WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Talati Recruiment 2025

GPSSB Bharti 2025: ગુજરાત તલાટી ભરતી 2025 : તાજેતરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતમાં તલાટી કમ મંત્રી પોસ્ટ માટે ભરતી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. તલાટી ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ છે ત્યારે ઉમેદવારોએ હજી સુધી જો ઓનલાઇન અરજી કરી નથી તો તેવા ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે ફટાફટ અરજી કરી દો કેમકે હવે અરજી કરવા માટે થોડા જ દિવસો બાકી છે. યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ ojas ની સત્તાવાર વેબસાઈટ પર જઈ 15 મે 2025 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ગુજરાત તલાટી ભરતી 2025 અંતર્ગત કુલ ૨૩૮ ઉમેદવારો પસંદ કરવાના છે. આ માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. તલાટી કમ મંત્રી ભરતી ની પોસ્ટ ની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની રીત, મહત્વની માહિતી, ઉંમર મર્યાદા, વગેરે જેવી મહત્વની માહિતી જાણવા માટે આ આર્ટીકલ ને અંત સુધી જરૂરથી વાંચો.

તલાટી ભરતી 2025

ભરતી સંસ્થા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
પોસ્ટ તલાટી કમ મંત્રી
જગ્યા 238
કેટેગરી દિવ્યાંગ ઉમેદવારો
અરજી મોડ ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 15-05-2025
અરજી કરવાની વેબસાઈટ https://ojas.gujarat.gov.in/

શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય કોઈ પણ સંસ્થામાંથી કોઈ પણ વિષય સાથે સ્નાતકની ડિગ્રી પાસ કરેલો હોવા જોઈએ
  • કમ્પ્યુટર ઓપરેટર પાયાનું જ્ઞાન હોવું જોઈએ
  • ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

વય મર્યાદા

  • ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારના ધારા ધોરણ અને દિવ્યાંગતા ના પ્રકાર પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે

તલાટી કમ મંત્રી ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ છે અગામી 15 મે 2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે હવે માત્ર ગણતરી ના જ દિવસો બાકી હોય જેથી જે ઉમેદવારો હજી સુધી ઓનલાઇન અરજી કરી નથી અને અરજી કરવા ઈચ્છે છે તેવા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ https://gpssb.gujarat.gov.in/advertisement-list.htm પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ખાલી જગ્યાઓની વિગતો

અરજી કરવાની રીત

  1. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જવું
  2. અહીં કરંટ એડવર્ટાઈઝમેન્ટ પર ક્લિક કરવું તેમાં વિવિધ ભરતી દેખાશે
  3. તેમાં તલાટી ક્રમ મંત્રી ભરતી સામે આપેલ અપલાય નાવ બટન પર ક્લિક કરવું
  4. અરજી ફોર્મ માં તમામ જરૂરી માહિતી ભરો અને ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો
  5. અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ અરજીની પ્રિન્ટ મેળવો

અગત્યની લિંક

નોટિફિકેશન અહીં ક્લિક કરો
વેબસાઈટ અહીં ક્લિક કરો

ખાસ સુચના

  • આ જગ્યાની સંખ્યામાં સરકારની સૂચના ને આધીન મંડળ જરૂરી જણાય તો વધઘટ કે ફેરફાર કરી શકે છે
  • ધરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં કોઈ પણ કારણોસર ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક અધિકાર છે. અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ નથી.
  • ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવા માટે છેલ્લા દિવસોની રાહ ન જોતા વહેલી તકે ઓનલાઇન અરજી પત્રકમાં નિયત વિગતો પૂરી ચકાસણી સાથે ભરીને અડધી કન્ફર્મ કરી કન્ફર્મેશન નંબર મેળવી લેવા સૂચન છે.

Leave a Comment