WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આ ચાર પ્રકારના ખાદ્ય પદાર્થો હાડકાને નબળા પાડે છે, તેનું ઓછી માત્રામાં સેવન કરવું જરૂરી.

Health tips : આપણે જે આહાર લઈએ છીએ તેમાં ઘણા એવા ખોરાકનો પણ સમાવેશ થાય છે જે હાડકાને નબળું પાડે છે. આ ખોરાક ખાવાથી તમારા હાડકાની ઘનતા ઓછી થવા માંડે છે. અને ધીમે ધીમે તમારા હાડકામાં દુખાવો વધવા લાગે છે. શું તમે જાણો છો આવા ક્યાં ખોરાક છે જે ખાવાથી તમારા હાડકા નબળા બને છે? અમે તમને એવા જ કેટલાક ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ જેનું સેવન સાવધાનીપૂર્વક કરવું જરૂરી છે.

વધતી ઉંમર સાથે તમારા હાડકા નબળા થવા લાગે છે. તમે ઓસ્ટીયોપોરોસીસ અથવા સંધિવા જેવી સમસ્યાઓ સાથે સંઘર્ષ કરવાનું શરૂ કરો છો. આવી સ્થિતિમાં કેલ્શિયમથી ભરપૂર ખોરાકનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. આ માટે તમે દૂધ, પનીર દહીં લીલા પાંદડાવાળા શાકભાજી જેમકે પાલક, કાલે, સરસવના પાન, બદામ, તલ, સોયા દૂધ ફોર્ટિફાઈડ જ્યુસનું સેવન કરી શકો છો.

તો શું તમે જાણો છો કે આપણે દરરોજ જે ડાઈટ લઈએ છીએ તેમાં પણ એવા ઘણા ફૂડ સામેલ છે જે હાડકાને નબળા પાડે છે. આ ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી તમારી હાડકાની ઘનતા ઓછી થાય છે અને તમે હાડકાને લગતી અનેક બીમારીઓનો શિકાર બની જાવ છો. અમે તમને એવા જ કેટલાક ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ જેનું સેવન સાવધાની સાથે કરવું જોઈએ.

વધુ પડતું નમકનું સેવન

વધતી ઉંમરની સાથે ખાતરી કરો કે તમે વધુ પડતા નમકનું સેવન નથી કરતા ને. નમકમાં ઘણું સોડિયમ હોય છે જે તમારા હાડકાની ઘનતા ને નુકસાન પહોંચાડે છે અને તમારા હાડકાને નબળા બનાવી શકે છે.

વધુ પડતું ચા અને કોફીનું સેવન

વધુ પડતી ચા અને કોફીનું સેવન તમારા હાડકાની ઘનતા ને પણ નુકસાન પહોંચાડે છે. વાસ્તવમાં તેમાં રહેલ કેફિનની માત્રા હાડકામાંથી કેલ્શિયમ દૂર કરવાનું કામ કરે છે જેના કારણે હાડકા વચ્ચે ઘનતા ઘટી જાય છે.

ગેસ યુક્ત પીણા

ગેસ યુક્ત પીણા પણ તમારા હાડકા ના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આ તમારા શરીરમાં માત્ર સોડા ની માત્રામાં વધારો જ નથી કરતા પરંતુ તમારી હાડકાની ઘનતા પણ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં રહેલું ફો્સર્ફોરિક એસિડ તમારા હાડકાને નબળા બનાવવાનું કામ કરે છે.

વધુ પડતું આલ્કોહોલનું સેવન

વધુ પડતા આલ્કોહોલના સેવનને કારણે કેલ્શિયમની ઉણપ સામાન્ય છે. વાસ્તવમાં આલ્કોહોલમાં વધુ પડતા સેવનને કારણે શરીર કેલ્શિયમને સોસવામાં અસમર્થ બની જાય છે. જે હાડકાની ઘનતા ને અસર કરે છે. જેના કારણે હાડકામાં દુખાવો વધી જાય છે અને નબળા પડવાની પ્રક્રિયા શરૂ થાય છે.

આને પણ વાંચો

હાલ શરદી ઉધરસ ના વાહરા ખૂબ વધારે છે : અહીંથી વાંચો ઘરગથ્થુ સરળ ઈલાજ ની માહિતી.

નિયમિત આટલા દિવસ રોજ સવારે ઊઠે હુંફાળું ગરમ પાણી પીવો : પેટને લગતા અનેક સમસ્યાઓ થશે જળ મૂળથી ગાયબ. વાંચો સંપૂર્ણ માહિતી

કમરના દુખાવાનો સરળ ઘરેલુ ઉપાય : અહીંથી વાંચો માહિતી.

Leave a Comment