Pariksha Pe Charcha 2025: પરીક્ષા પે ચર્ચા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? How to online registration Pariksha Pe Charcha | Pariksha Pe Charcha Pariksha Pe Charcha
પરીક્ષા પે ચર્ચા 2025 માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયેલ છે, જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 14 જાન્યુઆરી 2025 છે. જે વિદ્યાર્થી મિત્રો શિક્ષકો માતા-પિતાઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ની અધ્યક્ષતામાં થનાર પરીક્ષા પે ચર્ચા 2025 માં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ છેલ્લી તારીખ પહેલા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? અને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની વેબસાઈટ કઈ છે? તેની વિગતવાર માહિતી અહીં મૂકવામાં આવેલી છે જે તમને ખૂબ જ ઉપયોગી થશે, જે તે આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચવો અને માહિતી સારી લાગે તો આગળ શેર કરવાનું ભૂલશો નહીં.
પરીક્ષા પે ચર્ચા 2025 માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ કઈ છે?
પરીક્ષા પે ચર્ચા 2025 માં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માતા પિતા અને શિક્ષકોને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 14 જાન્યુઆરી 2025 છે તેઓએ આ વેબસાઈટ મારફતે ડેડલાઈન સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ
પરીક્ષા પે ચર્ચા 2025 રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થી, માતા પિતા અને શિક્ષકોના સંપૂર્ણ નામ, મોબાઈલ નંબર, ઇમેલ આઇડી ની જરૂર પડશે.
પરીક્ષા પે ચર્ચા 2025 માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? How to online registration Pariksha Pe charcha
પરીક્ષા પે ચર્ચા 2025 માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે.
- સ્ટેપ 1: સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ innovateindia1.mygov.in પર જવું.
- સ્ટેપ 2: આ વેબસાઈટના હોમ પેજ પર પાર્ટીસિમેન્ટ નાવ પર ક્લિક કરો.
- સ્ટેપ 3: તમે તમારી કેટેગરી અનુસાર student ( self participation), student ( participation through teacher login), teacher, perent વિકલ્પ પસંદ કરી તેની નીચે ટુ પાર્ટીસીપેટ પર ક્લિક કરો.
- સ્ટેપ 4: હવે તમારું આખું નામ, મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી દાખલ કરી રજિસ્ટ્રેશન કરો.
- સ્ટેપ 5: ત્યારબાદ અન્ય જરૂરી વિગત દાખલ કરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
પરીક્ષા પે ચર્ચા વિશે જાણવા જેવી માહિતી
શું તમે જાણો છો કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શું છે? અહીં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિશે વિગતવાર માહિતી આપેલી છે જેના વડે તમે જાણી શકશો કે આ કાર્યક્રમનો હેતુ શું છે અને શા માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
- પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા બોર્ડ પરીક્ષા પહેલા વિદ્યાર્થી ઓને પરીક્ષાના તણાવથી દૂર કરવા અને સફળતા માટે પ્રેરિત કરવાના ઉમદા હેતુથી કરવામાં આવે છે.
- આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો અને માતા-પિતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ને સીધા પ્રશ્નો પૂછી શકે છે.
પરીક્ષા પે ચર્ચા 2025 કાર્યક્રમ જાન્યુઆરી 2025 માં નવી દિલ્હી સ્થિત ભારત મંડપના ટાઉનહોલમાં યોજવાનું નક્કી કરાયું છે. પરીક્ષા પે ચર્ચા 2025 કાર્યક્રમની સત્તાવાર તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પસંદ કરાયેલા લગભગ 2500 સાથીઓ માટે શિક્ષણ મંત્રાલય તરફથી પીપીસી કીટ પણ આપવામાં આવશે, નોંધનીય છે કે પરીક્ષા પે કાર્યક્રમ નો આ આઠમો સંક્રમણ હશે.
જે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પસંદ નહીં થાય તેવો શિક્ષણ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ અને youtube ચેનલ પર લાઇવ આ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને નિહાળી શકશે. આ કાર્યક્રમ સંબંધિત વધુ જાણકારી માટે તમે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.
સત્તાવાર વેબસાઈટ
આને પણ વાંચો
વારંવાર પૂછાતા પ્રશ્નો
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ 2025 ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ કઈ છે?
- 14 જાન્યુઆરી 2025
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ 2025 માં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
- innovateindia1.mygov.in