WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાત હાઇકોર્ટમાં મોટી ભરતી જાહેર, 1318 નવી જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.

ગુજરાત હાઇકોર્ટમાં મોટી ભરતી જાહેર: Gujarat High Court Requirements 2024: ગુજરાત હાઇકોર્ટ દ્વારા 1318 નવી જગ્યાઓ માટે બમ્પર ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટૂંક સમય પહેલા જ અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટર ની કુલ ૨૬૦ જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી હતી. ત્યારે ફરીથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં નવી વિવિધ જગ્યાઓ માટે કુલ 1318 પોસ્ટ ઉપર નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ આ નવી ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 ની વિગતવાર માહિતી જેમકે પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, ખાલી જગ્યાઓ, અરજી કરવાની તારીખ, પોસ્ટ વાઇઝ માહિતી, અરજી ફી અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? તેની સંપૂર્ણ માહિતી અહીં મૂકવામાં આવેલી છે.

અગાઉ બહાર પડવામાં આવેલી ટ્રાન્સલેટર અને સ્ટેનોગ્રાફર ની ભરતી માટે હાઇકોર્ટ ઓજસ વેબસાઈટ પર અરજી કરવાની છેલ્લી તારીખ 26 મે છે. જે દરેક ઉમેદવારો એ ધ્યાનમાં લેવું. તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિવિધ ભરતીઓની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Gujarat High Court Requirements 2024

ભરતી સંસ્થા ગુજરાત હાઇકોર્ટ
પોસ્ટ વિવિધ
ખાલી જગ્યા 1318
અરજી નો પ્રકાર ઓનલાઇન
ઓફિસિય વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in/

ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં નવી ભરતી ની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

અંગ્રેજી સ્ટેનોગ્રાફર

હાઇકોર્ટે અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને 54 જગ્યાઓ માટે ભરતી બહાર પાડેલી છે. જેની લાયકાત ગ્રેજ્યુએશનની છે. આ પોસ્ટ માટે 18 વર્ષથી 35 વર્ષના ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. જેમાં અનામત વર્ગ માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવેલી છે. પગાર ધોરણ આ જગ્યા માટે 39,900 થી 1,26,600 રૂપિયા છે.

ડેપ્યુટી સેક્શન ઓફિસર

ડેપ્યુટી સેક્શન ઓફિસરને કુલ 122 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે આ પોસ્ટ માટેની લાયક ગ્રેજ્યુએશન અને ઉંમર મર્યાદા 18 વર્ષથી ₹35 વર્ષની નક્કી થયેલી છે અનામત મુજબ જગ્યાઓ અને ઉંમરમાં છૂટછાટ છે આ પોસ્ટના પે મેટ્રિક ની વાત કરીએ તો 39,900 રૂપિયા છે.

કોમ્પ્યુટર ઓપરેટર

ગુજરાત હાઇકોર્ટ દ્વારા કમ્પ્યુટર ઓપરેટરની કુલ 148 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે જેની લાયકાત વિશે વાત કરીએ તો કોમ્પ્યુટર વિષયમાં ડિગ્રી કે ડિપ્લોમા કરેલો હોવું જરૂરી છે આ પોસ્ટ માટે વહી મર્યાદા 18 વર્ષથી 35 વર્ષની છે અને અનામત ના નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ માટે પે મેટ્રિક 19,900 થી 63200 રૂપિયા છે.

ડ્રાઇવર

ડ્રાઇવર માટે 34 જગ્યા ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી છે જેની લાયકાત 10 ધોરણ પાસ અને ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે ઉંમર મર્યાદા ની વાત કરીએ તો 18 વર્ષથી 35 વર્ષની છે પગાર ધોરણ 19,900 થી 63200 છે અનામત મુજબ છૂટછાટ પણ મળવા પાત્ર છે.

