WhatsApp ગ્રૂપમાં જોડાવો!

હમિંગ બર્ડ : વિશ્વનું એક માત્ર પક્ષી જે રિવર્સ ગેરમાં ઉડે છે, જેના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ 1200 થી 1260 છે, જાણો આ પક્ષીની અન્ય તમામ ખાસિયતો.

હમિંગ બર્ડ : હમિંગ બર્ડ વિશે આ હકીકત ખૂબ ઓછા લોકો જાણતા હશે, જેનાથી તે અન્ય તમામ પક્ષીઓથી અલગ પડે છે. હમિંગ બર્ડના ઉડતી વખતે તેના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ 1260 સુધી પહોંચી જાય છે. આ ઝડપ હમિંગ બર્ડને અન્ય તમામ પક્ષીઓથી અલગ પાડે છે.

વાલ્મિકી ટાઇગર રિઝર્વ માં પક્ષીઓની લગભગ 300 પ્રજાતિ રહે છે. દરેક પક્ષીઓની પોતાની આગવી વિશેષતાઓ છે પરંતુ આજે અમે તમને જે પક્ષી વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે બધા પક્ષીઓથી ખાસ છે, અને મોટાભાગના લોકો આ પક્ષી વિશે ની સાચી હકીકત જાણતા નથી.

રિવર્સ ગેર મા ઉડતું પક્ષી

તમે આગળની બાજુએ ઉડતા પક્ષીઓને તો જોયા જ છે પરંતુ શું તમે ક્યારેય કોઈ એવું પક્ષી જોયું છે કે જે પાછળની તરફ ઉડતું હોય? ચાલો આજે તમને એવા જ એક પક્ષી વિશે જણાવીએ જે આગળ અને પાછળ બંને બાજુએ ઉડે છે.

દરેક કે હમિંગ બર્ડ વિશે સાંભળ્યું જ હશે, જે વિશ્વનું સૌથી નાનું પક્ષી છે, સાથે સાથે તે અનેક એવી વિશેષતાઓ ધરાવે છે કે જે તેને અન્ય તમામ વિશ્વના પક્ષીઓથી અલગ તારવે છે. નિષ્ણાંતોના મત અનુસાર તેનું નામ તેની પાંખો દ્વારા થતા અવાજ પરથી પડ્યું છે. તેનું નામ હમિંગ બર્ડ અંગ્રેજી શબ્દ હમિંગ અવાજ પરથી આવ્યું છે.

હમિંગ બર્ડ એ પૃથ્વી પરનું એકમાત્ર પક્ષી છે કે જે આગળ જ નહીં પરંતુ પાછળની તરફ પણ રિવર્સ ગિયર માં ઉડી શકે છે. મહારાષ્ટ્રના વન્યજીવન નિષ્ણાંત સ્વપ્નિલ જણાવે છે કે વિશ્વમાં હમિંગ બર્ડની લગભગ 350 પ્રજાતિઓ આવેલી છે.

વિશ્વનું સૌથી નાનું પક્ષી

હમિંગ બર્ડ જેને બી હમિંગ બર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું કદ માત્ર 5 cm છે. અને તેનું વજન માત્ર બે ગ્રામ સુધી છે. જ્યારે સામાન્ય હમિંગ બર્ડ નું વજન ચાર થી આઠ ગ્રામ હોઈ શકે છે. કેટલાક હમિંગ બર્ડ્સ નું કદ 23 cm અને વજન 20 ગ્રામ સુધીનું હોય છે.

હૃદયના ધબકારા પ્રતિ મિનિટ 1260

નિષ્ણાંતોના મત અનુસાર જ્યારે હમિંગ બર્ડ ડાઈવ કરે છે, ત્યારે તે એક સેકન્ડમાં 200 વખત તેની પાંખો ફફડાવી શકે છે. આટલી ઝડપથી પાંખો ફફડાવવા માટે હૃદયને પણ ઝડપથી શરીરમાં લોહી પહોંચાડવું પડે છે, આ જ કારણે તેણે ઝડપથી ઉડવું પણ પડશે, આવી સ્થિતિમાં હમિંગ બર્ડ નું હૃદય એક મિનિટમાં 1200 થી 1260 વખત ધબકે છે.

ખૂબ ઓછા લોકો જાણતા હશે કે આ પક્ષી 80 ધબકારા પ્રતિ સેકન્ડની ઝડપ હાંસલ કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે. આ ઉડતી વખતે તેના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ 1260 સુધી પહોંચી જાય છે. જે ઝડપ હમિંગ બર્ડને અન્ય પક્ષીઓથી સંપૂર્ણપણે અલગ દર્શાવે છે.

મહત્વની લિંક

હમિંગ બર્ડ નો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment