ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી : ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયો છે જ્યારે રાજસ્થાનથી વીતર્પ સુધી ટ્રફ લાઈન સર્જાય છે બીજી બાજુ અરબસાગર થી ઓડિશા સુધી ટ્રફ લાઈન સક્રિય છે.

ગુજરાતમાં પણ ચોમાસાની વહેલી પધરામણી થશે તેવા સંકેત હતા પરંતુ 26 તારીખથી તે જ જગ્યાએ ચોમાસુ નિષ્ક્રિય થયું છે એટલે કે મોનસુન બ્રેક ની સ્થિતિ સર્જાય છે આવા સંજોગોમાં 19 બાદ ચોમાસાને લઈ શુભ સંકેત મળ્યા છે. 19 દિવસ બાદ ચોમાસાને લઈને શુભ સંકેત સામે આવ્યા છે જેમાં ગુજરાતમાં ચોમાસુ બેસવા માટે અતિ કુળ સ્થિતિ જોવા મળી રહી છે તે જોતા ચોમાસું 48 કલાકમાં ગુજરાતમાં બેસી શકે છે.
વરસાદની આગાહીની વાત કરીએ તો સાત દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણની સંભાવના છે હળવાથી લઈને અતિ ભારે વરસાદની સંભાવના છે આજે અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે આવતીકાલે નર્મદા તાપી અને નવસારીમાં ભારે વરસાદનું એલર્ટ છે. ડાંગ, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી છે.
17 જુને અમરેલી ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે જ્યારે ગીર સોમનાથ જુનાગઢ રાજકોટમાં 17 જુન અને 18 જૂનના રોજ ભારે વરસાદની આગાહી છે.
નવસારી વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. સુરત તાપી ડાંગમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે અમરેલી ભાવનગરમાં 17 અને 18 જૂને ઓરેન્જ એલર્ટ છે.
વરસાદની સ્થિતિ લાઈવ જોવા માટે | અહીં ક્લિક કરો |