WhatsApp ગ્રૂપમાં જોડાવો!

રેશનકાર્ડ e-KYC માટે કલાકો સુધી લાઈનમાં ઉભવાની જરૂર નથી, ઘરે બેઠા આ રીતે કરો મોબાઇલમાંથી પ્રોસેસ, તમારું રાશનકાર્ડ નું e-KYC કમ્પ્લીટ થઈ જશે.

રાશન કાર્ડ e-kyc : રાશનકાર્ડનું e-KYCકરાવવું ફરજિયાત છે. જેના માટે લોકો ખૂબ મોટી લાઈનોમાં લાગીને ઊભા છે. અહીં અમે તમને ઘરે બેઠા મોબાઈલ દ્વારા કેવી રીતે રાશન e-KYC ઓનલાઇન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ વિગત આપી રહ્યા છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થશે, અને ઘરે બેઠા તમે સરળતાથી તમારા મોબાઇલ દ્વારા કરી શકશો. માહિતી ખૂબ જ ઉપયોગી હોય તમે પણ તેનો લાભ લો અને તમારા દરેક ગ્રુપમાં આ મેસેજ વધુને વધુ આગળ શેર કરજો.

ઘરે બેઠા મોબાઈલ દ્વારા રાશનકાર્ડ e-KYC કેવી રીતે કરવું જાણો સંપૂર્ણ પ્રોસેસ.

  1. સૌપ્રથમ my ration એપ ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. ત્યારબાદ રાશનકાર્ડ ધારક નો મોબાઇલ નંબર દાખલ કરો અને ઓટીપી દાખલ કરી વેરીફાઈ કરો. પ્રોફાઇલમાં જઇને પાસવર્ડ સેટ કરો અને રેશનકાર્ડ સાથે લિંક કરો.
  2. હોમપેજ પર જાઓ અને આધાર e-KYC ઓપ્શન પસંદ કરો. એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેરસ રીડર એપ્લિકેશન ની લીંક મળશે. google play store માંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો.
  3. નવી વિન્ડો ખુલશે જેમાં કોડ દાખલ કરો, પછી રેશનકાર્ડ અને તેના સભ્યોની વિગતો દર્શાવશે, એક નાનું વિન્ડો ખુલી જશે, જેમાં દર્શાવશે કે e-KYCથયેલું છે કે નહીં. જે નામ સામે નો દેખાય તે નામને e -KYC માટે પસંદ કરો.
  4. નવી વિન્ડો ખુલી જશે, ત્યાં ચેકબોક્સ પર ક્લિક કરીને ઓટીપી જનરેટ કરો અને વેરીફાઈ કરો. આધાર ફેરસ રીડર એપ્લિકેશન ઓપન થશે, જે વ્યક્તિનું વેરીફાઈ કરવાનું છે તેની સેલ્ફી લો. આ સેલ્ફી લીલી સીમાની અંદર હોવી જોઈએ ( સેલ્ફી લેતી વખતે આંખ ખુલ્લી રાખવી જરૂરી છે ).
  5. ગ્રીન લાઈન થઈ ગયા બાદ, e-KYC સફળતાપૂર્વક થશે અને તમે સબમિટ પર ક્લિક કરો. હવે તમને સક્સેસફુલનો મેસેજ મળશે.

આને પણ વાંચો આધાર કાર્ડ અપડેટ કરો બિલકુલ ફ્રીમાં, તમારા મોબાઇલ દ્વારા આધાર કાર્ડમાં મોબાઇલ નંબર, નામ, એડ્રેસ વગેરે સુધારો… પ્રોસેસ જાણવા અહીં ક્લિક કરો

અગત્યની લિંક

My ration એપ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Leave a Comment