Whatermelon benefits: તરબૂચ ખાવાના ફાયદા : ઉનાળો આવે એટલે કાળજાર ગરમી અને લુ પડવાની શરૂઆત થઈ જતી હોય છે, એવામાં શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવુ ખૂબ જ જરૂરી બને છે, ઉનાળામાં આપણે ઘણા ફળો ખાતા હોઈએ છીએ, તરબૂચ પણ એમાંનું એક છે. તરબૂચ આમ તો બજારમાં સરળતાથી મળતું ફળ છે , અને લગભગ બધા લોકો ખાતા હોય છે, પરંતુ તરબૂચ માંથી મળતા અઢળક ફાયદાઓ ભાગ્ય જ કોઈ જાણતા હશે…. ચાલો આજે જાણીએ ઉનાળામાં તરબૂચ ખાવાના ફાયદાઓ કેટલા છે.
Whatermelon benefits: તરબૂચ ખાવાના ફાયદા
તરબૂચમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે, તરબૂચમાં બીટા કેરોટીન અને લાયકોપીન મળે છે, જેમાંથી આંખો સ્વસ્થ રહે છે. તરબૂચમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન , ફાઇબર અને વિટામિન એ , વિટામિન બી તેમજ વિટામિન સી, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા મહત્વપૂર્ણ ખનીજો સારી માત્રામાં મળી રહે છે.
કેન્સર સામે રક્ષણ
તરબૂચ ખાવાથી વિવિધ પ્રકારના પોસ્ટેડ કેન્સર, બ્રેસ્ટ કેન્સર , ગર્ભાશયનું કેન્સર તેમજ ફેફસાનું કેન્સર થવાની સંભાવના ઓછી રહે છે. તરબૂચ માંથી શરીરને પોટેશિયમ, વિટામિન બી , વિટામિન સી , બીટા કેરોટીન તેમજ મેગ્નેશિયમ જરૂરી માત્રામાં મળે છે. જે તમારા શરીરમાં ઊર્જાના લેવલને જાળવી રાખે છે. તરબૂચમાં વધારે માત્રામાં પાણી હોય છે, જે પરસેવાના ભાગરૂપે અતિરીક્ત તરલને શરીરની બહાર કરે છે, જેથી ઉનાળામાં તમારું શરીર ઠંડુ રહે છે.
લોહીનું પરિભ્રમણ
તરબૂચ માંથી મળતા ઉપયોગી તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ , પોટેશિયમ અને સોડિયમ શરીર અને ત્વચા બંનેને હાઇડ્રેટેડ રાખવાનું કામ કરે છે. તરબૂચમાંથી મળતા પોટેશિયમ , મેગ્નેશિયમ અને એમિનો એસિડ રક્તવાહિકાઓને સ્વસ્થ રાખે છે અને રક્તની ગતિને કંટ્રોલ કરે છે, જેનાથી રક્તસંચાર સારું રહે છે.
આને પણ વાંચો: લુ લાગે તો ઘરગથ્થુ ઉપચાર ની માહિતી વાંચો
ઠંડક રહે છે
તરબૂચ ખાવાથી આપણો મગજ શાંત રહે છે , અને ગુસ્સો ઓછો આવે છે . હકીકતમાં તરબૂચની તાસીર ઠંડી હોય છે, તેથી તે મગજને શાંત રાખે છે. તરબૂચના બીજ પણ ઘણા ઉપયોગી છે , બીજને પીસીને ચહેરા પર લગાવવાથી ત્વચા મુલાયમાં બને છે. સાથે જ તેનો લેપ માથાના દુખાવામાં પણ આરામ આપે છે.
તરબૂચ હાર્ટની બીમારીઓમાં ઉપયોગી છે
હાર્ટ સંબંધી બીમારીઓને રોકવામાં પણ તરબૂચ એક અકસીર ઈલાજ છે, તે હૃદય સંબંધી બીમારીઓને દૂર રાખે છે, તરબૂચ શરીરમાં કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રિત કરે છે, જેનાથી હાર્ટની બીમારીઓની શક્યતા ઓછી રહે છે. વિટામીન પણ પર્યાપ્ત માત્રામાં હોવાને કારણે આ શરીરની ઇમ્યુન સિસ્ટમને પણ ખૂબ જ સારી રાખે છે, તેમજ વિટામીન એ આંખ માટે ખૂબ જ સારું છે.
