.
💥 ઓરણી ખરીદી સહાય યોજના | માહિતી માટે અહીં ક્લિક કરો |
💥 ગોડાઉન લોન સહાય યોજના | માહિતી માટે અહીં ક્લિક કરો |
💥 પાવર ટીલર સહાય યોજના | માહિતી માટે અહીં ક્લિક કરો |
💥 તાડપત્રી સહાય યોજના 2024 | માહિતી માટે અહીં ક્લિક કરો |
💥 કલ્ટીવેટર સહાય યોજના | માહિતી માટે અહીં ક્લિક કરો |
💥 કુસુમ સોલાર પાવર યોજના | માહિતી માટે અહીં ક્લિક કરો |
💥 વિવિધ 45 યોજનાઓ ની માહિતી | અહીં ક્લિક કરો |
અગત્યની લિંક
ચાફકટર પાવર ડ્રીવન ખરીદી ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |