PM Awas Yojna 2.0 Online Apply : પ્રધાનમંત્રી આવાસ યોજના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના 2.0 રજૂ કરી રહી છે. તેમાં લોકોને ઘર તૈયાર કરવા માટે આર્થિક સહાયતા આપવામાં આવશે. શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળા તથા મધ્યમ વર્ગના પરિવારો માટે પીએમ આવાસ યોજના 2.0 મંજૂરી આપવામાં આવી છે.
Pradhan Mantri Awas Yojana (PMAY-U 2.0) 2026: પોતાનું ઘર હોવું એ દરેક ભારતીયનું સપનું હોય છે. આ સપનાને પૂરું કરવા માટે ભારત સરકારે પીએમ આવાસ યોજનાના બીજા તબક્કા એટલે કે Pradhan Mantri Awas Yojana (PMAY-U 2.0) 2026 ની જાહેરાત કરી છે. વર્ષ ૨૦૨૬ માં આ યોજના હેઠળ ૧ કરોડ વધારાના પરિવારોને પાકું મકાન આપવાનું ધ્યેય છે. જો તમે પણ શહેરી વિસ્તારમાં રહો છો અને ભાડાના મકાનમાંથી છુટકારો મેળવવા માંગો છો, તો ૨૦૨૬ ના આ નવા નિયમો તમારા માટે માહિતીપ્રદ સાબિત થશે.

Pradhan Mantri Awas Yojana (PMAY-U 2.0) 2026 માં નવું શું છે?
સરકારે આ વખતે Pradhan Mantri Awas Yojana (PMAY-U 2.0) 2026 માં માત્ર ઘર જ નહીં, પણ ‘એફોર્ડેબલ લિવિંગ’ પર ધ્યાન આપ્યું છે. ૨૦૨૬ ના મુખ્ય ફેરફારો નીચે મુજબ છે:
- Interest Subsidy Scheme (ISS): નવા નિયમ મુજબ, ₹૨૫ લાખ સુધીની હોમ લોન પર ૪% સુધીની વ્યાજ સબસીડી આપવામાં આવશે. આ સબસીડી મહત્તમ ₹૧.૮૦ લાખ સુધીની હોઈ શકે છે.
- વ્યાપક પાત્રતા: હવે આર્થિક રીતે નબળા (EWS), ઓછી આવક ધરાવતા (LIG) અને મધ્યમ આવક ધરાવતા (MIG) ત્રણેય વર્ગોને આનો લાભ મળશે.
- મહિલા માલિકી (Mandatory Female Ownership): EWS અને LIG કેટેગરીમાં મકાન મહિલાના નામે અથવા પત્ની-પતિના સંયુક્ત નામે હોવું ફરજિયાત છે.
- કાર્પેટ એરિયા: મધ્યમ વર્ગ માટે હવે ૧૨૦ સ્ક્વેર મીટર સુધીના મકાન પર પણ સબસીડી મળશે.
- ભાડાના આવાસ (Affordable Rental Housing): જે લોકો ઘર ખરીદી શકતા નથી, તેમના માટે સરકારે ઓછી કિંમતે ભાડાના મકાનોની પણ વ્યવસ્થા કરી છે.
Pradhan Mantri Awas Yojana (PMAY-U 2.0) 2026: આવક મર્યાદા અને સબસીડીનું સંપૂર્ણ ટેબલ
તમારી વાર્ષિક આવક મુજબ તમે કઈ કેટેગરીમાં આવો છો અને તમને કેટલી રાહત મળશે તે નીચે જુઓ:
| કેટેગરી (Category) | વાર્ષિક ઘરગથ્થુ આવક | મહત્તમ સબસીડી / સહાય | લોન પર વ્યાજ રાહત |
| EWS (નબળો વર્ગ) | ₹૩,૦૦,૦૦૦ સુધી | ₹૨.૫૦ લાખ થી ₹૨.૬૭ લાખ | ૪% થી ૬.૫% |
| LIG (અલ્પ આવક) | ₹૩.૦૧ લાખ થી ₹૬ લાખ | ₹૨.૫૦ લાખ થી ₹૨.૬૭ લાખ | ૪% થી ૬.૫% |
| MIG (મધ્યમ વર્ગ) | ₹૬.૦૧ લાખ થી ₹૯ લાખ | ₹૧.૮૦ લાખ સુધી | ૪.૦% |
જરૂરી દસ્તાવેજો (Essential Documents List)
અરજી કરતી વખતે નીચે મુજબના કાગળો સ્કેન કરીને અથવા ચોખ્ખો ફોટો પાડીને તૈયાર રાખવા:
- આધાર કાર્ડ: પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ.
- પાન કાર્ડ: મુખ્ય અરજદાર અને સહ-અરજદારનું.
- આવકનો પુરાવો: પગારદાર માટે Form-16 અથવા છેલ્લા ૩ વર્ષના ITR. સેલ્ફ-એમ્પ્લોયડ માટે આવકનો દાખલો કે સોગંદનામું.