કોર્ટ ઓફિસ એટેન્ડન્ટ / હોમ એટેન્ડન્ટ

કોર્ટ ઓફિસ એટેન્ડન્ટ હોમ અટેન્ડની કુલ 208 નવી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે. આ પોસ્ટ માટેની વય મર્યાદા 18 વર્ષથી 35 વર્ષની છે ઉંમર અને જગ્યાઓમાં અનામતના નિયમો લાગુ પડે છે આ પોસ્ટનો પેમેટ્રિક 14,800 થી 47,100 છે આ પોસ્ટ માટે લાયકાત તરીકે ધોરણ 10 પાસ કરેલ હોવું જરૂરી છે.

કોર્ટ મેનેજર

ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્ટ મેનેજરની કુલ 21 જગ્યા બહાર પાડવામાં આવેલી છે કોર્ટ મેનેજર માટે 156,100 રૂપિયા છે આ પોસ્ટ માટે મેનેજમેન્ટ વિષયમાં 55% સાથે માસ્ટર ડિગ્રી અને પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે ઉંમર મર્યાદા ની વાત કરીએ તો 25 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવું જોઈએ વર્ગ પ્રમાણે ઉંમર અને જગ્યામાં અનામત ના નિયમો લાગુ પડે છે.

ગુજરાતી સ્ટેનોગ્રાફર

ગુજરાતની જિલ્લા લેબર અને ઔદ્યોગિક કોર્ટમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર ની 521 જેટલી મોટી ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે આ પોસ્ટ માટેની લાયકાત જોઈએ તો ગ્રેજ્યુએશનની સાથે સાથે શોર્ટ હેન્ડ આવડવું અને કમ્પ્યુટરના જાણકાર હોવું જરૂરી છે હિન્દી ગુજરાતી અને અંગ્રેજી ભાષા આવડતી હોવી જરૂરી છે આ પોસ્ટ માટે ઉંમર મર્યાદા 21 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ અનામતના જરૂરી નિયમો લાગુ પડશે.

પ્રોસેસ સર્વર / બેલીફ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય અને જિલ્લા લેબર અને ઔદ્યોગિક અદાલતોમાં 210 બેલિફ ની જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે બેલીફ માટેનું પેમેન્ટ એટ્રિક 19,900 થી 63200 છે આ પોસ્ટ માટે ધોરણ 12 પાસ ની લાયકાત હોવી જરૂરી છે અનામતના જરૂરી નિયમો લાગુ પડશે.

ટ્રાન્સલેટર

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટ્રાન્સલેટરની 16 નવી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે આ માટેની લાયક ગ્રેજ્યુએશન છે આ માટેનું પેમેન્ટ્રીક 35,400 થી 1,12,400 છે આ પોસ્ટ માટેની વય મર્યાદા 18 વર્ષથી 35 વર્ષની છે અનામત મુજબ નિયમો લાગુ પડશે.

અંગ્રેજી સ્ટેનોગ્રાફર

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની નીચલી અદાલતોમાં અંગ્રેજી સ્ટેનોગ્રાફર ની 245 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે જેના માટે લાયકાત ગ્રેજ્યુએશન છે આ પોસ્ટ માટે વહી મર્યાદા 21 વર્ષથી 40 વર્ષની છે ગુજરાતી હિન્દી અને ઇંગલિશ એમ કુલ ત્રણ ભાષાની જાણકારી હોવી જરૂરી છે અને સાથે સાથે કમ્પ્યુટરની જાણકારી હોવી પણ જરૂરી છે તેમજ શોર્ટ હેન્ડ આવડવું જરૂરી છે.

અધિકૃત વેબસાઈટની મુલાકાત લેવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Important Links

Job Advertisement: Click Here

Official website: Click HereApply Online: Click Here

નોંધ : અગાઉ બહાર પડવામાં આવેલી ટ્રાન્સલેટર અને સ્ટેનોગ્રાફર ની જગ્યાઓ સિવાયની જગ્યાઓ માટે અગામી દિવસોમાં ગુજરાત હાઇકોર્ટ ઓજસ વેબસાઈટ ઉપર ભરતી શરૂ થશે જ્યારે ટ્રાન્સલેટર અને સ્ટેનોગ્રાફર ની અગાઉની ભરતી માટે ફોર્મ 26 મે સુધી ભરાશે.

Leave a Comment