તરબૂચ ખાવાના આ સિવાયના અનેક ફાયદાઓ છે જે નીચે મુજબ છે
બળતરા ઘટાડે છે તરબૂચ માંથી લાયકોપીન, એન્ટી ઓક્સિડન્ટ સારા પ્રમાણમાં મળી રહે છે જેનાથી શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે
શરીરનું નું ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરે છે તરબૂચની સ્લાઈસીસ અથવા જ્યુલીસ સ્પોર્ટસ ના ખેલાડી અને ગરમીને કારણે તેમના શરીરના ઇનબેલેન્સ થતા ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરવામાં મદદ કરે છે , તરબૂચ સોડિયમ અને પોટેશિયમનો સારો સ્ત્રોત છે.
શરીર હાઈડ્રેટ રાખે તરબૂચ માંથી શરીરને પુષ્કળ પ્રમાણમાં પાણી મળી રહે છે , તરબૂચમાં ૯૦ ટકા પાણી છે, જે તેને હાઇડ્રેશનનો શ્રેષ્ઠ સ્ત્રોતો બનાવે છે. તે એક કુદરતી સ્ત્રોત છે, તે કિડની પર ભાર મૂક્યા વગર પેશાબમાં વધારો કરે છે.
સ્નાયુના દુખાવાનો ઘટાડો તરબૂચમાં એમિનો એસિડ સરત્યુલીન ( લેક્ટિક એસિડ દૂર કરવાની પ્રક્રિયા જે કસરતની હાઈ ઇન્ટેનન્સ દરમિયાન બને છે) હોય છે જે સ્નાયુના દુખાવાથી રાહત આપવામાં મદદ કરે છે
ત્વચા મુલાયામ બને તરબૂચ સિન્થેસીસ માટે જરૂરી ન્યુટ્રીએન્ટર એવા વિટામિન સી નો સારો સ્ત્રોત છે (કોલેજન ત્વચા ની ઈલેસ્ટસીટી જાળવી રાખે છે અને વાળને મજબૂત બનાવે છે.)
વજનમાં ઘટાડો પાણીનું વધારે પ્રમાણ હોવાને કારણે તરબૂચ તમને ઓછી કેલેરીમાં પણ તૃપ્ત કરે છે, પાણી મેટાબોલિઝમની ઝડપમાં વધારો કરે છે, અને ઝેર અને ચરબીનો નિકાલ કરે છે, જે આખરે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
હિટ સ્ટ્રોક થતો અટકાવે છે તરબૂચ એ એવા ફળો માંથી એક છે જે ગરમી દૂર કરે અને તરસ મટાડે છે, તે લુ લાગવાથી શરીરને બચાવે છે.
તરબૂચ ખાવાનો યોગ્ય સમય
તરબૂચ ને રાતના સમયે ખાવાનું ટાળવું જોઈએ, સામાન્ય રીતે તરબૂચ દિવસ દરમિયાન ગમે ત્યારે ખાઈ શકાય છે , પરંતુ તેને ખાવાનો યોગ્ય સમય બપોરનો છે. ખાસ વાત કે તેને ખાધા બાદ પાણી, દૂધ , લસ્સી, અને કોલ્ડ્રીંક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ
અગત્યની લીંક
હોમ પેજ | અહીં ક્લિક કરો |
અન્ય આરોગ્યપ્રદ માહિતી માટે | અહીં ક્લિક કરો |
નિયમિત અપડેટ માટે whatsapp ગ્રુપ જોઈન કરો | અહીં ક્લિક કરો |
તરબૂચ માંથી કયા તત્વો મળે છે? √ તરબૂચમાંથી કાર્બોહાઇડ્રેટ , પ્રોટીન , ફાઇબર અને વિટામિન એ , વિટામિન બી, વિટામિન સી, આયર્ન , કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો મળે છે