WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પોસ્ટ ઓફિસની આ સેવિંગ સ્કીમ કરશે રોકાણકારોને માલામાલ: મળશે આટલું વળતર, જાણો સંપૂર્ણ માહિતી.

પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ : Post Office Seving Scheme : દેશમાં રોકાણ માટેની અનેક યોજનાઓ બજારમાં ઉપલબ્ધ છે. જોકે તેમાં પોસ્ટ ઓફિસની ઘણી બચત યોજનાઓ નાના રોકાણકારો માટે ખૂબ જ લોકપ્રિય છે. તેમાંની એક યોજના માસિક બચત યોજના છે. આ સ્કીમ દ્વારા કોઈપણ વ્યક્તિ દર મહિને કમાણી કરી શકે છે. આ યોજના નિયમિત આવક ઇચ્છતા રોકાણ કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સ્કીમ દ્વારા તમને 9,250 ની માસિક આવકથી 1,11,000 સુધીની વાર્ષિક આવક મળી શકે છે.

MIS યોજના શું છે.

પોસ્ટ ઓફિસ એમઆઈએસ એક ડિપોઝીટ સ્કીમ છે જેમાં તમે દર મહિને વ્યાજ દ્વારા આવક મેળવી શકો છો. તેમાં કેટલી આવક થાય છે તે તમારી જમા રકમ ઉપર આધાર રાખે છે. ખાતાપર મળતું વ્યાજ પોસ્ટ ઓફિસ બચત ખાતામાં જમા થાય છે. તમે પાંચ વર્ષ પછી તમારી ડિપોઝિટ ઉપાડી શકો છો. જો રોકાણ કર ભવિષ્યમાં પણ આ યોજનાનો લાભ લેવા માગતા હો તો તેમાં રોકાણ કરી શકે છે.

સિંગલ અકાઉન્ટ અને જોઈન્ટ અકાઉન્ટ ખોલાવી શકાય છે.

આ સ્કીમમાં સિંગલ અને જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય છે. બે કે ત્રણ લોકો જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. ડિપોઝિટ મર્યાદા સિંગલ એકાઉન્ટમાં ઓછી અને સંયુક્ત ખાતામાં વધારે છે. ત્યારે જો રોકાણકાર પત્ની સાથે સંયુક્ત ખાતુ ખોલાવે છે તો વધુ રકમ જમા કરાવી શકે છે અને વધુ કમાણી થઈ શકે છે.

કેટલું મળશે વ્યાજદર

રોકાણકાર એક ખાતામાં 9 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. તેમાં માત્ર એક જ વાર રકમ જમા કરાવવી પડે છે. જેના પર પાંચ વર્ષ સુધી વ્યાજ મળશે. હાલ આ સ્કીમ 7.4% ના વ્યાજ દર આપી રહી છે.

કેટલું મળશે રિટર્ન?

જો રોકાણકાર પત્ની સાથે આ સ્કીમમાં 15 લાખ રૂપિયા જમા કરાવે તો તેને 7.4% ના વ્યાજ દર વાર્ષિક એક લાખ 11 હજાર રૂપિયા અને દર મહિને 9,250 મળશે. જેની ગણતરી કરીએ તો 1,11,000 * 5 = 5,55,000 આ રીતે રોકાણકાર પાંચ વર્ષમાં માત્ર વ્યાજમાંથી પાંચ લાખ 55 હજાર રૂપિયા મેળવી શકે છે.

અને જો રોકાણકાર સિંગલ એકાઉન્ટ ખોલાવે તો વધુમાં વધુ નવ લાખ રૂપિયા જમા કરાવી શકાય છે તેના ઉપર 7.4% ના વ્યાજ ની ગણતરી કરીએ તો વાર્ષિક 66,600 વ્યાજ મળે છે અને દર મહિને 5550 ની આવક થાય છે એ રીતે પાંચ વર્ષમાં 3 લાખ 33 હજાર રૂપિયાની આવક પ્રાપ્ત થઈ શકે છે.

પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી.

દેશનો કોઈપણ નાગરિક પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં ખાતું ખોલાવી શકે છે. બાળકના નામે પણ ખાતું ખોલાવી શકાય છે. જો બાળકની ઉંમર 10 વર્ષથી ઓછી હોય તો તેના માતા-પિતા અથવા કાનૂની વાલી તેના નામે ખાતું ખોલાવી શકે છે. જ્યારે બાળક 10 વર્ષનું થાય છે ત્યારે તેને પોતે એકાઉન્ટ ઓપરેટ કરવાનો અધિકાર મળી શકે છે. માસિક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ એકાઉન્ટ માટે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે. આઈડી પ્રૂફ માટે આધાર કાર્ડ અને પાનકાર્ડ આપવું ફરજિયાત છે.

આને પણ વાંચો પ્રધાનમંત્રી આવાસ યોજના માટે એક કરોડ નવા મકાનો બનાવવા માટે ઓનલાઈન અરજી શરૂ, જાણો કેટલા રૂપિયાની મળશે સહાય અને કોણ અરજી કરી શકે માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

આને પણ વાંચો lic ની સરળ વીમા પોલિસી આ પોલીસીમાં દર મહિને મળશે 12 હજાર રૂપિયા સુધીનું પેન્શન માહિતી માટે અહીં ક્લિક કરો.

Home Page Click Here
more information Click Here

Leave a Comment