WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GSSSB Work Assistant Bharti 2026

GSSSB Work Assistant Bharti 2026: મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક 355/202526 વર્ક આસિસ્ટન્ટની ભરતી જાહેર કરવામાં આવેલી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે.

વર્ક આસિસ્ટન્ટ ભરતી 2026

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 336 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવી રહ્યા છે. ઓનલાઇન અરજી કરવા માટે 16 જાન્યુઆરી 2026 થી 30 જાન્યુઆરી 2026 દરમિયાન ઓન્લી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

કુલ ખાલી જગ્યાઓ

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થયેલ વર્ક આસિસ્ટન્ટ ની આ ભરતીમાં કુલ ખાલી જગ્યાઓ 336 છે.

વય મર્યાદા

  • આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની ઉંમર 30.1.2026 ની સ્થિતિએ 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.
  • અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ અનુસાર મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

આને પણ વાંચો:

પોસ્ટ વિભાગ દ્વારા ધોરણ 10 પાસ ઉપર 30,000 થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર

પગાર ધોરણ

  • આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ માટે ફિક્સ પગાર 26,000/- હજાર રૂપિયા ચૂકવવામાં આવશે.
  • પાંચ વર્ષ બાદ નોકરી સંતોષકારક જણાશે તો સાતમા પગાર પંચ મુજબ પગાર 25,500 થી 81,100 (લેવલ ૪) અને અન્ય ભથ્થાઓ મળવા પત્ર રહેશે.

શૈક્ષણિક લાયકાત

  • વર્ગ આસિસ્ટન્ટની આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા ઇન સિવિલ અથવા તેને સમકક્ષ હોવી જરૂરી છે.
  • શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી વાંચવા માટે નીચે આવેલ સત્તાવાર નોટિફિકેશન મ શૈક્ષણિક લાયકાત વાંચો.

અગત્યની તારીખ

આ ભરતીમાં ઓનલાઇન અરજી 16 જાન્યુઆરી 2026 ના રોજ બપોરે 18:00 વાગ્યાથી શરૂ થશે અને અરજી ફોર્મ 30 જાન્યુઆરી 2026 રાત્રે 23:59 વાગ્યા સુધી શરૂ રહેશે.

આને પણ વાંચો:

સ્ટાફ સિલેક્શન કમિશનર દ્વારા 2026- 27 માં યોજાનાર પરીક્ષાઓનું શેડ્યૂલ જાહેર

અરજી ફી

  • આ ભરતીમાં અરજી કરવા માટે બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોને અરજી ફી તરીકે 400 રૂપિયા ભરવાના રહેશે.
  • અરજી ફી માત્ર ઓનલાઇન માધ્યમથી ભરવાની રહેશે.
  • પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને અરજી ફી પાછી મળવાપાત્ર રહેશે.

👉ઓફિસિયલ નોટિફિકેશન: ઓફિસિયલ નોટિફિકેશન પીડીએફ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

મિત્રો તમારે આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેના સ્ટેપ અનુસરવા પડશે.

  1. સૌપ્રથમ તમારે તમારા મોબાઇલમાં લેપટોપમાં કે કમ્પ્યુટરમાં બ્રાઉઝર ઓપન કરવાનું થશે.
  2. હવે ઓજસ ની ઓફિશિયલ વેબસાઇટ પર જવું.
  3. એમાં ઉપરની સાઈડના મેનોબારમાં ઓનલાઇન એપ્લિકેશન પર જવું.
  4. તેમાં તમારે અપ્લાયના બટન પર ક્લિક કરવાનું રહેશે.
  5. તેમાં તમારે GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને સિલેક્ટ કરવાનું રહેશે.
  6. હાલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી ભરતી શરૂ હશે તે તમામ નું લિસ્ટ ઓપન થશે.
  7. તેમાં વર્ક આસિસ્ટન્ટ જોવા મળશે તેની સામે આપેલ અપ્લાય બટન પર ક્લિક કરો.
  8. હવે અપ્લાય નાઓ બટન પર ક્લિક કરો અને જો રજીસ્ટ્રેશન અગાઉથી કરેલ હોય તો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરી લોગીન થાઓ.
  9. ત્યારબાદ અરજી ફોર્મ માં ખુલશે જેમાં તમારે તમામ માહિતી ભરવાની રહેશે.
  10. ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે.
  11. અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ બટન પર ક્લિક કરો અને તેની એક પ્રિન્ટ મેળવો.

અગત્યની લીંક

વહાલા મિત્રો , અહીં વર્ક આસિસ્ટન્ટ વર્ગ ૩ ની સરકારી ભરતીની અગત્યની માહિતી મૂકવામાં આવેલી છે, આશા છે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે. આવી જ સરકારી ભરતી અને સરકારી યોજનાઓની લેટેસ્ટ જાણકારી માટે અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લેવાનું રાખો.

Leave a Comment