WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પાનકાર્ડ સ્ટેટસ કેવી રીતે ટ્રેક કરવું? How to track pancard status.

How to track pancard status: હાલના આધુનિક યુગમાં પાનકાર્ડ એ એક ખૂબ જ અગત્યનું દસ્તાવેજ બની ગયો છે. મોટાભાગના દરેક લોકો પાસે પાનકાર્ડ હોય છે અને જે લોકો પાસે પાનકાર્ડ નથી તેઓ પાનકાર્ડને બનાવવા માટે એપ્લાય કરે છે. તમે પાનકાર્ડની સત્તાવાર વેબસાઈટ પર જઈ પાંચ મિનિટની અંદર ઓનલાઇન પાનકાર્ડ બનાવવાની અરજી કરી શકો છો. તેમજ સીએસસી સેન્ટર કોમન સર્વિસ સેન્ટર ખાતે જઈ અને તમે નવા પાનકાર્ડ માટે એપ્લાય કરી શકો છો. પરંતુ અહીં અમે પાનકાર્ડને ઓનલાઇન એપ્લાય કર્યા બાદ તેના સ્ટેટસને ટ્રેક કેવી રીતે કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ. જો તમે પણ પાનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરેલી હોય તો તમારા પાનકાર્ડ નું સ્ટેટસ ઓનલાઇન ટ્રેક કરવા માટે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે. અને આ ઉપયોગી માહિતીના આધારે તમે જાણી શકશો કે તમારું પાનકાર્ડ તમારા સુધી ક્યારે પહોંચશે.

How to track pancard status

તમે પાનકાર્ડની ઓનલાઈન અરજી કર્યા બાદ તેનું સ્ટેટસ બે મુખ્ય વેબસાઈટ પરથી જાણી શકો છો

  1. NSDL વેબસાઈટ
  2. UTI વેબસાઈટ

NSDL વેબસાઈટ પર પાનકાર્ડની સ્થિતિ કેવી રીતે તપાસવી?

NSDL વેબસાઈટ દ્વારા ઓનલાઇન પાનકાર્ડ નું સ્ટેટસ ચેક કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે.

  • સૌપ્રથમ NSDL ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું.
  • PAN/TAN માટે સ્ટેટસ ટ્રેક સર્ચ કરો તેવી લીંક હશે તેના ઉપર ક્લિક કરો.
  • હવે અરજદારની સામે એક નવી વિન્ડો ઓપન થશે.
  • PAN નવી બદલો વિનંતી પસંદ કરો.
  • હવે 15 આંકડા નો સ્વીકૃતિ નંબર દાખલ કરવાનો રહેશે.
  • ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરો અને આગળ વધો.
  • હવે નવી વિન્ડો ઓપન થશે જેમાં કાર્ડ સ્ટેટસ ડિસ્પ્લે થાય છે.

UTI વેબસાઈટ પર પાન કાર્ડની સ્થિતિ કેવી રીતે તપાસી?

UTI વેબસાઈટ દ્વારા તમારા પાનકાર્ડ નું સ્ટેટસ ટ્રેક કરવા માટે નીચે મુજબના step અનુસરવા પડશે.

  • સૌપ્રથમ અરજદારે UTI ની ઓફિસિયલ વેબસાઈટ પર જવું.
  • અહીં તમારી પાન એપ્લિકેશન ટ્રેક કરો તેવી લીંક હશે તેના ઉપર ક્લિક કરો.
  • અહીં તમારો અરજી રજીસ્ટ્રેશન નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી આગળ વધો.
  • સબમિટ બટન પર ક્લિક કરો એટલે પાનકાર્ડ સ્ટેટસ જોઈ શકાશે.

રજીસ્ટ્રેશન નંબર વગર પાનકાર્ડ નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

ઉપર બે વેબસાઈટ મારફતે આપણે પાનકાર્ડ નું સ્ટેટસ ચેક કરવા માટે પાનકાર્ડ રજીસ્ટ્રેશન નંબર ની જરૂર પડશે. પરંતુ કોઈ અરજદારે જ્યારે પાનકાર્ડ ની અરજી ઓનલાઇન કરી હોય અને રજીસ્ટ્રેશન નંબર ભુલાઈ ગયો હોય અથવા તો લખતા બાકી રહી ગયો હોય અને જેમની પાસે રજીસ્ટ્રેશન નંબર જ નથી તેવા લોકોએ પાનકાર્ડ નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તેની માહિતી નીચે મુજબ છે.

રજીસ્ટ્રેશન નંબર વિના પાનકાર્ડ નું સ્ટેટસ ચેક કરવાની પ્રોસેસ.

  • સૌપ્રથમ TIN-NSDL ની વેબસાઈટ પર જવું.
  • ત્યારબાદ અહીં PAN/TAN એપ્લિકેશન સ્ટેટસને ટ્રેક કરો તેના પર ક્લિક કરો.
  • એક નવું પેજ ઓપન થશે જેમાં PAN નવી બદલો વિનંતીને સિલેક્ટ કરો.
  • ત્યારબાદ નામ સેક્શનમાં જાઓ અને રજીસ્ટ્રેશન નંબર વિના પાન કાર્ડ નું સ્ટેટસ ચેક કરો તેના પર ક્લિક કરો.
  • હવે માહિતી દર્શાવ્યા મુજબનું નામ છેલ્લું નામ અને જન્મ તારીખ દર્શાવેલ ફોર્મેટ માં દાખલ કરો.
  • છેલ્લે સબમીટ બટન ઉપર ક્લિક કરો એટલે અરજદારનું પાનકાર્ડ સ્ટેટસ જોવા મળશે.

અગત્યની લિંક

NSDL ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
UTI ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
TIN-NSDL ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment