WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ચંદ્રગ્રહણ 2025 : ભારતમાં ક્યારે દેખાશે બ્લડ મૂન, સામાન્ય માણસ નરી આંખે જોઈ શકશે? જાણો શું છે બ્લડ મૂન?

ખગોળ વિદો અને અવકાશ સિક્કો માટે રવિવારે અગત્યનો દિવસ છે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે.

આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ વધુમાં સંપૂર્ણ બ્લડ મૂન બની જશે એટલે કે ચંદ્ર લાલ રંગનો દેખાશે અને સામાન્ય કરતાં વધુ મોટો દેખાશે.

આફ્રિકાના પૂર્વ પટ્ટામાં યુરોપ પશ્ચિમી ઓસ્ટ્રેલિયા અને ભારત સહિત એશિયાના મોટાભાગના દેશોમાં ચંદ્રગ્રહણની સંપૂર્ણ ઘટના શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ જોઈ શકાશે.

ભારતમાં ક્યારે અને કયા શહેરોમાં આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોઈ શકાશે?

રવિવારનો ચંદ્રગ્રહણ છેલ્લા કેટલાક ગ્રહનો માંથી સૌથી વ્યાપક દેખાવનાર ચંદ્રગ્રહણ છે.

વિશ્વના ચાર ખંડ ભારતમાં ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના મોટાભાગના શહેરોમાં આ ચંદ્ર ગ્રહણ જોવા મળશે.

ઉત્તર ભારતમાં દિલ્હી ચંદીગઢ જયપુર અને લખનઉ તથા પશ્ચિમ ભારતમાં મુંબઈ અમદાવાદ પુણે સહિતના શહેરોમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોઈ શકાશે.

દક્ષિણ ભારતના ચેન્નઈ બેંગ્લોરો હૈદરાબાદ અને કોચીમાં પણ સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોઈ શકાશે

આવાસ યોજના સહાય મા વધારો : હવે મળશે ઘર બનાવવા માટે ₹4.50 લાખ ની સહાય : વાંચો માહિતી

પૂર્વ ભારતમાંપૂર્વ ભારતમાં કલકત્તા ભુવનેશ્વર ગોવાહાટી તથા મધ્ય ભારતમાં ભોપાલ નાગપુર અને રાયપુર સહિતના શહેરોમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોઈ શકાશે

આ મોટા શહેરો સિવાય પણ અનેક વિસ્તારોમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ નિહાળી શકાશે

ભારતમાં ચંદ્રગ્રહણ નો સમય :

  • ચંદ્ર ગ્રહણ ની શરૂઆત : રાત્રે આઠ કલાક અને 58 મિનિટથી (ભારતીય સમય અનુસાર) 7 સપ્ટેમ્બર
  • સંપૂર્ણ ચંદ્રગ્રહણ : (બ્લડ મૂન ફેસ) રાત્રે 11:00 થી 12 કલાક અને 22 મિનિટ સુધી
  • ચંદ્રગ્રહણ નો અંત: સવારે 2 કલાક અને 25 મિનિટ (8 સપ્ટેમ્બર 2025 )

ચાલો જાણીએ ચંદ્રગ્રહણ એટલે શું

ચંદ્રગ્રહણ પૃથ્વી સૂર્ય અને ચંદ્રની ભ્રમણ કક્ષા એક જ રેખામાં આવી જાય ત્યારે સર્જાય છે

તે તેની ભ્રમણ કક્ષાના કોણ ના કારણે રચાતી ખગોળીય ઘટના છે

તેમાં એવું થાય છે કે ચંદ્ર પૃથ્વીની છાયા માંથી પસાર થાય છે અને તે સીધી એક જ રેખામાં આવી જાય છે

ચંદ્રની ભ્રમણ કક્ષા જુકેલી હોવાથી તે દર મહિને પૃથ્વીની છાયા માંથી પસાર નથી થતો આથી આવી ઘટના દર મહિને સર્જાતી નથી

ગોલ્ડન જ્યુબલી LIC સ્કોલરશીપ 2025 : જાણો માહિતી

ઉપછાયા ચંદ્રગ્રહણમાં પૃથ્વીની કેન્દ્ર સપાટીની છાયા ચંદ્ર પર પડતી નથી તેમ જ ચંદ્રની અમુક સપાટી પર જ પૃથ્વીનો પડછાયો પડતો હોય છે

બ્લડ મૂન શું છે અને તે ક્યારેય દેખાય છે

Oplus_131072

બ્લડમુન એટલે કે ચંદ્ર લાલ રંગનો દેખાય અને સામાન્ય કરતાં બહુ મોટો દેખાય.

સંપૂર્ણ ચંદ્રગ્રહણ વખતે બ્લડ મૂન દેખાતો હોય છે એ વખતે ચંદ્ર પૃથ્વીથી ખૂબ જ નજીક હોય છે અને તેના પર અનોખા કોણ થી પડતા પ્રકાશને લીધે એ લાલ રંગનો દેખાવા લાગે છે.

આવું ત્યારે ઘટતું હોય છે કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની એકદમ વચ્ચોવચ આવી જાય છે અને તેનો સંપૂર્ણ પડછાયો ચંદ્ર ઉપર પડે છે

જોકે બ્લડ મૂન એ વૈજ્ઞાનિક નામ નથી પણ ચંદ્ર લાલ દેખાતો હોવાથી એવું હુલામણું નામ અપાયું છે.

ચંદ્રગ્રહણ જોતી વખતે શું ધ્યાનમાં રાખવું?

જો તમારી પાસે બાઈનોક્યુલર કે ટેલિસ્કોપ હોય તો તેનો ઉપયોગ કરવો

સૂર્યગ્રહણને નરી આંખે જોવું એ હાનિકારક છે પરંતુ ચંદ્રગ્રહણને નરી આંખે જોવાથી તમારી આંખને નુકસાન થતું નથી કારણ કે ચંદ્રનો પ્રકાશ એટલો તીવ્ર હોતો નથી

વાદળોને કારણે વિઝિબિલિટી ને અસર પહોંચી શકે છે આથી હવામાન કેવું છે તેનો અંદાજ મેળવી લેવો.

Leave a Comment