હોમ લોન પર ઘર ખરીદવું સારું કે ભાડે રહેવું સારું જાણો સરળ સમજ
હાલ દરેક લોકો જાણે છે કે અનેક લોકો ભાડા પર રહેતા હોય છે. અને તેમની જીવનની એક માત્ર ઈચ્છા હોય છે કે પોતાના ઘરનું ઘર બને અને ભાડા માંથી છુટકારો મળે. દરેક વ્યક્તિની જીવનની એક માત્ર ઈચ્છા હોય છે કે સારું એક મકાન પોતાનું હોય, એક સારી ગાડી હોય.. પરંતુ આજકાલ મોંઘવારીના કારણે અનેક લોકો ફ્લેટ કે ટેનામેન્ટ લઈ શકતા નથી, અને ન છૂટકે ભાડા પર રહેવું પડતું હોય છે. ઉપરાંત અનેક લોકો એવું પણ વિચારે છે કે લાખો રૂપિયાની લોન લઈ ઘરનું ઘર બનાવી લાંબા ગાળા સુધી મહિને હપ્તા ભરવા અને ખૂબ મોટી રકમ વ્યાજમાં ચૂકવવી. ત્યારે દરેક લોકો એવું વિચારતા હોય છે એવી ગણતરી કરતા હોય છે કે મકાન લોન પર ખરીદવું ફાયદામાં રહેશે કે ભાડે રહેવું સસ્તું પડશે? ચાલો સમજીએ મકાન ખરીદવું ફાયદામાં રહેશે કે ભાડે રહેવું ફાયદામાં રહેશે?
લોન પર મકાન ખરીદવું અથવા ભાડે રહેવું
પોતાના ઘરનું ઘર લેવાનું દરેક વ્યક્તિને સપનું હોય છે પરંતુ આજકાલ ઘણા લોકો એવું કહેતા હોય છે કે લોન પર ઘર લેવા કરતા ભાડે રહેવું એ વધુ ફાયદાકારક છે. એટલા માટે લોકો વચ્ચે હવે એ મૂંઝવણ અને ગણતરી ઊભી થઈ છે કે લોન લઈ પોતાનું ઘર લેવું જોઈએ કે પછી ભાડે રહેવું વધુ સારું. એવામાં જો તમે પણ ઘર લેવાનું વિચારો છો તો તમને પણ કોઈએ કહ્યું હશે કે 20 વર્ષ સુધી લોનના હપ્તા અને વ્યાજ ભરવા અને લોનની મૂળ રકમ કરતાં વધુ વ્યાજ ભરવું એના કરતાં ભાડે રહેશો તો ફાયદામાં રહેશો. પરંતુ શું તમે જાણો છો કે કહેલી આ વાત એ ખરેખર સાચી છે? ચાલો સમજીએ ભાડે રહેવું સારું કે પછી લોન પર મકાન બનાવી ઘરનું ઘર બનાવવાનું સપનું સાકાર કરવું સારું.
ઉદાહરણ દ્વારા સમજો.
હવે વિચારો કે તમારે કોઈ ઘર ખરીદવા માટે તેની કિંમત 50 લાખ ચૂકવવાની છે, જ્યારે આપણે લોન પર ઘર ખરીદતા હોઈએ, ત્યારે તે ઘરની મૂળ કિંમતના 20 થી 25 ટકા જેટલો ડાઉન પેમેન્ટ ચૂકવવાનું હોય છે, અને બેંક 70 થી 75% ની લોન આપતી હોય છે. એવામાં જો 50 લાખનું મકાન આપણે ખરીદવાનું વિચારતા હોઈએ તો 30 થી 35 લાખની લોન મળવાપાત્ર થશે જે 8.5 થી 9.5% ના વ્યાજે મળી રહેશે, અહીં તેની ગણતરી કરતાં મહિને 35,000 નો હપ્તો ચૂકવવાનો થશે. તેની સામે ભાડા પર રહેવાનું આ જ મકાનમાં વિચારીએ તો 50 લાખની કિંમતનું મકાન તમને મહિને 15,000 ના માસિક ભાડાથી મળી જશે. અને આ સીધી ગણતરી જોઈએ તો એવું જ લાગે કે ભાડે રહેવું વધારે સારું, પરંતુ આ અડધો સત્ય છે, ચાલો જાણીએ અહીં વિગતવાર ગણતરી.
ધારો કે તમે ભાડા પર રહો છો અને દર વર્ષે ભાડું 08:00 થી 10 ટકા વધવાની શક્યતાઓ રહેલી હોય તો તેની સામે ઇએમઆઇ જે તમે લોન લેતા સમયે રાખેલો હશે તે ક્યારેય વધશે નહીં. એટલે લાંબા ગાળાની ગણતરી કરતા 10 વર્ષમાં બની શકે કે તમારુ ભાડું ડબલ થઈ જાય. પરંતુ ઇએમઆઇ ની રકમ 20 વર્ષ સુધી એ જ રહેવાની છે જે તમે લોન લેતા સમયે નક્કી કરેલી હશે. અને 21 માં વર્ષે એ ઘર તમારું પોતાનું માલિકીનું થશે. પરંતુ જો તમે ભાડે રહેતા હશો તો 50 કે 60 વર્ષની ઉંમરે પણ તમારે ભાડું ભરવું પડશે.
બીજી ગણતરી કરીએ તો ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે 35 હજારનો મહિને હપ્તો ભરવો એના કરતાં 15,000 નું મકાન ભાડે રહેવું વધુ સારું. બાકીના વધતા ₹20,000 એસઆઈપી જેવી કોઈ જગ્યાએ રોકવા અને આવી જગ્યાએ રોકેલા રકમ 20 વર્ષે મોટી થઈ ભરત મળશે ત્યારે ઘર પોતાની માલિકીનું રોકડે ખરીદી શકાશે. પરંતુ વિચાર કરીએ તો આ વાતમાં પણ બહુ દમ નથી કારણ કે તમે ખરીદેલ મકાનની બજાર વેલ્યુ કિંમત પણ વધે છે.
હોમ લોન વ્યાજ દર
હોમ લોન પર અલગ અલગ બેંક દ્વારા અલગ અલગ વ્યાજ દરે લોન આપવામાં આવે છે જે તમારા શિબિલ સ્કોર પર આધારિત છે. એસબીઆઇ બેન્ક દ્વારા સીબીલ સ્કોર આધારિત 8.6% થી 9.5% જેટલો વ્યાજ દર ચાલી રહ્યો છે. Bank of baroda માં સીબીલ સ્કોર આધારિત 8.40 થી 10.60 ટકા જેટલો વ્યાજદર હોય છે.