WhatsApp ગ્રૂપમાં જોડાવો!

રાત્રે સુતા પહેલા ચહેરા ઉપર લગાડો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ચહેરો.

શિયાળામાં મોટાભાગના લોકોને સ્ક્રીન ડ્રાય થઈ જાતી હોય છે. અને આ એક શિયાળાની સામાન્ય સમસ્યા છે જેનાથી મોટાભાગના લોકો પરેશાન હોય છે.

ડ્રાય સ્કિનને કારણે ચહેરાની ત્વચા ખેંચાવા લાગે છે સાથે સાથે ખંજવાળ પણ આવે છે અને ચામડી પણ ઉતરી જાય છે.

જેના કારણે શિયાળામાં આ સમસ્યા ચેહરાની ચમકને છીનવી લે છે અને ચહેરો ડલ દેખાવા લાગે છે.

જો તમારી પણ સ્કિન ડ્રાય છે, તો સુતા પહેલા આ પાંચ વસ્તુઓ માંથી કોઈ એક ચહેરા ઉપર લગાવવાનું શરૂ કરો થોડા જ દિવસોમાં ચહેરો ખીલી ઉઠશે.

એલોવેરા.

એલોવેરા જેલમાં મોસ્ચ્યુરાઈઝેશન ગુણ હોય છે જે ત્વચામાં ભેજને જાળવી રાખવામાં મદદ કરે છે. અને ડ્રાય પડી ગયેલ સ્કિનને મુલાયમ બનાવે છે.

બદામનું તેલ

બદામનું તેલ માટે ફાયદાકારક છે. તે ત્વચામાં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે અને ત્વચાના રંગતમાં પણ સુધારો કરે છે.

ગુલાબ જળ

રાત્રે સુતા પહેલા ગુલાબ જળ લગાવવાથી પણ ડ્રાય સ્કિન થી છુટકારો મેળવી શકાય છે. તે ત્વચા ને કોમળ બનાવે છે.

કાચું દૂધ

કાચો દૂધ રાત્રે સુતા પહેલા ચહેરા પર લગાવવાથી ફાયદો થાય છે. તે મૃત કોષોને દૂર કરીને તમારી ત્વચાના રંગને સુધારે છે.

મધ

મધ ત્વચામાં ભેજ આપવામાં મદદ કરે છે. તેમજ ત્વચાને ચમકદાર પણ બનાવે છે. પણ તેને સુવાના થોડા સમય પહેલા લગાવી 15 – 20 મિનિટ બાદ ધોઈ લેવું જોઈએ.

ડિસ્ક્લેમર : અહીં આપવામાં આવેલ માહિતી સામાન્ય જાણકારી માટે મૂકવામાં આવેલી છે, દરેક વ્યક્તિની સ્કીનની એલર્જીક સમસ્યાઓ હોઈ શકે છે માટે કોઈ પણ જાતના ઘરેલુ નુસખા અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.

આને પણ વાંચો : શિયાળામાં સવારે ઉઠતા ની સાથે પીઠ દર્દ થતું હોય તો આ ઘરેલું ઉપચાર તમને ખૂબ જ ફાયદાકારક થશે માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

આને પણ વાંચો : આયુર્વેદિક બુક દાદીમાના ઘરેલુ ઉપાય ડાઉનલોડ કરો જેમાં તમને શરદીથી માંડી અને મોટી બીમારી સુધીના તમામ રોગોની આયુર્વેદિક સારવારની માહિતી આપેલી છે. બુક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

માહિતી સારી લાગે તો આગળ શેર કરવાનું ભૂલશો નહીં 🙏

આવી જ અવનવી ખૂબ જ ઉપયોગી માહિતી નિયમિત મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ.

Leave a Comment