ધોરણ 12 ની પરીક્ષાની તારીખમાં ફેરફારના સમાચારો સામે આવ્યા છે. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ધુળેટી ની રજા 13 માર્ચે હોવાથી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. ભૂગોળ ની પરીક્ષા સાત માર્ચના સ્થાને હવે 12 માર્ચે યોજાશે, સામાજિક વિજ્ઞાન ચિત્રકામ એગ્રીકલ્ચર સહિતના વિષય ની પરીક્ષા 15 માર્ચે યોજાશે. 13 તારીખે આવ્યો છે તો ફારસી સંસ્કૃત અરબી પ્રકૃતિની પરીક્ષા 17 માર્ચે યોજાશે.
આગામી ફેબ્રુઆરી અને માર્ચ 2025 માં ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. અગાઉ 27 ફેબ્રુઆરી થી 13 માર્ચ સુધી પરીક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હવે ઉપર મુજબના ફેરફાર કરવામાં આવ્યા છે. મહત્વનો છે કે દર વર્ષની સરખામણીને આ ચાલુ વર્ષે વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા વહેલી લેવામાં આવશે.
ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. જ્યારે સામાન્ય પ્રવાહની પરીક્ષા 13 માર્ચે પૂરી થવાની હતી તે હવે 17 માર્ચે પૂરી થશે. ધોરણ 10 માં પ્રથમ પેપર ભાષાનું રાખવામાં આવ્યું છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટેનો સમય દરતથી 1.15 સુધીનો રહેશે. જ્યારે ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો સમય 3 થી 6.15 સુધીનો હશે.
ઉલ્લેખ છે કે બોર્ડની પરીક્ષા પૂરી થયા પછી ગુજકેટ ની પરીક્ષા લેવામાં આવશે. ગુજકેટ ની પરીક્ષા ની તારીખ પણ અગાઉ જાહેર કરી દેવામાં આવી હતી. 23 માર્ચે વિજ્ઞાનના પ્રવાહના વિદ્યાર્થીઓની ગુજકેટ ની પરીક્ષા લેવાશે. જેમાં સવારના 10 વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધી વિવિધ એકઝામ સેન્ટર પર આ પરીક્ષા યોજાશે. સમગ્ર મામલે ગુજરાત બોર્ડની વેબસાઈટ પર દરેક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.