વાવાઝોડું ઓટિસ : 72 વર્ષ બાદ વાવાઝોડા ઓટીસે મેક્સિકો શહેર પર તબાહી સર્જી, આ વાવાઝોડું એટલું જોરદાર હતું કે તેણે લોકોના ઘર બહાર પાર્ક કરેલા વાહનો, ઇલેક્ટ્રીક થાંભલા, વૃક્ષો અને મોબાઈલ ટાવરને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.
મેક્સિકોમાં વાવાઝોડું ઓટીસ ત્રાટકયુ જેમાં 215 કિલોમીટર ની ઝડપે આવેલા પવને વિનાશ સર્જ્યો જેના દ્રશ્યો સામે આવ્યા
મેક્સિકો શહેર પર પેસિફિક મહાસાગરના કિનારે 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ઓટિસ ત્રાટક્યું હતું જોરદાર પવન અને વરસાદના કારણે સંપૂર્ણપણે અનેક વિસ્તારોને નષ્ટ કરી દીધા આ વાવાઝોડું એટલું જોરદાર હતું કે તેણે ખૂબ જ તબાહી સર્જી છે આ વાવાઝોડું એટલું જોરદાર હતું કે તેને કાબુમાં રાખવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું મેક્સિકન સત્તાવાળાઓનું કહેવું છે કે આટલું જોરદાર ચક્રવાત 1950 પછી પહેલીવાર આવ્યું હતું તેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા તેમણે એમ પણ કહ્યું છે કે અમને તેની તૈયારી કરવાનો સમય પણ મળ્યો ન હતો કારણ કે ચક્રવાત તેના ઉત્પતિના 12 કલાકની અંદર દરિયાકાંઠે ત્રાટક્યું હતું અને આ વાવાઝોડું છેલ્લા ૭૨ વર્ષ બાદ આટલી તીવ્રતાવાળું આવેલું હતું જેણે અનેક રીતે તબાહી સર્જી છે
હાલની સ્થિતિ
મેક્સિકોની સિવિલ ઓથોરિટીના જણાવ્યા અનુસાર હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ વાવાઝોડાને કારણે કેટલા લોકો ઘાયલ થયા છે કારણ કે હાલમાં તેની સ્પીડ 45 કિલોમીટર પ્રતિ કલાક છે મતલબ કે છેલ્લા 12 કલાકમાં તેની એવરેજ સ્પીડ 215 કિલોમીટર પ્રતિ કલાક થી 130 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે અને હવે તેની સ્પીડ 45 km પ્રતિ કલાક થઈ ગઈ છે પરંતુ આ બધાની વચ્ચે તેણે અન્ય સ્થળો એ ઘણો નુકસાન કર્યું છે હાલમાં આપત્તિ પ્રભાવિત સ્થળો નો સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
10 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે
લગભગ 10 લાખ લોકો એકાપુલકોમાં રહે છે જ્યાં ઓટીસ વાવાઝોડું દરિયાકાંઠે અથડાયું છે મેક્સિકોનું આ એક મોટું પર્યટન સ્થળ છે જે આ ભયંકર તોફાનથી લગભગ બરબાદ થઈ ગયું છે અમેરિકન વૈજ્ઞાનિકોનો માનવું છે કે પેસિફિક મહાસાગરના પાણીના ગરમ થવાના કારણે આવું બન્યું છે તેમનું માનવું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે આવું તોફાન આવ્યું છે મેક્સિકોના રાષ્ટ્રપતિએ પોતે આવીને મીડિયા ને કહ્યું છે કે આ ચક્રવાત જે વિસ્તારોમાંથી પસાર થયું છે ત્યાં અમે કનેક્શન મેળવી શક્યા નથી અમે તે વિસ્તારો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છીએ
અગત્યની લિંક
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |