JEE Mains Admit Card Released : નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE Mains 2026 ના પ્રથમ સત્ર સીઝન વન માટેના એડમિટ કાર્ડ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. જો તમે પણ આ વર્ષે આઇઆઇટી કે એનઆઇટીમાં પ્રવેશ મેળવવા માગતા હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. એન.ટી.એ હાલમાં 21 22 23 અને 24 જાન્યુઆરીએ યોજાનારી પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવેલ છે. હોલ ટિકિટ ડાઉનલોડ કેવી રીતે કરવી તેની અગત્યની માહિતી અહીં મૂકવામાં આવેલી છે આ ઉપરાંત પરીક્ષામાં જતા પહેલા તમારે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક અગત્યની બાબતો વિશે પણ અહીં મહત્વપૂર્ણ માહિતી મૂકવામાં આવેલી છે.

પરીક્ષા સેડ્યુલ
એન્જિનિયરિંગ ની આ પરીક્ષા 21 જાન્યુઆરી થી 29 જાન્યુઆરી 2026 દરમિયાન યોજવાની છે જેમાં
- પેપર 1: બીઇ/ બી ટેક 21 22 23 અને 24 તેમજ 28 જાન્યુઆરીએ યોજાશે
- પેપર 2: બી આર્ટ / બી પ્લાનિંગ 29 જાન્યુઆરી.
- નોંધ 28 અને 29 જાન્યુઆરીના એડમિટ કાર્ડ ટૂંક સમયમાં અલગથી જાહેર કરવામાં આવશે.
એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ http://jeemain.nta.ac.in/ પર જવું
- હોમ પેજ પર જે ડબલ ઇ મેન્સ 2026 સીઝન વન એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરવું
- તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો
- સિક્યુરિટી પિન એન્ટર કરો અને સબમિટ બટન દબાવો
- તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે તેની પ્રિન્ટ મેળવી લો
અગત્યની નોંધ એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા બાદ ખાતરી કરો કે તેમાં તમારું નામ ફોટો સહી પરીક્ષાનું કેન્દ્ર સિફ્ટ ટાઈમિંગ અને ક્યુઆર કોડ વ્યવસ્થિત રીતે દેખાય છે કે નહીં જો કંઈ ભૂલ જણાય તો તાત્કાલિક એન.ટી.એ હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરો 011-40759000
ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
- એડમિટ કાર્ડ માં આપેલા રિપોર્ટિંગ સમય મુજબ જ પહોંચવાનો રહેશે ગેટ બેન્ડ થયા પછી પ્રવેશ મળશે નહીં
- એડમિટ કાર્ડની કલર પ્રિન્ટ સાથે એક ઓરીજનલ આઈડી પ્રુફ જેમાં આધાર કાર્ડ પાનકાર્ડ કે વોટર આઇડી સાથે રાખવું અને એક પાસપોર્ટ સાઇઝ નો ફોટો પણ સાથે રાખો
- એડમિટ કાર્ડ સાથે આપેલ સેલ્ફ ડેકલેરેશન ફોર્મ અગાઉથી ભરી લેવો પરંતુ સહી પરીક્ષા કેન્દ્ર પર નિરીક્ષક ની હાજરીમાં જ કરવી.
અગત્યની લીંક
- Official Website: jeemain.nta.ac.in
- Direct Download Link: (વેબસાઈટ પર એક્ટિવ છે)
- બેન્કની ભરતી વિષે જાણવા : અહી ક્લિક કરો