હેલ્થ ટીપ્સ : સીંગદાણાને ટાઇમપાસ સ્નેક્સ કહેવામાં આવે છે. શિયાળાની ઋતુમાં તેનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે.
સ્વાદની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, મગફળીમાં એવા તમામ પોષક તત્વો હોય છે કે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે.
તેમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન ઈ અને ઝીંક મળી આવે છે. તેનું સેવન કરવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે. તો ચાલો જાણીએ મગફળીને શિયાળા માં ખાવાના ફાયદા.
બેડ કોલેસ્ટ્રોલમાં ઘટાડો કરે છે.
સીંગદાણામાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ જોવા મળે છે. તે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલ ને વધારે છે.
ફેફસાને મજબૂત બનાવે છે.
સિંગદાણા શરદી અને ઉધરસમાં રાહત આપે છે અને તે શરીરને અંદરથી ગરમ રાખે છે . આથી તેનું રોજ સેવન કરવાથી ફેફસા મજબૂત બને છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે.
સીંગદાણા માં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે તે ભૂખ નિયંત્રિત કરે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રાખે છે.
સીંગદાણામાં મેંગેનીઝ, કેલ્શિયમ અને કાર્બોહાઇડ્રેટ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
પાચન શક્તિ માં સુધારો થાય છે.
સવારે મુઠ્ઠીભર સીંગદાણા નું સેવન કરવાથી પાચન ક્રિયા સુધરે છે અને પેટની ઘણી સમસ્યાઓથી રાહત મળે છે.
ત્વચા અને વાળ સ્વસ્થ બને છે.
સિંગદાણા ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પોષક તત્વોથી ભરપૂર હોવાથી ત્વચા અને વાળ સ્વસ્થ બને છે.
આને પણ વાંચો : દાંતની ચમક જતી રહી હોય તો આ ઘરગથ્થુ ઉપાયથી બનશે ચમકદાર અને સફેદ.
આને પણ વાંચો : રાત્રે સુતા પહેલા ચહેરા પર લગાવો આ છમાંથી કોઈ પણ એક વસ્તુ, શિયાળામાં પણ તમારો ચહેરો ખીલી જશે.