Raj kapoor’s 100 th birth anniversary : બોલીવુડના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મ જયંતી ટૂંક સમયમાં આવી રહી છે. કપૂર પરિવારે આ ખાસ પ્રસંગ માટે ઘણું પ્લાનિંગ કર્યું છે. 14 ડિસેમ્બરે ફિલ્મ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવશે. ઇવેન્ટ પહેલા સમગ્ર કપૂર પરિવાર તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યો હતો.
પીએમ મોદીને મળ્યા બાદ કરીના કપૂર એ instagram પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાંથી એક સુંદર તસવીર સામે આવી છે. પીએમ એ કરીનાના બાળકો માટે ખાસ ભેટ આપી છે. ખરેખર તો ઘરના કોઈ પણ બાળકને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે લઈ જવામાં આવ્યા ન હતા. કપૂર પરિવારના જે સભ્યો જોવા મળ્યા હતા તેમાં કરીના કપૂર નીતુ કપૂર આલિયા ભટ્ટ રણવીર કપૂર કરિશ્મા કપૂર સૈફ અલી ખાન અને અન્ય ઘણા લોકો સામેલ હતા. પરંતુ પીએમ દ્વારા જેહ – તૈમુરને આપવામાં આવેલી ભેટ ની તસ્વીર વાયરલ થઈ રહી છે.
આ ખાસ મુલાકાત બાદ કરીના કપૂર ખાને instagram પર કેટલીક તસવીરો શેર કરી છે. આ દરમિયાન પીએમ મોદી એક કાગળ પર સહી કરતા જોવા મળે છે. તેમની સાથે કરીના કપૂર જોવા મળી રહી છે. આ કાગળ પર કરીના કપૂર અને સૈફ અલી ખાનના પુત્રો જેહ અને તેમુર ના નામ લખેલા છે અને પીએમએ તેમના નામની નીચે હસ્તાક્ષર કર્યા છે. કરીના કપૂર ખાને તેના પુત્રો માટે આ ખાસ ભેટ માંગી હતી.
આને પણ વાંચો હવામાન વિભાગની આગાહી આગામી ત્રણ દિવસ ગુજરાતમાં રહેશે ઠંડીનો પારો ખૂબ નીચે : વાંચો માહિતી અહીં ક્લિક કરો