- રહેઠાણનો પુરાવો: વીજળી બિલ, રેશન કાર્ડ કે ચૂંટણી કાર્ડ.
- પ્રોપર્ટીના કાગળો: વેચાણ કરાર (Sales Agreement), પ્લોટના દસ્તાવેજ અથવા એલોટમેન્ટ લેટર.
- સોગંદનામું: ‘ભારતમાં ક્યાંય પાકું મકાન નથી’ તેવું લખાણ.
PMAY-U 2.0: ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ (Step-by-Step)
- પોર્ટલની મુલાકાત: સત્તાવાર વેબસાઈટ pmaymis.gov.in અથવા pmay-urban.gov.in પર જાઓ.
- Citizen Assessment: મેનુમાં જઈને ‘Apply for PMAY-U 2.0’ પર ક્લિક કરો.
- Eligibility Check: તમારું રાજ્ય, જિલ્લો અને વાર્ષિક આવકની વિગત ભરીને ‘Check Eligibility’ કરો.
- આધાર વેરિફિકેશન: તમારો આધાર નંબર નાખો, તેના પર OTP આવશે તે એન્ટર કરો.
- ફોર્મ સબમિશન: નામ, સરનામું, બેંક ખાતાની વિગત અને મકાનની વિગત ભરો.
- દસ્તાવેજ અપલોડ: જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરો.
- રેફરન્સ નંબર: ફોર્મ સબમિટ કર્યા પછી તમને ‘Assessment ID’ મળશે, જે સાચવીને રાખવો. તેના દ્વારા તમે ભવિષ્યમાં સ્ટેટસ ચેક કરી શકશો.
આ યોજના હેઠળ એક કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રતિ યુનિટ રૂપિયા 2.30 લાખ મંજૂર કરવામાં આવશે. આ યોજના હેઠળ છેલ્લા તબક્કામાં શહેરી વિસ્તારોમાં 1.18 કરોડ મકાનોને મંજૂરી આપવામાં આવી હતી.
85.5 લાખ થી વધુ મકાનો બનાવીને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે. આ યોજના ભારત ભરમાં વિવિધ ક્ષેત્રોમાં લાગુ કરવામાં આવશે, જેમકે બેનિફિશિયરી લેડ કન્ટ્રક્શન, અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ, ઓફરડેબલ રેન્ટલ હાઉસિંગ અને વ્યાજ સબસીડી સ્કીમ.
પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ એક કરોડ નવા મકાનો માટે ઓનલાઇન અરજીઓ શરૂ થઈ ગયેલ છે. આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? ઓનલાઈન અરજી કોણ કરી શકે? ઓનલાઇન અરજી કરવા માટે કેટલા ડોક્યુમેન્ટ જોઈએ? તેની તમામ માહિતી નીચે મુજબ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 માટે કોણ અરજી કરી શકે?
- શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળા તથા મધ્યમ વર્ગના પરિવારો.
સહાયનું ધોરણ
- આ યોજના અંતર્ગત લાભાર્થીને મકાન બનાવવા માટે 2.30 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર છે.
જરૂરી દસ્તાવેજો ની યાદી.
- અરજદાર અને તેના પરિવાર સભ્યોની આધારની વિગતો
- અરજદારનું સક્રિય બેંક ખાતુ
- આધારકાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ.
- આવકનો દાખલો
- જાતિ અંગેનું પ્રમાણપત્ર
- જમીનના દસ્તાવેજો( જો તમારે પોતાનો પ્લોટ હોય અને તેના માટે બાંધકામની અરજી કરતા હોવ તો )
ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ.
- પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 માટે અરજી કરવા સૌ પ્રથમ પહેલા પીએમ આવાસ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ https://pmay-urban.gov.in/ પર જવું.
- તેમાં “APPLY FOR PMAY 2.0- U” પર ક્લિક કરો.
- યોજનાની સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો અને આગળ વધો.
- તમારી વાર્ષિક આવક સહિતની વિનંતી કરેલો વિગતો આપીને તમારી પાત્રતા એટલે કે એલિજીબીલીટી તપાસો.
- ચકાસણી માટે તમારી આધાર વિગતો દાખલ કરો.
- ત્યારબાદ સરનામું અને આવકના પુરાવા જેવી વિગતો સાથે નોંધણી ફોર્મ ભરો.
- સંપૂર્ણ વિગતો ભરાઈ ગયા બાદ ફોર્મને સબમીટ કરો.
અગત્યની લિંક
| Home Page | Click Here |
| PMAY Official website | Click Here |

વારંવાર પૂછાતા પ્રશ્નો
પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ને મંજૂરી ક્યારે મળી?
- કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા 9 ઓગસ્ટ 2024 ના રોજ.
પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત કેટલા મકાનોને મંજૂરી મળી?
એક કરોડ નવા મકાનો બનાવવા માટે
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા માટે કેટલા રૂપિયાની સહાય મળે?
- 2 લાખ 30 હજાર રૂપિયા
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કોણ અરજી કરી શકે?
- આર્થિક રીતે નબળા વર્ગના લોકો.