WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Power Tiller Subsidy Sahay Yojna : પાવર ટીલર સબસીડી સહાય યોજના, ઓનલાઇન અરજી શરૂ, જાણો સંપૂર્ણ માહિતી.

Power Tiller Subsidy Sahay Yojna : દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક ખેડૂતો લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. ખેડૂતોને સીધી આર્થિક મદદ કરવા માટે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અમલી બનાવેલ છે. કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકારો પણ અલગ અલગ ખેડૂતલક્ષી યોજનાઓ બહાર પાડી ખેડૂતોને મદદ કરતી હોય છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અને પશુપાલકો માટે બાગાયતી કે મત્સ્ય પાલન ની યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે અને તેના માટે સરકાર દ્વારા એક પોર્ટલ લખવામાં આવ્યું છે. ખેડૂત લક્ષી વિવિધ 45 જેટલી યોજનાઓની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ, શેના માટે તમારે આઇ ખેડુત પોર્ટલ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ પહેલા અમે કયા કયા જિલ્લાઓમાં કઈ તારીખ થી ઓનલાઇન અરજી આઇ ખેડુત પોર્ટલ પર શરૂ થશે તેના વિશે વિગતવાર માહિતી આપેલી હત, ગોડાઉન સહાય યોજના, તાડપત્રી સહાય યોજના વિશેની માહિતી મૂકવામાં આવેલ હતી, પશુ સંચાલિત ઓરણી વિશેની માહિતી મૂકવામાં આવેલી હતી, આઇ ખેડુત પર જઈ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેના વિશેની વિગતવાર માહિતી મૂકેલી હતી, અને આજે અમે ખેડૂતલક્ષી એક એવી જ યોજના વિશેની માહિતી લઈને આવ્યા છીએ જે છે પાવર ટીલર સબસીડી સહાય યોજના. આ આર્ટીકલ દ્વારા તમે પાવર ટીલર સબસીડી સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકશો કે જેમાં આ યોજના નો લાભ કોને મળી શકે? પાવર ટીલર સબસીડી સહાય યોજના નો લાભ મેળવવા માટે કેટલા ડોક્યુમેન્ટ જોશે? ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ શું છે? તેમજ સબસીડી રૂપે કેટલી સહાય મળશે? વગેરે તમામ માહિતી તમે આ આર્ટીકલ દ્વારા જાણી શકશો.

Power Tiller Subsidy Sahay Yojna

યોજનાનું નામ પાવર ટીલર સબસીડી સહાય યોજના
મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના પાક ઉત્પાદનમાં વધારો કરવા માટે તેમજ ખેડૂતોનો ખર્ચ ઘટાડવા અને આધુનિક ઓજારો પુરા પાડવા માટે સબસીડી સહાય આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
લાભાર્થીઓ ગુજરાતના ખેડૂતો
સબસીડી સહાયની રકમ આ યોજના હેઠળ સબસીડી સહાયની રકમ અલગ અલગ સ્કીમમાં જ્ઞાતિવાર લાભ આપવામાં આવે છે.
અરજી કરવાની પ્રોસેસ ઓફિસિયલ વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઇન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ ikhedut. gujarat. gov. in

યોજનાનો હેતુ

ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે આ યોજના અમલી બનાવવામાં આવેલી છે. ગુજરાતના ખેડૂતો ખેતીમાં ખર્ચ ઘટાડો અને ઝડપથી પાકની ફેરબદલી થાય તે માટે પાવર ટીલર મશીન ખરીદવા સબસીડી આપવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

પાવર ટીલર સબસીડી સહાય યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા.

  • ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • રાજ્યના ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
  • પાવર ટીલર સબસીડી સહાય યોજના નો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે અધિકૃત વિક્રેતા પાસેથી પાવર ટીલર ની ખરીદી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડુત જમીન ધારક હોવો જોઈએ.
  • પર્વતીય વિસ્તાર કે જંગલી એ વિસ્તારના ખેડૂતો હોય તો તેમની પાસે ટ્રાયબર લેન્ડ વન અધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઈએ.

પાવર ટીલર સહાય યોજનામાં મળવાપાત્ર લાભ.

ગવર્મેન્ટ ઓફ ગુજરાતની આ સબસીડી યોજના છે. ખેડૂતો માટેની આ યોજના હેઠળ આધુનિક ખેત ઓજારોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત જ્ઞાતિ વાર સબસીડી નો લાભ મળવા પાત્ર થાય છે જેની માહિતી નીચે મુજબ છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ.

  • અરજદાર ખેડૂતનું આધાર કાર્ડ.
  • જમીનના 7 12 8અ ના દાખલા.
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત.
  • ખેડૂત દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગત.
  • બેંક ખાતા ની પાસબુક.
  • ખાતેદાર સંયુક્ત હોય તો તેવા કિસ્સામાં અન્ય લોકોના સંમતિ પત્રક.
  • ખેડૂત નો મોબાઇલ નંબર.

પાવર ટીલર સબસીડી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  1. પાવર ટીલર સબસીડી સહાય યોજના નો લાભ મેળવવા માટે ખેડૂતે સૌપ્રથમ આઇ ખેડુત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ પર જવું.
  2. તેમાં યોજના લખેલું હશે તેના પર ક્લિક કરો.
  3. હવે ખેતીવાડીની યોજના લખેલું હશે તેના પર ક્લિક કરો.
  4. ખેતીવાડીની વિવિધ યોજનાઓ નું લિસ્ટ ખુલશે જેમાં 14 માં ક્રમ ઉપર પાવર ટીલર સબસીડી સહાય યોજના લખેલું હશે તેની સામે આપેલ અપ્લાય નાવ બટન પર ક્લિક કરો.
  5. હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂતો છો જેમાં અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યો તો ના કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  6. અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપચા કોડ દાખલ કરો.
  7. જો લાભાર્થી ખેડૂતે આઇ ખેડુત પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું ના હોય તો ના સિલેક્ટ કરી અને ઓનલાઇન ફોર્મ ભરો.
  8. ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ માં તમામ માહિતી ભરો અને એપ્લિકેશન સેવ કરો.
  9. સંપૂર્ણ માહિતી ચેક કર્યા બાદ કન્ફર્મ બટન પર ક્લિક કરો.
  10. તમારા અરજીનો નંબર જનરેટ થશે તેને ક્યાંક સાચવીને લખી લો અને તેના આધારે તમારી અરજીની પ્રિન્ટ મેળવો.

તમારી અરજીનુ સ્ટેટ્સ તપાસો

ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજી કરી દીધા બાદ તેની અરજી નું સ્ટેટસ પણ જાણી શકાય છે. અહીં નીચે તમારી અરજી નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતીની લીંક મૂકવામાં આવેલી છે. તમારી અરજી નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તે જાણવા માટે ચેક કરો.

અગત્યની લીંક

પાવર ટીલર સબસીડી સહાય યોજના ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
તમારી અરજી નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તે જાણવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment