WhatsApp ગ્રૂપમાં જોડાવો!

RBI Recruiment 2026

ધોરણ 10 પાસ ઉપર આરબીઆઈ દ્વારા બમ્પર ભરતી જાહેર, પગાર 46000/-, જાણો ભરતી વિશે સંપૂર્ણ માહિતી.

આરબીઆઈ ભરતી 2026 :

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માં નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે ગોલ્ડન તક સામે આવી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ વર્ષ 2026 માટે ઓફિસ એટેન્ડન્ટ પોસ્ટ માટે નવી ભરતી ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા દેશભરની વિવિધ આરબીઆઈ ઓફિસોમાં કુલ 572 ખાલી જગ્યાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે, ઉમેદવારો એ આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ http://www.rbi.org.in/ પર થી ઓનલાઈન અરજી કરવાની રહેશે છે. આ ભરતી એવા ઉમેદવારો માટે એક સુવર્ણ તકને લઈને આવી છે કે જેઓ માત્ર ધોરણ 10 પાસ છે અને સરકારી નોકરીની શોધમાં છે.

કુલ ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી :

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ ઓફિસમાં કુલ 572 ખાલી જગ્યાઓ છે. જેમાં અમદાવાદ ઓફિસ માટે 29 જગ્યાઓ ફાળવવામાં આવી છે જ્યારે સૌથી વધુ જગ્યાઓ કાનપુર અને લખનઉ 125 તેમજ કલકત્તા ઓફિસ માટે 90 જગ્યા ફાળવવામાં આવેલી છે. આ ભરતી એ સેન્ટ્રલ લેવલની હોવાથી ઉમેદવાર ને જે તે રાજ્યની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.

શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી :

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ બમ્પર ભરતી ની સૌથી અગત્યની ખાસ વાત એ છે કે તે માત્ર ધોરણ 10 પાસ ઉપર જાહેર કરવામાં આવેલી ભરતી છે. એક જાન્યુઆરી 2026 સુધીમાં ઉમેદવાર અંડર ગ્રેજ્યુએટ હોવો જોઈએ. જે ઉમેદવારો ગ્રેજ્યુએટ થઈ ગયા છે અથવા ઉચ્ચ ડિગ્રી ધરાવે છે તેઓ આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકશે નહીં.

ઉંમર મર્યાદા:

અમારું મર્યાદા ની વાત કરવામાં આવે તો ઉમેદવાર ની ઉંમર 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. તેમજ અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ અનુસાર ઉપલી મર્યાદામાં છૂટછાટતેમજ અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ અનુસાર ઉપલી મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

છૂટછાટ : એસસી અને એસટી કેટેગરી ને 05 વર્ષની છૂટછાટ તેમજ ઓબીસી કેટેગરીને 03 વર્ષની છૂટછાટ સરકારશ્રીના નિયમ અનુસાર મળવાપત્ર રહેશે.

પગારધોરણ :

આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારને બેઝિક પે રૂપિયા 24,250/- મળવા પાત્ર રહેશે. જેમાં મોંઘવારી ભથ્થું ઘરભાડું અને અન્ય એલાઉન્સ ઉમેરતા માસિક ગ્રોસ સેલેરી અંદાજે ₹46,029 થાય છે.

સિલેક્શન પ્રોસેસ :

ઉમેદવારોની પસંદગી બે તબક્કામાં કરવામાં આવશે

  1. ઓનલાઇન ટેસ્ટ : ઓનલાઇન ટેસ્ટ માં રીઝનીંગ જનરલ ઇંગલિશ જનરલ અવરનેસ અને ન્યૂમેરિક એબિલિટી ના કુલ 120 પ્રશ્નો પુછાશે
  2. ભાષા પ્રખરતા કસોટી: ઓનલાઇન પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને જે તે રાજ્યની પ્રાદેશિક ભાષા લખતા વાંચતા અને બોલતા આવડવી જરૂરી છે.

મહત્વની તારીખ:

  • ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત 15 જાન્યુઆરી 2026
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી 2026
  • ઓનલાઈન પરીક્ષા ની સંભવિત તારીખ 28 ફેબ્રુઆરી 2026

અરજી ફી :

  • જનરલ, OBC, EWS : ₹450+ GST
  • SC, ST, PwBD : ₹50+GST

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

રસ ધરાવતા ઉમેદવારોએ rbi ની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે

  1. visit આરબીઆઈ ઓફિસિયલ વેબસાઈટ : http://www.rbi.org.in/
  2. ત્યારબાદ opportunity સેક્શન પર જવું
  3. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરો
  4. તમારી તમામ માહિતી ભરો
  5. શૈક્ષણિક સર્ટિફિકેટ અપલોડ કરો
  6. અરજી ફી ભરો
  7. ફોર્મ સબમીટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ મેળવો

અગત્યની લિંક :

આરબીઆઈ ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો

પોલીસ ભરતી ની માહિતી માટે : અહીં ક્લિક કરો

Leave a Comment