WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Indian Navy Musician Bharti 2026

Indian Navy Musician Bharti 2026: શું તમને મ્યુઝિક માં ઇન્ટરેસ્ટ છે? અને જો તમે તેમાં તમારું કરિયર વિચારતા હોવ તો તમારા માટે ઇન્ડિયન નેવી અગ્નિવીર એક ગોલ્ડન ચાન્સ લઈને આવ્યું છે. ઇન્ડિયન નેવી એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં અગ્નિવીર મ્યુઝિક ની ભરતી કરવામાં આવી રહી છે. રસ ધરાવતા ઉમેદવારોએ આ ભરતીમાં અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે ઉમેદવારે ઓફિશિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઇન મોડથી અરજી કરવાની રહેશે.

આ ભરતી તમામ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, મ્યુઝિક અનુભવ, ઉમર મર્યાદા, કેવી રીતે સિલેક્શન થશે, કેટલો પગાર મળશે, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેમ જ ઓનલાઇન અરજી કરવાની તારીખ વગેરેની તમામ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે. તો ઉમેદવારોને વિનંતી છે કે આ ભરતીમાં રસ ધરાવતા હોવ તો આ આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચવો જેથી તમારી તમામ મૂંઝવણ દૂર થઈ જશે.

ઇન્ડિયન નેવી મ્યુઝિસિયન ભરતી 2026

ભરતી ઓર્ગેનાઇઝશનભારતીય નેવી
પોસ્ટ નામઅગ્નિવીર (મ્યુઝીશીયન)
નોકરી નો સમયગાળોચાર વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઇન
વેબસાઈટhttps://www.joinindiannavy.gov.in/

ભરતી લગત માહિતી

  • આ ભરતીમાં માં રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન મોડથી અરજી કરવાની રહેશે,
  • આ ભરતી માટે લગ્ન ન થયેલ પુરુષ અને લગ્ન ન થયેલ મહિલાઓ ઓનલાઈન અરજી કરી શકશે
  • પરિણીત મહિલા અને પુરુષો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકશે નહીં.

અરજી કરવાની તારીખ

આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા યુવા યુવતીઓ માટે સત્તાવાર રીતે પોર્ટલ 11 એપ્રિલ 2026 ના રોજ શરૂ થશે અને 26 એપ્રિલ 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.

શૈક્ષણિક લાયકાત

  • ઇન્ડિયન નેવી અગ્નિવીર મ્યુઝિસિયન ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ધોરણ 10 માં ઓછામાં ઓછા 50 ટકા સાથે પાસ કરેલ હોવું જોઈએ
  • મ્યુઝિક કોર્સ કરેલો હોવો જોઈએ

વય મર્યાદા

અગ્નિ વીર ની આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારનો જન્મ 01 જુલાઈ 2004 અને 31 ડિસેમ્બર 2008 વચ્ચે થયેલ હોવો જરૂરી છે ( બંને તારીખ નો તેમાં સમાવેશ થઈ શકે છે)

પગાર ધોરણ

અગ્નિવીરની ઇન્ડિયન નેવી ની આ ભરતીમાં કુલ ચાર વર્ષ માટે પોસ્ટિંગ આપવામાં આવશે. જેમાં નીચે મુજબનો પગાર મળવા પાત્ર રહેશે.

વર્ષમળવા પાત્ર પગાર ની રકમ (માસિક)
પ્રથમ વર્ષ30000
બીજું વર્ષ33,000
ત્રીજું વર્ષ 36500
ચોથું વર્ષ40000

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  1. સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટની મુલાકાત કરો
  2. ત્યારબાદ તમારું રજીસ્ટ્રેશન કરો અને ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરો
  3. ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ 11 એપ્રિલ 2026 થી 26 એપ્રિલ 2026 વચ્ચે ભરવાનું રહેશે
  4. શૈક્ષણિક લાયકાત અને મ્યુઝિક સર્ટિફિકેટ ને અપલોડ કરો
  5. તમામ માહિતી ભરી અને ફોર્મને સબમીટ કરો
  6. ફોર્મની પ્રિન્ટ મેળવો.

અગત્યની લીંક

ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment