પાનકાર્ડ અપડેટ કરો : PAN Card Correction Prosess : જો તમારા પાનકાર્ડમાં કંઈ પણ ભૂલ રહી ગઈ હોય અને તમે તેને અપડેટ કરવા ઈચ્છતા હોય એટલે કે તમારા પાનકાર્ડમાં તમે સુધારો કરવા માંગતા હોવ તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે ઘરે બેઠા પણ સ્ટેપ બાય સ્ટેપ પાનકાર્ડને અપડેટ કરી શકો છો. પાન કાર્ડ માં નામ જન્મતારીખ, સરનામું વગેરે કેવી રીતે સુધારવું તેની સંપૂર્ણ પ્રોસેસ અહીં સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવેલી છે જેના દ્વારા તમે ઘરે બેઠા તમારા મોબાઇલ કોમ્પ્યુટર કે લેપટોપ દ્વારા પાનકાર્ડમાં સુધારો કરી શકો છો.
Pan Card Correction Online :
સરકાર દ્વારા પાનકાર્ડ 2.0 પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. પાનકાર્ડ ધારકોને કોઈપણ અરજી કર્યા વિના નવા ક્યુ આર કોડ વાળા નવા પાનકાર્ડ મળશે. પરંતુ જો તમારા પાનકાર્ડમાં ભૂલ છે તો તમે તેને ઘરે બેઠા સરળતાથી સુધારી શકો છો. જો તમે હાલ પાનકાર્ડમાં સુધારો નહીં કરો તો આવનાર નવું પાનકાર્ડ પણ ભૂલ ભરેલું આવશે. અને જો સરનામું અલગ હશે તો તમારું નવું પાનકાર્ડ એ સરનામા ઉપર જશે જે તમને ક્યારે મળશે પણ નહીં. માટે જે લોકોના પાનકાર્ડમાં સરનામાં ચેન્જ કરવાના હોય નામ જન્મ તારીખ વગેરે બદલવાના હોય તો અત્યારે ખૂબ જ સારી તક છે. ઘરે બેઠા તમે તમારા પાનકાર્ડમાં સુધારો કરી શકો છો. જાણો સંપૂર્ણ પ્રોસેસ.
પાનકાર્ડ માં ઓનલાઇન સુધારો કરવાની પ્રોસેસ
- સૌથી પહેલા NSDL ની ઓફિસિયલ વેબસાઈટ પાન સર્વિસ પોર્ટલ પર જવું.
- તમને અહીં એપ્લિકેશન ટાઈપનો વિકલ્પ મળશે, જેના ઉપર ક્લિક કરો.
- અહીં તમને “ચેન્જ/કરેક્શન ઇન પાનકાર્ડ” વિકલ્પ મળશે તેના ઉપર ક્લિક કરો.
- હવે તમારી કેટલીક માહિતી તમારે અહીં ભરવાની રહેશે.
- ત્યારબાદ તમારા સ્ક્રીન પર આપેલા કેપ્ચા કોડ ને દાખલ કરી સબમીટ કરો.
- ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો.
- હવે તમારે અહીં ફી ચૂકવવી પડશે. જે તમે ઓનલાઇન ચૂકવી શકો છો.
- બેંક રેફરન્સ નંબર અને ટ્રાન્જેક્શન આઈડી સેવ કરીને રાખો.
- પછી તમારે એક ફોર્મ ભરવાનું રહેશે. જેમાં તમારા પાનકાર્ડ માં શું ભૂલ છે અને તમારે શું સુધારવું છે. તેની માહિતી ભરીને સબમિટ કરો.
- થોડા દિવસો બાદ પાનકાર્ડ તમારા નોંધાયેલા સરનામે પહોંચી જશે.
આને પણ વાંચો : નવા પાનકાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જાણો સંપૂર્ણ પ્રોસેસ માહિતી માટે અહીં ક્લિક કરો.
આને પણ વાંચો રાશનકાર્ડમાં ઓનલાઇન kyc કેવી રીતે કરવું જાણો સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં: અહીં ક્લિક કરો
અગત્યની લિંક
Home Page | Click Here |
NSDL ઓફિસિયલ વેબસાઈટ | Click Here |